પૂરીનો લોટ બાંધતા સમયે ઉમેરી તેમાં આ એક વસ્તુ, તેલ પણ નહિ પકડે અને બનશે એકદમ ટેસ્ટી ને ફૂલેલી

કોઈ પણ તહેવાર હોય કે પછી ઘરમાં કોઈ પણ સદસ્યનો જન્મદિવસ હોય, તો લગભગ આપણા ભારતીય ઘરોમાં રોટલી સિવાય અન્ય વાનગીમાં પૂરી બનાવવાનું ખાસ પસંદ કરવામાં આવે છે. પૂરીને સવારે નાસ્તામાં, બપોરે ભોજનમાં અને રાત્રે ડિનરમાં પણ સવ કરી શકાય છે.

પરંતુ સારી અને ફુલેલી પૂરી બનાવવા માટે જરૂરી છે કે પૂરીના લોટને પરફેક્ટ બાંધવો. કેમ કે  ઘણી વાર પૂરીનો લોટ બરોબર ન બંધાય તો તેના કારણે પૂરી ફૂલતી નથી અને વધુ તેલ વાળી થાય છે. તો આજે અમે તમને પૂરીનો લોટ બાંધવાની એક અનોખી ટીપ્સ વિશે જણાવશું. જેનાથી પૂરી એકદમ ફૂલેલી અને એકદમ ઓછા તેલ વાળી થશે. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.પુરીના લોટને બાંધવો થોડો મુશ્કેલ છે કારણ કે તેને થોડો સખ્ત બાંધવાનો હોય છે. જો તમે સાચી ટિપ્સથી પુરીના લોટને બાંધશો, તો પૂરી ખુબ જ સારી અને સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે. તો ચાલો જાણીએ કે પૂરીનો લોટ બાંધતા સમયે કંઈ વિશેષ બાબતોનું રાખવું જોઈએ જેના દ્વારા પૂરી સારી બને.

કેવી રીતે તૈયાર કરવો પુરીના લોટને : રોટલીના લોટને તમે જેવી રીતે બાંધો છો, બસ તેવી જ રીતે પુરીના લોટને પણ બાંધી શકાય છે, પરંતુ આ લોટ રોટલીના લોટ જેવો નરમ ન હોવો જોઈએ. પૂરીના લોટને જેટલો સખ્ત બાંધવામાં આવે છે તેટલી જ પૂરી સારી અને સ્વાદિષ્ટ બને છે.પુરીના લોટને બાંધવા માટે 2 કપ ઘઉંના લોટને લો. તેમાં એક નાની ચમચી ખાંડ અને ¼ નાની ચમચી મીઠું ઉમેરો. એટલું મીઠું ઉમેરવાથી તમારી પૂરી નરમ તો બનશે, સાથે જ લોટ પણ સ્મૂદ બંધાશે. ત્યાં જ પુરીના લોટમાં ખાંડ નાખવાથી પૂરીનો લોટ સફેદ પણ થાય છે.

હવે તમારે લોટમાં ½ કપ દૂધ અને ½ કપ પાણી ઉમેરવાનું છે. પાણી અને દૂધને ધીમે ધીમે ઉમેરીને લોટને બાંધવાનો છે. આ રીતે લોટ ખુબ જ સરળતાથી બંધાઈ જશે. જો પુરીમાં તમે કોઈ પણ પ્રકારની સ્ટફિંગ કરવા માંગો છો, તો તમારે પૂરીના લોટને થોડો નરમ બાંધવો પડશે.પુરીના લોટને બાંધ્યા પછી આ બાબતોનું ધ્યાન રાખો : જ્યારે પુરીનો લોટ બંધાઈ જાય, ત્યાર પછી તેના પર 1 ચમચી તેલને લગાવો. તમે તેલની જગ્યા પર ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. આવું કરવાથી પૂરી કરકરી બનશે.

હવે તમે લોટને એક પ્લેટની મદદથી અથવા તો એક કોટનના કપડાંથી ઢાંકી શકો છો. આ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે કપડું ભીનું ન હોવું જોઈએ. 15 થી 20 મિનિટ લોટને સેટ થવા માટે રાખ્યા પછી, એકવાર 30 સેકેંડ માટે ફરી તેને ગૂંથો. આવું કરવાથી લોટ સ્મૂદ થઈ જાય છે અને પૂરી પણ ફુલે છે અને તેલ નથી પકડતી.

આ રીતે પુરીને વણો : લોટના પેંડા જેવા બોલ્સ વાળીને તૈયાર કરી લો. પૂરી સારી બને તે માટે દરેક બોલ્સ પર તેલ લગાવવું જોઈએ.હવે પાટલા પર અને વેલણ પર તમે થોડું તેલ લગાવો. હવે પુરીને વણતી વખતે રોટલી અને પરોઠાની જેમ અટામણ ન લાગવવું જોઈએ. આવું કરવાથી પૂરી લાલ થઈ જાય છે અને અટામણ લેવાથી તેલ પણ ખરાબ થઈ જાય છે. પુરીને બને ત્યાં સુધી ગોળ અને પાતળી વણો. પાતળી પૂરી હલ્કી કરકરી બને છે અને સારી ફુલે પણ છે.

પહેલા બધી જ પુરીને વણી લો, પછી તેને તેજ તાપ સાથે તળી લો. જો તમારે પૂરીને તરત જ ભોજનમાં લેવી છે, તો તેને થોડી લાલ કરો. પરંતુ જો તમારે પુરીને સ્ટોર કરવી છે તો તેને તમારે હલ્કી ગુલાબી થવા પર બહાર નિકાળી લેવી જોઈએ. આવું કરવાથી પૂરી ઠંડી થયા પછી પણ નરમ રહે છે. અપેક્ષા છે કે તમને પૂરીના લોટને બાંધવાની આ ટિપ્સ પસંદ આવી હશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment