ઈન્સ્ટન્ટ ૫ મીનીટમાં જ બનાવો રવાની આ બે બેસ્ટ વાનગી, રવા ટોસ્ટ અને રવા વડા… ગમે તો શેર જરૂર કરજો.

🍲 રવાની ઇનસ્ટંટ વાનગી ફટાફટ ૫ મીનીટમાં બની જશે આ બેસ્ટ વાનગી. 🍲

Image Source :

આપણા ગુજરાતી લોકો માટે સવારનો નાસ્તો ખુબ જ મહત્વનો હોય છે. અને સવારે નાસ્તામાં શું બનાવવું તે ખુબ જ વિચરવું પડે છે. પરંતુ આજે અમે તમારી  સમસ્યામાં સ્વાદિષ્ટ તેમજ સરળ રવાની વાનગી લાવ્યા છીએ. જેનો સ્વાદ લગભગ બધાને મનપસંદ હોય છે.

Image Source :

🍞 રવા ટોસ્ટ 🍞

રવા ટોસ્ટ બનાવવા માટે લાગશે માત્ર 5 મિનીટ.

🍞 બ્રેડ – ૩ થી 4 પીસ,

🍞 રવો – 2 મોટી ચમચી,

🍞 દૂધ – એક કપ,

🍞 કસ્ટર્ડ પાવડર – 1 ચમચી,

Image Source :

🍞 ખાંડ – 2 મોટી ચમચી,

🍞 ઘી – ચમચી,

🍞 એલચી પાવડર – અડધી ચમચી,

🍲  બનાવવાની રીત  🍲

🍲 સૌથી પહેલા રવો ધીમા તાપે આછા લાલ રંગનો શેકો.

🍲 શેકેલા રવાને એક વાટકામાં કાઢી લો. હવે તેમાં દળેલી ખાંડ અને દૂધ નાખી મિક્સ કરી લો.

Image Source :

🍲 તેમાં એલચી પાવડર નાખી તેને બરાબર રીતે મિક્સ કરો.

🍲 એક બ્રેડનો ટુકડો લો તેને રવા અને દુધના મિશ્રણમાં લપેટો ત્યાર બાદ તેને ગરમ નોન સ્ટીક પેનમાં નાખો અને અને એક ચમચી ઘી માં ધીમા તાપે શેકો.

🍲 ત્યાર બાદ તે બ્રેડને બીજી બાજુ શેકી લો. બધી બ્રેડ સારી રીતે શેકી લો.

🍲  તૈયાર છે ક્રિસ્પી એન્ડ ટેસ્ટી રવા ટોસ્ટ.

Image Source :

🍚 રવાના વડા 🍚

– આવશ્યક સામગ્રી.

🍚 રવો – 2 કપ,

🍚  દહીં – 1 કપ,

🍚 કોથમીર – ૩ ચમચી જીણી સમારેલી,

🍚 આદુનો એક નાનો ટુકડો, જીણું સમારેલું,

Image Source :

🍚 લીલું મરચું ઝીણું સમારેલું,

🍚  મીઠું સ્વાદ અનુસાર,

🍚 બેકિંગ સોડા- અડધી ચમચી,

🍚 તેલ – વડાને તળવા માટે.

* બનાવવાની રીતે :

Image Source :

🍲 રવાના વડા બનાવવા માટે સૌથી પહેલા એક બેટર બનાવી લો. તેના માટે એક તપેલીમાં રવો અને દહીં બરાબર રીતે મિક્સ કરો.

🍲 ત્યાર બાદ તે મિશ્રણમાં આદુ, જીણા સમારેલા મરચા, મીઠું બધું મિકસ કરો.

🍲 મિશ્રણમાં થોડું પાણી ઉમેરી તેને 10 થી 15 મિનીટ ઢાંકીને રાખો.

🍲 10 મિનીટ પછી તેમાં કોથમીર અને બેકિંગ સોડા મિક્સ કરો. બેટર ઘાટું લાગે તો 1 ચમચી પાણી નાખો.

Image Source :

🍲 હવે એક કડાઈમાં તળવા માટે તેલ નાખી તેને ગરમ કરો.

🍲 તેલ બરાબર રીતે ગરમ થઇ જાય ત્યાર બાદ તાપ મધ્યમ કરી નાખો.

🍲 હવે હાથ થોડા પાણી લગાવી ભીના કરી લો. ચમચીથી બેટર હાથમાં લો અને તેને ગોળ કરી વચ્ચે અંગુઠાથી કાણું પાડી દો પછી વડાને તાલી નાખો.

🍲 તેને બરાબર રીતે બધી બાજુ તળી લો.

🍲 જ્યારે તે લાલ રંગના થઇ જાય ત્યારે પ્લેટમાં કાઢી લો અને તૈયાર છે રવાના વડા.

Image Source :

👱ભાઈઓ તથા 👱‍♀️બહેનો.

આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો. અમે તમારા નામની સાથે તે આર્ટીકલ પબ્લીશ કરીશું. અને તેના ટાઈટલ ફોટોમાં તમારું નામ હશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી ?

(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ 
Image Source :

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “સોશિયલ ગુજરાતી ”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.
www.facebook.com/gujaratdayro

મિત્રોઆર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ

Image Source: Google

 

Leave a Comment