જાણી લો પનીરને સ્ટોર કરવાની આ સરળ ટીપ્સ વિશે, 1 મહિના સુધી બગડશે પણ નહિ અને રહેશે એકદમ તાજું, સોફ્ટને સફેદ..

ઘણા લોકોની એવી ફરિયાદ હોય છે કે, પનીરને ફ્રિજમાં રાખવા પર પણ તે પીળું પડી જાય છે અને તેમાથી ગંધ આવવા લાગે છે. તો ઘણી એવી ટિપ્સ છે, જેને ફોલો કરીને પનીરને લાંબા સમય સુધી ફ્રેશ અને સોફ્ટ રાખી શકાય છે. પનીર એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ આજકાલ ખુબ જ થઈ રહ્યો છે. કોઈ પણ ફંકશન તેમજ તહેવારમાં અક્સર ઘરમાં પનીરની વાનગી બનાવવામાં આવે છે. 

પનીરનું સેવન કરવું લગભગ દરેક લોકોને પસંદ હોય છે. ઘણા લોકો ટેસ્ટ માટે અને ઘણા લોકો સ્વાસ્થ્ય માટે પનીરનું દરરોજ સેવન કરે છે. તો ઘણા લોકો કોઈ ખાસ ફંકશન માટે પનીર ખાવાની પસંદગી કરે છે. ઘણી વાર લોકો પનીરને વધારે માત્રામાં ઘરે લઈ આવે છે, જેને થોડા દિવસો માટે ફ્રિજમાં સ્ટોર કરવું પડે છે.

લોકોની એ ફરિયાદ હોય છે કે, પનીરને ફ્રિજમાં રાખવા છતાં પણ પીળું પડી જાય છે અથવા તેમાંથી સ્મેલ આવવા લાગે છે. તો ઘણા લોકોને પનીર સોફ્ટ ન રહેવાની ફરિયાદ અને પનીરનો સ્વાદ બદલવાની ફરિયાદ રહેતી હોય છે. આ સમસ્યાને દૂર કરવા માટે, અમે તમને પનીરને લાંબા સમય સુધી સ્ટોર કરવાની ટિપ્સ વિશે જણાવશું. આ પછી પનીર લાંબા સમય સુધી સોફ્ટ અને ફ્રેશ રહેશે.

1 ) પનીરને ત્રણ-ચાર દિવસ માટે ફ્રેશ રાખવા માટે, પનીરને પાણીમાં રાખીને ફ્રિજમાં રાખો. આ માટે, તમે પનીર જેટલું છે, એટલી પાણીની માત્રા લઈને એક વાસણમાં ભરી લો, જેથી પનીર તે વાસણમાં પૂરી રીતે ડૂબી શકે. ત્યાર બાદ પાણી ભરેલ વાસણમાં પનીર નાખીને ફ્રિજમાં રાખી દો. આ વાતનું પણ ધ્યાન રાખો, કે દરરોજ અથવા દર બીજા દિવસે પાણીને બદલતું રહેવું જરૂરી છે. આમ, કરવાથી પનીર સોફ્ટ અને ફ્રેશ રહેશે અને સ્મેલ પણ નહીં આવે.

મીઠા વાળું પાણી : પનીરને 7 થી 8 દિવસ સુધી ફ્રેશ રાખવા માટે, પનીરને મીઠા વાળા પાણીની અંદર સ્ટોર કરો. આ માટે, તમે પનીરની માત્રા અનુસાર પાણીની માત્રા એક વાસણમાં લો, જેથી પનીર તે પાણીની અંદર પૂરી રીતે ડૂબી જાય. આ પછી તેની અંદર એક ચમચી મીઠું નાખી સારી રીતે પાણીમાં મિક્સ કરી લો. આ પછી તેને ફ્રિજમાં રાખી દો. સાથે જ, આ પાણીને 1 થી 2 દિવસમાં બદલતા રહો. આમ, કરવાથી પનીર સોફ્ટ અને ફ્રેશ રહેશે.

પનીરને ઝીપ લોક બેગ : જો તમારે પનીરને એક અઠવાડીયા કરતાં વધારે સ્ટોર કરીને રાખવું છે, તો તમે પહેલા પનીરને ટુકડાઓમાં કાપી લો. આ પછી ટુકડાને એક પ્લેટ અથવા ટ્રે માં થોડી વાર સુધી રાખીને થોડી કલાક સુધી ફ્રિજરમાં રાખી દો. જ્યારે આ ટુકડાઓ હાર્ડ થઈ જાય એ પછી, તેને એક ઝીપ લોક બેગમાં નાખીને ફ્રિજરમાં સ્ટોર કરી લો. આ રીતે સ્ટોર કરવાથી 1 મહિના સુધી પનીર રહેશે એકદમ ફ્રેશ.

તમારે જ્યારે પણ પનીરનો ઉપયોગ કરવો હોય, ત્યારે થોડીવાર પહેલા તેને ફ્રિજરમાંથી બહાર કાઢી લો. પછી જ્યારે તે સોફ્ટ થઈ જાય, એ પછી તેનો ઉપયોગ કરવો. જો તમારે ઉતાવળ છે અને પનીર સોફ્ટ થઈ રહ્યું નથી, તો આ ટુકડાઓને પહેલા નવશેકા ગરમ પાણીમાં થોડી વાર સુધી રાખી દો. પછી તેનો ઉપયોગ કરો.

આમ તમે ઘરે ખુબ સરળતાથી પનીરને લાંબો સમય સ્ટોર કરી શકો છો. તેમજ તે સ્ટોર કરીને પનીરનો ગમે ત્યારે ઉપયોગ કરી શકો છો. તેમજ આ રીતે તમારું પનીર ફેશ અને સોફ્ટ રહેવાથી તેને ખાવામાં પણ મજા આવે છે. અહી આપેલ કોઈપણ રીતને તમે અનુસરી શકો છો. તેમજ પનીરને ફેશ રાખીને ગમે ત્યારે કોઈપણ ફંકશન માં પનીરની વાનગી બનાવી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment