15 ઓક્ટોબરથી મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ જોવા માટે તમારે ધ્યાન રાખવું પડશે આ 4 નિયમોનું ! નહિ તો પછ્તાવું પડશે.

કોરોના મહામારીના કારણે માર્ચથી બંધ રહેલા મલ્ટીપ્લેક્સ અને સિનેમા હોલને કેટલાક નિર્દેશોની સાથે લોકો માટે 15 ઓક્ટોબરથી ખોલવાની અનુમતિ આપી છે. પરંતુ તે અનુમતિ સાથે અમુક ખાસ બાબતોનો ખ્યાલ રાખવો પડશે. જેમાં સરકારે ખાસ ચાર નિયમોનું પાલન કરવા જણાવ્યું છે. જેના વિશે આજે અમે તમને આ લેખમાં જણાવશું. મલ્ટીપ્લેક્સ કે સિનેમા હોલમાં જતા પહેલા ગ્રાહકોએ પણ આ નિયમો જાણી લેવા જોઈએ. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

પહેલો નિર્દેશ : સરકારે 15 ઓક્ટોબરથી કન્ટેનમેંટ ઝોનના વિસ્તારને બાદ કરીને બાકી વિસ્તારોમાં 50% સીટો સાથે મલ્ટીપ્લેક્સ અને સિનેમા હોલને ખોલવાની અનુમતિ આપી છે. સરકારની ગાઈડલાઈન્સ પ્રમાણે માત્ર 50% સીટો માટે જ બુકિંગ કરવામાં આવશે. બે લોકોની વચ્ચે એક સીટ ખાલી રહેશે અને સીટ પર માર્ક લગાવવું જરૂરી રહેશે તેથી તેના પર કોઈ બેસી ન શકે.

બીજો નિર્દેશ : મૂવી શરૂ થયા પહેલા અને બાદમાં અને ઈન્ટરવલની પહેલા અને બાદમાં કોરોના અવેરનેસ પર 1 મિનીટનો પ્રોગ્રામ બતાવવો જરૂરી રહેશે. સિનેમા હોલની અંદર કોઈ ડિલીવરી થશે નહિ અને બહારનું પેક્ડ ફૂડ જ મળશે. મૂવી પૂરું થયા પછી આખા હોલને સેનેટાઈઝ કરવું આવશ્યક હશે.ત્રીજો નિર્દેશ : હોલની બહાર ફિઝિકલ ડિસ્ટન્સ બનાવી રાખવા માટે 6-6 ફૂટની દુરીના નિશાન બનાવવામાં આવશે. મલ્ટીપ્લેક્સ અને સિનેમા હોલમાં લોકોએ સંક્રમણથી કેવી રીતે  બચવું જોઈએ તે કહેવાની વ્યવસ્થા કરાવી પડશે. એન્ટ્રી-એગ્જિટ પોઈન્ટ અને કોમન વિસ્તારમાં સેનીટાઈઝરની વ્યવસ્થા કરવી પડશે.

ચોથો નિર્દેશ : દર્શકો માટે પણ સરકારે કેટલાક ખાસ નિર્દેશ જારી કર્યા છે. જેમાં દર્શકને એન્ટ્રીના સમયે કોન્ટ્રેક્ટ ટ્રેસિંગ માટે તેનો કોન્ટેક નંબર આપવો પડશે. તેના સિવાય માસ્ક પહેરવું અનિવાર્ય રહેશે. જેમાં કોરોનાના લક્ષણ ન હોય તેને જ એન્ટ્રી મળશે. કોરોના ગાઈડલાઈન્સને ફોલો કરવી જરૂરી રહેશે, નહિ તો કડક કાર્યવાહી શકે છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google 

Leave a Comment