લાંબા સમય સુધી લસણ રહેશે તાજું.. અંકુરિત નહીં થાય અને બગડશે પણ નહીં.. કરો આ ઉપાય

મિત્રો તમે આ લેખ વાચ્યા પછી તમે પણ લસણને અંકુરિત થતા બચાવી શકો છો. અને ખાસ વાત એ કે તે પણ ખુબ જ સરળ રીતે તમે લસણ ને સ્ટોર કરી શકો છો. 

ભારતીય રસોઈમાં તૈયાર થનાર શાકભાજી થી લઈને અન્ય વિવિધ વાનગીઓમાં લસણનો ઉપયોગ ન હોય એવું ભાગ્યેજ જોવા મળે છે. એક બાજુ કોઈપણ ભોજનમાં સ્વાદ નો તડકો લગાવવા માટે તે કામ કરે છે તો બીજી બાજુ ઘણા લોકો શરીરને તંદુરસ્ત રાખવા માટે તેનું સેવન કરે છે. 

ઘણી મહિલાઓ એકસાથે એક સામટું ઘણું બધું લસણ ખરીદીને રાખી મુકે છે. જેથી કરીને વારંવાર બજારમાં જવાની જરૂર ન પડે. એવામાં આ લસણ ઘણી વખત અંકુરિત પણ થવા લાગે છે. ક્યારેક ખરાબ પણ થઈ જાય છે. જેને ઘણી મહિલાઓ ભોજનમાં ઉપયોગ પણ નથી કરતી. ઘણી વખત અંકુરિત લસણ સુકાવામાં પણ લાગે છે. એવામાં આજે આ લેખમાં અમે તમને થોડા સરળ ઉપાયો જણાવીશું જે લસણને અંકુરિત થવાથી બચાવવામાં મદદ કરે છે.

ભેજ વાળી જગ્યાથી લસણને દુર રાખો 

અકસર આપણે વિચારીએ છીએ કે કોઈપણ ઠંડી જગ્યા પર લસણને રાખવાથી તે ખરાબ નથી થતું. પણ લસણ ની સાથે એવું નથી. લસણને અંકુરિત થવાથી બચાવવા માટે તમે કોઈપણ ભેજ વાળી જગ્યાએ તેને ના રાખો. તમે લસણ ને એવી જગ્યા પર રાખો જ્યાં હવા ની અવરજવર થતી હોય. ઘણી મહિલાઓ તેને ફ્રીજમાં પણ રાખે છે. જેના કારણે તે અંકુરિત થવા લાગે છે. લસણ અંકુરિત ન થાય તે માટે તમે તેને કોઈ ખુલ્લી જગ્યાએ રાખો અને પેપર થી ઢાંકી દો. 

એક સાથે મિક્સ ન કરો 

એવી ઘણી વસ્તુઓ છે જેને એકસાથે મિક્સ કરીને મૂકી દેવામાં આવે છે. તો થોડાક જ દિવસોમાં તે ખરાબ થવા લાગે છે. ઘણી મહિલાઓ બટેટા, ડુંગળી અને લસણ ને એકસાથે મિક્સ કરીને રાખે છે. પણ આવું ન કરવું જોઈએ. બટેટા, ડુંગળી અને લસણમાથી કોઈપણ એક અંકુરિત થવા લાગે છે. એવામાં તમે લસણને કોઈ અન્ય પદાર્થ સાથે મિક્સ ન કરો. 

કળીઓને અલગ અલગ કરી લો 

લસણ અંકુરિત ન થાય અને લાંબા સમય સુધી ફ્રેશ રહે તે માટે તમે લસણની કળીઓને એક એક કરીને છુટી પાડી દો. લસણના ગાથીયાની તુલનામાં લસણની કળીઓ ખુબજ ઓછી અંકુરિત થાય છે. કળીઓ કાઢીને તમે તને ફ્રીજમાં સરળતાથી મૂકી શકો છો. જો તમને લાગે છે કે ફ્રીજમાં રાખવાથી કળીઓ ખરાબ થઈ જશે તો તમે તેને કોઈ ખુલ્લી જગ્યાએ સ્ટોર કરી શકો છો. 

પ્લાસ્ટિક બેગ કે બોક્સ માં ન રાખો 

અકસર જોવામાં આવ્યું છે કે કોઈપણ વસ્તુઓ ને લાંબા સમય માટે સ્ટોર કરવા માટે અથવા સુરક્ષિત રાખવા માટે પ્લાસ્ટિક બેગ અથવા બોક્સ નો ઉપયોગ કરવામાં આવે છે. પણ લસણ ની સાથે એવું નથી. લસણને પ્લાસ્ટિક બોક્સ અથવા બેગમાં રાખવાથી અંકુરિત થવા લાગે છે. આથી આ અંકુરિત ના થાય તે માટે કોઈ પેપર થી તૈયાર કાગળમાં રાખો. આ સિવાય તેને તમે કોઈ કપડાના બેગમાં પણ રાખી શકો છો. તેનાથી લસણ અંકુરિત નથી થતું.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “લાંબા સમય સુધી લસણ રહેશે તાજું.. અંકુરિત નહીં થાય અને બગડશે પણ નહીં.. કરો આ ઉપાય”

Leave a Comment