પીએમ મોદી અને રાષ્ટ્રપતિ માટે અમેરિકાથી આવ્યું શાનદાર VVIP વિમાન, ભારતના એક પણ વિમાન નહિ હોય આવી સુવિધા.

દિલ્લીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અમેરિકાથી 1 ઓક્ટોબરના રોજ પહેલું ખુબ જ ખાસ કસ્ટમ મેડ બોઈંગ 777 એરક્રાફ્ટ લેન્ડ થયું છે. આ વિમાન એટલા માટે ખાસ છે કારણ કે આ વિમાન પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ઉડાન માટે ઉપયોગમાં લેવામાં આવશે. આવા બે વિમાન બનાવવામાં આવ્યા છે જેમાં પહેલું ભારત પહોંચી ચુક્યું છે. આ વિમાનની ક્ષમતાનો અંદાજો એવી રીતે લગાવી શકાય કે, આ વિમાન ભારતથી અમેરિકા સુધી કોઈ પણ જગ્યા પર હોલ્ડ કર્યા વગર જ, એટલે કે બીજી વાર ઇંધણ ભર્યા વગર જ લાંબી ઉડાન ભરી શકે છે. તો ચાલો જાણીએ આ વિમાનની વિશેષતાઓ વિશે.

વી.વી.આઈ.પી. એયરક્રાફ્ટ એર ઇન્ડિયા વિમાનમાં એડવાન્સ કોમ્યુનિકેશન સિસ્ટમ રહેલી છે, જેની મદદથી ઉડાનના સમયે અને ઉડાન દરમિયાન ઓડિયો અને વિડીયો કોમ્યુનિકેશન થશે એ પણ હેકિંગની શંકા વિના. આ વિમાનોની ડીલને લઈને રક્ષા મંત્રાલયેને કહેવામાં આવ્યું છે કે, તેનાથી દક્ષિણ એશિયાઈ ક્ષેત્રમાં ડિફેન્સમાં સંતુલન બની રહે, તેનાથી કોઈ પણ નિયમને નુકસાન નહિ પહોંચે.

આ વિશેષ વિમાન B777 માં અતિશય કુશળ ડિફેન્સ સિસ્ટમ રહેલી છે, જેને લાર્જ એરક્રાફ્ટ ઇન્ફ્રોડ કાઉન્ટરમેજર્સ (LAIRCM) અને સેલ્ફ પ્રોટેકશન સૂઈટસ (SPS) ના નામથી ઓળખાય છે. આ સિસ્ટમ દ્વારા મૈન પોર્ટેબલ મિસઈલો પણ આ વિમાન પર કોઈ અસર કરી શકશે નહિ અને વોર્નિગ સિસ્ટમ અતિશય કુશળ અને મજબુત થઈ જાય છે. મિસાઈલો માટે જૈમિંગ સિસ્ટમ પણ આ વિમાનોમાં રહેલી છે. આ વી.વી.આઈ.પી. વિમાનમાં મિસાઈલની ચેતવણી આપવા વાળા સેન્સર, લેઝર ટ્રાન્સમીટર એસેમ્બલી અને એડવાન્સ ડિફેન્સ ઇલેક્ટ્રોનિક વિસ્ફોટક સૂઈટસ જેવી ઉચ્ચ ટેકનીકોની પૂરી વ્યવસ્થા છે. અમેરિકાએ ભારતની સાથે ટેકનીક શેરિંગ કરાર હેઠળ આ વિમાન ભારતને વહેંચ્યા છે અને દાવો કરવામાં આવ્યો છે કે, આ વિમાન સુરક્ષાના હેતુથી અમેરિકી રાષ્ટ્રપતિના વિમાનોની જેવા છે.

સ્ટેટ ઓફ ધ આર્ટ ટેકનીકના હેઠળ પૂરું સુરક્ષાત્મક વ્યવસ્થાથી સજ્જ આ વિમાનનો માલિકી ભારતીય વાયુ સેના પાસે છે અને મિલેટ્રી ક્લાસીફિકેશન પણ છે. પહેલા, પી.એમ.નું બોઇંગ 747 ને એર ઇન્ડિયાના પાયલોટ ઉડાડતા હતા, પરંતુ હવે આ ખાસ વિમાનને વાયુ સેનાના પાયલોટ ઉડાવશે. વાયુ સેનામાં આ વિમાનોનોને સિરીઝમાં રજિસ્ટર કરવામાં આવશે, જેમાં મિલેટ્રીના વિમાન હોય છે.આ મોડીફાઈડ વિમાન પર હિન્દીમાં ભારત અને અંગ્રેજીમાં ઇન્ડિયા લખેલું છે. અશોક ચક્રની સાથે જ વિમાન પર તિરંગાનું ચિત્રણ પણ કરવામાં આવ્યું છે. વિમાનની અંદર ઓનબોર્ડ તમામ સુવિધાઓ, મિટિંગ રૂમ, પ્રેસ બ્રીફ્રિંગ રૂમ, સુરક્ષિત વિડીયો ટેલીફોની અને સાઉન્ડપ્રૂફ વ્યવસ્થાઓની સાથે ફાઈવ સ્ટાર સુવિધાઓ પણ છે. આ વિમાનની સ્પીડ લગભગ 900 કિલોમીટર પ્રતિકલાક સુધી છે.

Leave a Comment