તૈયાર પેકિંગ જેવા જ મસાલેદાર શીંગ ભજિયા બનાવો તમારા જ ઘરે આસન રીતે… તેમાં નાખો આ મસાલો.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

 🍿 ઘરે જ બનાવો ચટપટા મસાલેદાર શીંગ ભજીયા 🍿

🍿 મિત્રો શું તમે બોરિંગ શીંગ ખાઈને કંટાળી ગયા છો તો હવે ટ્રાય કરો ટેસ્ટી, સ્પાઈસી, ક્રિસ્પી અને મસાલેદાર શીંગ ભજીયા. આજે અમે લાવ્યા છીએ શીંગ ભજીયાની રેસેપી. મિત્રો આપણે ખુબ જ સરળતાથી ઘરે જ મગફળીમાંથી શીંગ ભજીયા બનાવી શકીએ છીએ. તમે બધા જાણતા જ હશો કે મગફળી આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ઉપયોગી છે. પરંતુ આપણે મગફળીની શીંગ ખાઈને કંટાળી જઈએ છીએ. ઘણી વાર બાળકોને પણ શીંગ નથી ભાવતી તો તેના માટે આ બેસ્ટ ઓપ્શન છે શીંગ ભજીયા. તો ચાલો જાણીએ કે કંઈ રીતે ઘરે જ શીંગ ભજીયા બનાવી શકાય.

Image Source :

🥣 ચટપટા શીંગ ભજીયા બનાવવા માટે જોઈતી સામગ્રી:-

🥣 એક કપ મગફળી,

🥣 એક કપ ચણાનો લોટ,

🥄 અડધી ચમચી આમચૂર પાવડર,

🥄 અડધી ચમચી ગરમ મસાલો,

🥄 હળદર અડધી ચમચી,

🥄 અડધી ચમચી ધાણાજીરૂ પાવડર,

🥄 મીઠું સ્વાદ અનુસાર,

🥄એક ચપટી બેકિંગ સોડા,

🥄એક ચમચી ચાટ મસાલો,RECIPE 

🥄એક ચમચી લાલ મરચું પાવડર,

🍳 તેલ તળવા માટે,

તમે શીંગ ભજીયા બે રીતે બનાવી શકો છો એક તેલમાં તળીને અને બીજું ઓવનમાં તેલ વગર..

Image Source :

🍿 શીંગ ભજીયા બનાવવાની રીત તેલમાં તળીને:- 🍿

🍿 સૌપ્રથમ આપણે ચણાના લોટનું બેટર બનાવવાનું રહેશે. તો તેના માટે સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ નાખો. તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જાઓ અને તેને હલાવતા જાઓ અને બહુ ઘાટું પણ નહિ અને બહુ પાતળું પણ નહિ તેવું બેટર બનાવી લો.

🍿 હવે તેમાં બધા મસાલા ઉમેરવાના છે. તે બેટરમાં અડધી ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, હળદર અડધી ચમચી, અડધી ચમચી ધાણાજીરૂ પાવડર, મીઠું સ્વાદ અનુસાર, એક ચપટી બેકિંગ સોડા, એક ચમચી ચાટ મસાલો, એક ચમચી લાલ મરચું પાવડર વગેરે મસાલા ઉમેરી દો.

🍿 હવે બેટરમાં બધા મસાલા એકદમ ભળી જાય તે રીતે બેટરને ખૂબ હલાવી લો અને બધું મિક્સ કરી લો.

🍿 હવે તે બેટરમાં મગફળી નાખી દો. મગફળીમાં બરાબર બેટર લાગી જાય માટે તેને બરાબર હલાવીને મિક્સ કરી લો.

Image Source :

🍿 હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દો.

🍿 તેલ ગરમ થયા બાદ તેમાં ભજીયાની જેમ હાથની મદદથી એક એક શીંગ તળવા માટે એક સાથે સમાય તેટલા શીંગ ભજીયા એક વારમાં નાખી દો તેલમાં.

🍿 તળાય જાય અને થોડા ક્રિસ્પી થઇ જાય એટલે એક પ્લેટમાં કાઢી લો.

🍿 આજ રીતે બધા શીંગ ભજીયા તળી લો.

🍿 તમે શીંગ ભજીયાની ઉપર થોડો ચાટ મસાલો તેમજ લાલ મરચું પાવડર છાંટીને પણ ખાઈ શકો છો.

🍿 બીજી રીત છે ઓવનમાં બનાવવાની.. 🍿 

🍿 મિત્રો જો તમારી પાસે ઓવન હોય તો તમારે તેમાજ શીંગ ભજીયા બનાવવા જોઈએ કારણ કે તેમાં આપણે તેલમાં તળવાની બદલે ઓવનમાં શેકીએ છીએ માટે જો સ્વાસ્થ્યની દ્રષ્ટીએ જોવા જઈએ તો જો ઘરે ઓવન હોય તો આજ રીતે શીંગ ભજીયા બનાવવાનો આગ્રહ રાખવો જોઈએ.

Image Source :

🍿 સૌપ્રથમ ચણાનો લોટ એક બાઉલમાં લો. આમચૂર પાવડર, ગરમ મસાલો, હળદર, ધાણાજીરૂ પાવડર, મીઠું સ્વાદ અનુસાર, એક ચપટી બેકિંગ સોડા, ચાટ મસાલો, એક ચમચી લાલ મરચું પાવડર વગેરે મસાલા ઉમેરી દો.

🍿 હવે તેમાં બે ચમચી તેલ ઉમેરો અને તેને બરાબર મિક્સ કરી દો.

🍿 હવે તે મિશ્રણમાં મગફળી નાખી દો અને તેને હાથ વડે મિક્સ કરતા જાવ. હવે તેમાં મગફળીમાં મિશ્રણ સારી રીતે ચીપકી જાય માટે થોડું પાણી ઉમેરતા જવાનું છે.

🍿 પેહલા એક ચમચી પાણી ઉમેરો ત્યાર બાદ તેને હલાવો અને જરૂર પડે તો આગળ પાણી ઉમેરો પણ ચમચી ચમચી જેટલું જ પાણી ઉમેરતા જવાનું છે. કારણ કે અહીં આપણે બેટર નથી બનાવવાનું અહીં માત્ર મગફળીની ઉપર ચણાના લોટના મિશ્રણનું પડ ચીપકી જાય તેવું કરવાનું છે.

Image Source :

🍿 હવે મગફળીની ઉપર ચણાના લોટના મિશ્રણની પરત લાગી જાય ત્યાર બાદ તેને બેકિંગ ટ્રેમાં રાખી દો.ત્યાર બાદ તેને ઓવનમાં દસ મિનીટ સુધી બેક થવા દો. દસ મિનીટ તેને બહાર કાઢો અને જો શીંગ ભજીયા એકબીજા સાથે ચીપકી ગયા હોય તો તેને હાથની મદદથી અલગ કરી નાખો.

🍿 અને ફરી પાછા તેને પાંચ મિનીટ સુધી ઓવનમાં પકાવો.

🍿 પાંચ મિનીટ બાદ શીંગ ભાજીયાને  બહાર કાઢી લો.

🍿 હવે તૈયાર છે તમારા ક્રિસ્પી, સ્પાઈસી, ચટપટા મસાલેદાર શીંગ ભજીયા અને તે પણ તેલમાં તળ્યા વગર.

Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

 👉  તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google