આ ટ્રીક્સથી ઘરે જ બનાવો રેસ્ટોરન્ટ જેવી લાલ ડુંગળી, લાંબા સમય સુધી રહેશે તાજી, ટેસ્ટી અને આકર્ષક…

આ ટ્રીક્સથી ઘરે જ બનાવો રેસ્ટોરન્ટ જેવી લાલ ડુંગળી, લાંબા સમય સુધી રહેશે તાજી, ટેસ્ટી અને આકર્ષક…

હોટલ અથવા રેસ્ટોરન્ટમાં જમવા જતા ત્યાં સલાડમાં આપણને જે એક વસ્તુ સૌથી વધુ આકર્ષિત કરે છે, તે છે સિરકા વાળી ડુંગળી. સિરકા વાળી ડુંગળી એટલે તેને વિનેગર વાળી ડુંગળી પણ કહી શકાય. આ ડુંગળી ખાવામાં ખુબ જ સારી લાગે છે અને તેમાં એક અલગ જ ટેસ્ટ આવે છે. જેમાં મીઠાસ રહે છે. સિરકા વાળી ડુંગળી માત્ર સ્વાદ માટે જ નહિ પણ ડાયજેશન માટે પણ ખુબ સારી છે. જો તમે ભારે ભોજન કરી લીધું છે તો તેમાં પણ મદદ કરે છે.

વિનેગર વાળી ડુંગળી ખાવી સૌને ગમે છે પણ મોટાભાગે જ્યારે તેને ઘરે બનવવાની ટ્રાઈ કરીએ છીએ, તો તે ખરાબ થઈ જાય છે અથવા બરાબર નથી બનતી. તો હોટલ અને રેસ્ટોરન્ટ જેવી વિનેગર વાળી ડુંગળી બનાવવા શું કરવું જોઈએ ? તેની આજે અમે તમને થોડી નવી ટ્રીક્સ વિશે જણાવશું. જેના દ્વારા તમે ખુબ જ બેસ્ટ વિનેગર વાળી ડુંગળી બનાવી શકશો. આજે અમે તમને જે વિનેગર વાળી ડુંગળી બનાવતા શીખવશું સાથે જ તેને સ્ટોર કરવાની ટ્રીક્સ વિશે પણ જણાવશું. જેનાથી ખરાબ પણ નહિ થાય. માટે આ લેખને અંત સુધી વાંચો.

સૌથી પહેલા સારી ડુંગળી પસંદ કરો : વિનેગર વાળી ડુંગળી બનાવવા માટે તમે જો મોટી ડુંગળીનો ઉપયોગ કરી રહ્યા છો તો તેમાંથી એવો સ્વાદ નહિ આવે, જેવો હોટલ વાળી ડુંગળીમાંથી આવે છે. તેને સારી રીતે બનાવવા માટે બેબી ડુંગળીનો ઉપયોગ કરો. જેટલી નાની ડુંગળી હશે એટલી જ તે મીઠી હશે. ભલે મોટી ડુંગળી ઉપયોગ અન્ય વસ્તુમાં કરતા હો, પણ વિનેગર વાળી ડુંગળી બનાવવા માટે નાની ડુંગળી વધુ સ્વાદિષ્ટ બને છે.

બધી વિનેગર વાળી ડુંગળીમાં કરવાની છે કટ :

તમારે વિનેગર વાળી ડુંગળીમાં એ રીતે કટ કરવાની છે જેમાં તે જોડાયેલી પણ રહે અને તેના ચાર ભાગ પણ દેખાઈ. તમારે ઉપર ના ભાગને થોડો કાઢી નાખવાનો છે, જેથી કરીને ડુંગળીનો સ્વાદ ખરાબ ન થાય.

હવે કોઈ કાચની બોટલમાં તેને પાણીમાં રાખો : જો કે તમે પ્લાસ્ટિક અથવા સ્ટીલના વાસણમાં પણ રાખી શકો છો. પણ સાચું માનો તો વિનેગર વાળી ડુંગળી ચિનાઈ માટીના વાસણમાં અથવા તો કાચની બોટલમાં સારી લાગે છે. તેમાં અથાણા વાળું જ લોજીક હોય છે. જેને તમારે ધ્યાન રાખવાનું છે.

વિનેગર વાળી ડુંગળી બનાવવાની રીત :

એક વાસણમાં માત્ર એક ચમચી ખાંડ નાખીને કેરેમલ બનાવો. તમારે તેલ કે ઘી વગર માત્ર 1 ચમચી ખાંડ નાખીને તેનું કેરેમલ બનાવવાનું છે. હવે આ બની જાય એટલે તેમાં એક કપ પાણી નાખો. ત્યાર પછી 1 ચમચી કાળા મરીના દાણા અને 1 તમાલપત્ર નાખીને પાણીને સારી રીતે ઉકાળી નાખો.હવે એક કાચની બરણીમાં લીલા મરચાની સાથે 1 કપ નોર્મલ પાણી નાખો. તમે લીલા મરચા ન નાખો તો પણ ચાલશે. તેની ઉપર એક કપ સફેદ વિનેગર નાખો. તેની ઉપર ઉકાળેલું પાણી પણ ગાળીને નાખી દો.

જો એકદમ લાલ રંગ જોઈએ તો આ કામ કરો :

જો કે સિરકા વાળી ડુંગળી આમ જ સારી બની જાય છે, પણ જો તમારે બજાર જેવો જ રંગ જોઈએ છે તો તમે થોડા બીટરૂટના ટુકડા નાખો. માત્ર બે-ચાર ટુકડા જ નાખવા. તેનાથી ડુંગળીનો રંગ ખુબ જ સારો આવશે. પણ તેનાથી સ્વાદમાં કોઈ ફેર નહિ પડે.કેમ આ ડુંગળી નોર્મલ ડુંગળી કરતા વધુ ભાવશે : આ વિનેગર વાળી ડુંગળીમાં આપણે કાળા મરી અને તમાલપત્ર નાખ્યા છે જે માત્ર ફ્લેવર માટે જ નહિ, પણ તમારી વિનેગર વાળી ડુંગળી માટે પણ પ્રીજરવેટીવનું કામ પણ કરશે. વિનેગર પોતાનામાં જ એક પ્રીજરવેટીવ હોય છે, પણ તેની સાથે આ મિશ્રણ તમારી વિનેગર વાળી ડુંગળીને ખુબ જ સારો સ્વાદ અને ફ્લેવર આપવાની સાથે 1 અઠવાડિયા સુધી પણ ચાલે છે.

તેને તમે કાચની બરણીમાં ઢાંકણું ઢાંકીને ફ્રીજમાં પણ સ્ટોર કરી શકો છો. એવું એટલા માટે કે જો તમે ઢાંકણું ખોલીને મુકશો તો ફ્રિઝમાં દુર્ગંધ આવવા લાગશે. માટે વિનેગર વાળી ડુંગળીને ફ્રિઝમાં સ્ટોર કરો ત્યારે ખાસ ધ્યાન રાખો કે કાચની બરણી બરોબર બંધ હોય. પછી જ ફ્રિઝમાં મુકવી.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!