ગૃહિણીઓની ભૂલના કારણે 1 જ દિવસમાં ખરાબ થઈ જાય છે કોથમીરના બધા પાંદડા… જાણો કોથમરીને લાંબા સમય સુધી તાજી, ફ્રેશ અને લીલી રાખવાની સરળ ટીપ્સ…

મોટા ભાગે એવું થતું હોય છે કે તમે બજારમાંથી કોથમીર ખરીદીને લાવવો અને થોડા કલાકમાં જ કોથમીરના પાંદડા કા તો સૂકાય જાય છે કા તો સડી જાય છે, જેના કારણે કોથમીરને રાખવામાં મુશ્કેલી થાય છે. તેને યોગ્ય રીતે સ્ટોર કરવાથી તમારી આ મુશ્કેલી દૂર થશે. અમે જણાવીશું 5 ભૂલો વિશે જેના લીધે કોથમીર એક જ દિવસમાં સડી કે સૂકાય જાય છે, આ ભૂલ સુધારી તમે કોથમીરને લાંબા સમય સુધી સ્ટોર કરી શકશો.

કોથમીરને સ્ટોર કરતી વખતે કરવામાં આવતી આ પાંચ ભૂલો : 1) કોથમીરને ધોઈને સ્ટોર કરવી : મોટા ભાગે બધાને કોથમીરને ધોઈને સ્ટોર કરવાની ટેવ હોય છે, પરંતુ લોકો એક વસ્તુ ભૂલી જાય કે કોથમીરને ત્યારે જ ધોવી જોઈએ જયારે તેને ઉપયોગમાં લેવાની હોય. જો તમે કોથમીરને ધોઈને સ્ટોર કરશો તો તેના પાંદડા ભેજને કારણે સડી જશે કા તો તેમાંથી દુર્ગંધ આવવા લાગશે. એટલા માટે હંમેશા કોથમીરને ધોયા વગર જ સ્ટોર કરવી જોઈએ.

2) કોથમીરની દાંડલી કાપ્યા વગર સ્ટોર કરવી : કોથમીરને હંમેશા દાંડલી કાપીને જ સ્ટોર કરવી જોઈએ, કારણ કે ઘણીવાર દાંડલીમાં રહેલા ભેજના કારણે તેના પાંદડા સડી જાય છે. માટે કોથમીરને લાંબા સમય માટે સ્ટોર કરવા હંમેશા દાંડલી કાપીને જ સ્ટોર કરવી.

3) ફ્રિજમાં કોથમીરને છૂટી મૂકી સ્ટોર કરવી : કોથમીરને ક્યારેય ફ્રિજમાં છૂટી સ્ટોર કરવી જોઈએ નહી. કારણ કે ફ્રિજમાં કોથમીર છૂટી સ્ટોર કરવાથી અમૂક કલાકમાં જ તેના પાંદડા સુકાવા લાગે છે, અને કોથમીર ખરાબ થઈ જાય છે, એટલું જ નહી તેની ગંધ ફ્રિજમાં બાકીની વસ્તુઓમાં પણ બેસે છે.

4) એર ટાઈટ બોક્સનો ઉપયોગ ન કરવો : જો તમે એક અઠવાડિયા સુધી કોથમીરને બજારમાંથી લાવ્યા હતા એવી જ ફ્રેશ રાખવા માગો છો, તો તેને કાગળમાં વીટીને એક એર ટાઈટ બોક્સમાં રાખી દેવી. જેના કારણે કોથમીરના પાંદડા લાંબા સમય માટે ફ્રેશ રહે છે.

5) સ્ટોર કરતી વખતે ભેજનું ધ્યાન ન રાખવું : એક સામાન્ય ભૂલ જે લોકો કોથમીરને સ્ટોર કરતી વખતે કરતા હોય છે તે છે ડબ્બામાં ભેજનું ધ્યાન ન રાખવું. જયારે પણ ડબ્બામાં કોથમીરને સ્ટોર કરવામાં આવે ત્યારે જો તેમાં ભેજ હોય તો કપડાથી સાફ કરીને ઉપયોગમાં લેવો જોઈએ જેના લીધે કોથમીરને ખરાબ થતી બચાવી શકાય.

જો તમે બજારમાંથી વધુ કોથમીર ખરીદીને લાવ્યા છો તો આ પાંચ ભૂલને સુધારી તમે લાંબા સમય સુધી કોથમીરને સ્ટોર કરી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment