કુકરમાં શાક બનાવવાની આ 5 ટેકનીક જાણી લેશો તો કુકિંગ ગેસ અને સમય બંને બચી જશે, સાથે જ ટેસ્ટી પણ બનશે…

પ્રેશર કુકર ભારતીય રસોડાનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેને તમે પણ નજરઅંદાજ નથી કરી શકતા. પ્રેશર કુકરનો ઉપયોગ ઘણી વસ્તુઓ માટે કરી શકાય છે. તેમાં લોકો ખાટું, તીખું અને મીઠું ગમે તેવું શાક બનાવે છે. પણ ઘણી વખત આપણે કુકરનો ઉપયોગ કરતી વખતે પણ એવું ધ્યાન નથી રાખતા કે તેના બીજા ઘણા ઉપયોગો પણ છે.

તો આજે અમે તમને અમુક ખાસ ટીપ્સ જણાવશું, જે પ્રેશર કુકરનો ઉપયોગ કરતી વખતે તમારો સમય બચાવશે અને એ કુકિંગ ગેસ પણ બચાવશે. ચાલો તો આ વિશે વધુ જાણી લઈએ.એક સાથે ઘણી વસ્તુઓને ઉકાળો : પ્રેશર કુકરનો ઉપયોગ જો તમે એક વખતમાં એક વસ્તુ જ બનાવવા માટે કરો છો તો તે ખોટું છે. જો એક એક વસ્તુ એક એક કરીને કરવામાં આવે તો તેનાથી સમય અને ગેસ બંને બગડે છે. તેનાથી સારું છે કે, તમે એક સાથે અલગ અલગ વાસણમાં વસ્તુઓ મુકીને કુકરમાં બાફી લો. આમ કરવું ખુબ સરળ છે અને તેનાથી સમય પણ બચે છે. આમ એક વસ્તુ સાથે ઘણી વસ્તુઓ બાફી શકાય છે. તમે ઈચ્છો તો કુકરના ડબ્બાનો પણ ઉપયોગ કરી શકો છો.

પ્રેશર કુકરની એક્સેસરીજનું હંમેશા ધ્યાન રાખો : ઘણા ઘરમાં મોટું 5 લીટરનું કુકર હોય છે. તો તેવા કુકરમાં રસોઈ બનાવવા માટે અલગ અલગ કમ્પાર્ટમેન્ટસ હોય છે. તે આપણા કામને સરળ કરે છે અને ઘણી વસ્તુઓ બાફવામાં પણ તમને મદદરૂપ થાય છે.બે વાસ્તુ એક સાથે બનાવવી : જેમ કે માત્ર બે લોકોની રસોઈ બનાવવાની છે તો દાળ, ભાત બંને વસ્તુઓ એક સાથે બનાવી શકાય છે. તેમજ એકમાં ઈડલી, બીજામાં ઢોકળા, બંને એક સાથે સ્ટીમ કરી શકો છો. આ રીતે ઘણી વસ્તુઓ તમે કરી શકો છો. તેમક કેક, ફરમેન્ટ થતી અન્ય વસ્તુઓ પણ બનાવી શકો છો.

દાળનું પાણી કુકરના ઢાંકણમાં નહિ ચોટે :

જો કુકરમાં માત્ર દાળ બનાવવામાં આવે તો તેનું પાણી સીટીથી બહાર આવવા લાગે છે અને બધું ખરાબ થઈ જાય છે. કુકરનું ઢાંકણું પણ ગંદુ થાય છે. આ સમસ્યાને દુર કરવા માટે આ નાની એવી ટ્રીક ખુબ જ ઉપયોગી છે. જ્યારે પણ તમે દાળ બાફો ત્યારે એક ખાલી સ્ટીલની વાટકી દાળની ઉપર મૂકી દો. પાણી ભર્યા પછી તમારે માત્ર એક ખાલી વાટકી કુકરમાં મુકો પણ યાદ રાખો કે વાટકી સીધી રહે ઉંધી નહિ. બધું વધારાનું પાણી વાટકીમાં ભેગું થઈ જશે.સ્ટીમ રીલીજિંગ પોઈન્ટનું ધ્યાન રાખો : પ્રેશર કુકરમાં અડધીથી વધુ સમસ્યા હંમેશા સ્ટીમ રીલીજિંગ પોઈન્ટના બ્લોક થવા કારણે થાય છે. ધ્યાન રાખો કે તમારે આ પોઈન્ટ હંમેશા ક્લીન રાખો. જો તે સાફ નહિ હોય તો તે પ્રેશર કુકર માટે સારું નથી. આ કારણે જ કુકરની સ્ટીમ રિલીજ થવા અને તેને બનવામાં પરેશાની થાય છે. તેમાં ગેસ પણ વધુ જોઈએ છે અને પ્રેશર કુકરમાં વધુ અને ઓછા પ્રમાણમાં દબાણની સમસ્યા પણ થાય છે. આ સમયે પાણી ઢાંકણની અંદરથી બહાર આવે છે અને કુકરની રબર રીંગ પણ ખરાબ થઈ જાય છે. આથી તેનું ધ્યાન રાખો.

શાક બનાવવા સમયે :

ઘણા લોકો ઉતાવળમાં શાકને એમ જ કુકરમાં બધા મસાલાઓ નાખીને મૂકી દે છે અને તેનાથી શાક સ્વાદિષ્ટ નથી બનતું. તેવામાં લોકો કહે છે કે, પ્રેશર કુકરની ભૂલ છે. પણ એવું ન કરો. પ્રેશરમાં પણ શાક સ્વાદિષ્ટ બની શકે છે, માત્ર 1 થી 2 મિનીટ તેને શેકો. પ્રેશર કુકરમાં પહેલા મસાલાનો ઉપયોગ કરો અને પછી જ શાકભાજી નાખીને 1 થી 2 મિનીટ એમ જ શેકો. પછી કુકર બંધ કરો. ત્યાર પછી શાકને ચડવામાં સમય નહિ લાગે અને રસોઈ પણ સારી બનશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment