મરચાના છોડમાં નાખી દો આ એક વસ્તુ. એટલા મરચા આવશે કે વીણતાં થાકી જશો…

મરચાના છોડમાં નાખી દો આ એક વસ્તુ. એટલા મરચા આવશે કે વીણતાં થાકી જશો…

તમે કદાચ સાંભળ્યું જ હશે કે, ઘરમાં સૌથી સરળતાથી ઉગાવવામાં આવતી સબ્જીઓમાંથી એક છે મરચા. તેને બસ એક બીજની જરૂર હોય છે. અને તમારા સાધારણ દેખાતા મરચાનું સારું એવું ઉત્પાદન થાય છે. પણ ઘણા લોકોની એવી ફરિયાદ હોય છે કે, તેનો મરચાનો છોડ આગળ વધતો જ નથી. અને તેમાં ફળ પણ નથી આવતા. ગમે તેટલી કોશિશ કરવા છતાં પણ મરચાનો છોડ ઉગ્યા પછી પણ તેમાં ફળ નથી આવતા. આ સમયે શું કરી શકાય ?

મરચાનો છોડ જેટલી સરળતાથી ઉગી જાય છે એટલી જ તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે, તેને યોગ્ય પોષણ મળતું રહે, નહિ તો તે વધશે નહિ. અને તેમાં ફળ પણ નહિ આવે. માટે થોડી વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જેમ કે મરચાને ક્યાં પ્રકારની માટી જોઈએ અથવા કેવું ફર્ટીલાઈઝર જરૂરી છે. ચાલો તો તમને જણાવી દઈએ કે થોડી એવી ટીપ્સને ફોલો કરીને તમે મરચામાં ફળ ઉગાવી શકો છો.

હોમમેડ ફર્ટીલાઈઝર : મરચા માટે ખુબ જ મોંઘા ઓર્ગેનિક ફર્ટીલાઈઝર લેવાની જરૂર નથી. તે હોમમેડ ફર્ટીલાઈઝરથી સારા ઉગી શકે છે. તમારે માત્ર એટલું જ કરવાનું છે કે, તે માટે મેગ્નેશિયમ, પોટેશિયમ અને ભરપુર ફર્ટીલાઈઝર બનાવવાનું છે.

હોમમેડ ફર્ટીલાઈઝર માટે સામગ્રી : વપરાયેલ ચા ની ભૂકી, ઈંડાની છાલ, ડુંગળીની છાલ, થોડું કોકોપીટ (નારિયેળની સૂકાયેલ છાલ), ½ ચમચી મરચાનો પાવડર.

આ બધી વસ્તુઓ તમને ફર્ટીલાઈઝરમાં કામ આવે છે. ચાની ભૂકી, ઈંડાની છાલ, ડુંગળીની છાલ હંમેશા બરાબર માત્રામાં લો. તેને સૂકવો અને જ્યારે તે સારી રીતે સુકાય જાય એટલે તેને ક્રશ કરી લો. હવે આ મિશ્રણમાં થોડો કોકોપીટ અને મરચાનો પાવડર નાખો. ધ્યાન રાખો કે 250 ગ્રામ ફર્ટીલાઈઝર માટે હોવો જોઈએ. તેનાથી વધુ નહિ.

પોટેશિયમની સારી માત્રા માટે તમે તેમાં સૂકાયેલ કેળાની છાલનો પાવડર મિક્સ કરી શકો છો. આ બધી વસ્તુઓને એક પાવડરના રૂપમાં બનાવી લો અને 15 દિવસમાં 1 વખત છોડમાં તેને નાખો.

ફર્ટીલાઈઝર નાખતી વખતે માટીને થોડી ખોદી નાખો જેથી કરીને માટી જામે નહિ અને છોડની જડ સુધી પોષણ મળે. તેને માત્ર એક ચમચી જેટલો જ ઉપયોગમાં લેવાનો છે. જો તમારું કુંડુ નાનું છે તો 20 થી 15 દિવસ પછી પણ ઉપયોગ કરી શકાય છે. આ ફર્ટીલાઈઝર તમારા છોડને જલ્દી ફળ આપવામાં મદદ કરે છે.

જીવાતથી બચાવ કરવો ખુબ જરૂરી : મરચાના છોડ જ્યારે ખુબ નાના હોય છે ત્યારે તેમાં જલ્દી જીવાત લાગી જાય છે. તેવામાં તે છોડના બધા જ પોષણને  ખત્મ કરી દે છે. અને તમારા છોડમાં ક્યારેય ફળ નથી આવતા. આ માટે એક નાની એવી ટ્રીક કામ આવી શકે છે. જો તમે લીમડાનું તેલ કે તેની અન્ય વસ્તુઓનો ઉપયોગ કરો છો તો તમને ખ્યાલ હશે કે તે છોડ માટે ખુબ જ ખતરનાક હોય શકે છે. તેનાથી છોડ મરી પણ જાય છે. એવામાં છોડને જીવાતથી બચાવવા માટે તમે આ બે ઉપાયો અપનાવી શકો છો.શેમ્પુનો ઉપયોગ : 1 લીટર પાણીમાં 1 ચમચી શેમ્પુ મિક્સ કરીને તેને છોડ પર છાંટો અને પછી 1 થી 2 કલાક પછી નોર્મલ પાણીથી ધોઈ નાખો.
ચોખાના પાણીનો ઉપયોગ : એક દિવસ પહેલા પલાળેલા ચોખાના પાણીને સ્પ્રે બોટલમાં નાખીને છોડ ઉપર છાંટો. તે પોષણ પણ આપશે અને જીવાતને પણ દૂર કરશે.

પાણી નાખતી વખતે આ બાબતનું ધ્યાન રાખો : મરચાનો છોડ ઉગવામાં ઘણો લાંબો સમય લઈ લે છે. અને ઘણા લોકો એ ભૂલ કરી બેસે છે કે તેને જલ્દી ઉગાડવા માટે પાણી, ખાતર, ખુબ જ વધુ નાખી દે છે. મરચાના છોડને પાણી, માટી અને સુરજના તડકાની જરૂર હોય છે. પણ તેની કેટલી જરૂરત છે તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

આ છોડ ખુબ જ વધુ ઠંડી સહન નથી કરી શકતા. 4 થી 5 અઠવાડિયાની અંદર છોડની ઉપરથી ટ્રીમિંગ કરવી જરૂરી છે. તેનાથી છોડ લાંબો થવા પર નહી પણ ગ્રો કરવા પર ધ્યાન આપે છે. આ છોડ ખુબ સખ્ત તડકામાં કરમાઈ જાય છે આથી તેને એવી જગ્યા પર રાખવા જોઈએ જ્યાં છોડ 2 થી 4 કલાકથી વધુ તડકો ન રહે. મરચાના છોડની માટી સૂકાયેલ ન હોવી જોઈએ. પણ દરરોજ પાણી પાવું એ પણ નુકશાન કરે છે.મરચાના છોડમાં 3 થી 4 દિવસમાં એક વખત પાણી નાખવું જોઈએ અને ધ્યાન રાખો કે એક સાથે વધુ પાણી આપીને તેને 3 થી 4 દિવસ એમ જ છોડી દો. આ છોડની માટીને જામવા ન દો. તેને સમય સમય પર ખેડતા કરતા રહો. માટીમાં પોટેશિયમની માત્રા વધુ હોવી જોઈએ. ત્યારે જ આ છોડ સારી રીતે ઉગી શકશે. સુકાયેલ બીજને એક દિવસ માટે ટીશું પેપરમાં લપેટીને તેમાં પાણી સ્પ્રે કરતા રહો, ભીના બીજને તરત જ ઉગાવી શકાય છે.

આમ તમારા મરચાના છોડ આ ટીપ્સની મદદથી જલ્દી ઉગી જાય છે. આ ટીપ્સ તમને ખુબ ઉપયોગી નીવડશે. અને તમારો અનુભવ પણ વધે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!