સૌથી મોટી ખુશખબરી, સરકારનો નવો પ્લાન. 8 કલાકથી વધુ કામ કરવા પર મળશે એક્સ્ટ્રા સેલેરી…

મિત્રો તમે જાણતા હો છો કે, કોઈ પણ સરકારી જગ્યા  પર જો કામ કરો છો, તો તમારે ત્યાં કામના 8 કલાક જેટલો સમય આપવો પડે છે. પણ ઘણી વખત આ 8 કલાક ઉપરાંત પણ વધારાની કલાક કામ કરવું પડે છે. પણ તેની એક્સ્ટ્રા સેલેરી નથી મળતી. જો કે તમારી સેલેરી 8 કલાકના હિસાબે જ થતી હોય છે. પણ સરકાર હાલ આ વિશે વિચારી રહી છે કે, વધુ કલાક કામ કરવા પર તેની એક્સ્ટ્રા સેલેરી આપવામાં આવે. ચાલો તો આ નવા પ્લાન વિશે જાણી લઈએ.

હાલ જાણવા મળતી માહિતી મુજબ સરકાર 8 કલાકથી વધુ કામ કરવા પર હવે કર્મચારીઓને ઓવરટાઈમ આપવાની તૈયારીમાં છે. સરકાર હવે નવા શ્રમ કાનુનને લઈને નવો પ્લાન કરવાની તૈયારીમાં છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર સરકાર કામની કલાકોને સીમિત કરવાની તૈયારીમાં છે. આ સાથે જ તે જો વધુ કામ કરાવવામાં આવે તો તે માટે ઓવરટાઈમના હિસાબે ભુગતાન કરવું પડશે. હાલ તો સ્ટેડર્ડ નિયમ 8 કલાકનો છે અને તેના આધારે જ સેલેરી થાય છે.

તમને જણાવી દઈએ કે, 2019 માં સરકારે નવો વેતન કોડ પાસ કર્યો હતો. જેમાં કામની કલાકોને લઈને કહેવામાં આવ્યું છે કે, 8 કલાક અથવા 12-12 કલાક રહેશે. ત્યારે જ તેને લઈને ભ્રમ ઉભો થયો હતો. એક ખોટી ધારણા હતી કે નવા શ્રમ કાનુન 12 કર્મચારીઓને કામ કરવાની રજા આપે છે. આ ખોટી ધારણાને દુર કરવા માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે.15 થી 30 મિનીટ એક્સ્ટ્રા કામને ઓવરટાઈમ માનવામાં આવશે : ફેક્ટરી એક્ટ અંદર કંપનીઓ પોતાને ત્યાં કામ કરતા લોકો પાસેથી વધુ કામ કરાવે છે. પણ તેમને ઓવરટાઈમ નથી આપતી. કારણ કે હાલની સ્થિતિને જોતા જો કોઈ લેબર પોતાના કામની કલાકો બાદ 30 મિનીટથી ઓછો સમય આપે છે તો તેને ઓવરટાઈમ નહિ માનવામાં આવે. પણ નવા શ્રમ નિયમો અનુસાર હવે 15 થી 30 મિનીટનો સમય ઓવરટાઈમ માનવામાં આવશે.

આ એક્ટ નીચે પ્રાવધાન : ગયા વર્ષે ઓગસ્ટમાં કોડ ઓન વેજેસ, 2019 પાસ કરવામાં આવ્યો. જેને 1 એપ્રિલ 2021 થી લાગુ પડવાની સંભાવના છે. આ મજૂરી અને બોનસ સંબંધિત ચાર કાનુન (મજૂરી અધિનિયમ ભુગતાન 1936 ન્યૂનતમ મજૂરી અધિનિયમ 1948, ભુગતાન બોનસ અધિનિયમ 1965 અને સમાન પારિશ્રમિક અધિનિયમ 1976) ને સામેલ કરે છે. આ કોડમાં ભારતમાં બધા જ શ્રમિકોને મજુરીના ન્યૂનતમ અને સમય પર ભુગતાન માટે પ્રાવધાન કરવામાં આવ્યું છે. આમાં કેન્દ્ર સરકાર દ્વારા શ્રમિકોના ન્યૂનતમ જીવન સ્તરને ધ્યાનમાં રાખતા નિશ્ચિત કરવામાં આવી છે.કેવી રીતે નક્કી થાય છે ન્યૂનતમ વેતન : નવેમ્બરમાં પ્રસ્તુત ડ્રાફ્ટ અનુસાર ન્યૂનતમ વેતન ભૌગોલિક આધારે કરવામાં આવે છે. જેના માટે ત્રણ કેટેગરી હોય છે. મહાનગર, નોન મેટ્રો સીટી, અને ગ્રામીણ વિસ્તાર. જો કે વેતનની ગણનાની રીતમાં કોઈ અંતર નથી. આ ક્રાઈટીરિયા નીચે દરરોજ કેલેરી ઇન્ટેક 2700, 4 સદસ્ય વાળા પરિવાર માટે 66 મીટર કપડા, ખોરાક અને કપડા પર ખર્ચના 10% ભાગ, મકાનનું ભાડું, યુટીલીટી પર ન્યુનતમ વેતન ના 20% ખર્ચ અને શિક્ષા પર 25% ખર્ચનો હિસાબ થશે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment