Vodafone-Idea માત્ર 51 રૂપિયાના રિચાર્જમાં આપી રહ્યું છે જિંદગીની ભેટ. લાઈફ ઇન્શ્યોરન્સમાં મળશે આટલા રૂપિયાનું કવર…. 

આખી દુનિયામાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. લોકો તેનાથી બચવા ઘણા ઉપાય કરી રહ્યા છે. તેવામાં લોકોને સૌથી વધુ હેલ્થ ઇન્શ્યોરન્સ પોલીસી પર ફોકસ છે. ખાસ વાત તો એ છે કે, ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા(Vodafone Idea – Vi) મોબાઈલ રિચાર્જ કરવા પર હેલ્થ ઇન્શ્યોરન્સનો ફાયદો આપી રહી છે.

કંપનીએ આ રિચાર્જ પ્લાનમાં માત્ર 51 રૂપિયા અને 301 રૂપિયાનું રિચાર્જ કરાવવા પર કોરોના વાયરસ મહામારી જેવી તમામ અન્ય બીમારીઓ પર કવર મળી રહ્યું છે. વોડાફોન-આઈડિયા એ પોતાના યુઝર્સને હેલ્થ ઇન્શ્યોરન્સનો લાભ આપવા માટે આદિત્ય બિરલા હેલ્થ ઇન્શ્યોરન્સ (Aditya Birla Health Insurance – ABHI) ની સાથે પાર્ટનરશીપ કરી છે.

કંપની આ પ્લાન હેઠળ હોસ્પિટલમાં ભરતી થવા પર એક દિવસના 1000 રૂપિયા સુધી આપી રહી છે. જેમાં કોરોના વાયરસ જેવી મહામારી પણ શામિલ છે. તેમજ ICU ટ્રીટમેન્ટ માટે પ્રતિદિન 2000 રૂપિયા આપશે.

વીઆઈ હોસ્પિકેર (Vi Hospicare) સ્કીમ હેઠળ કંપની ગ્રાહકોને 51 રૂપિયા અને 301 રૂપિયાના રિચાર્જ પર હેલ્થ ઇન્શ્યોરન્સ ફ્રી માં આપી રહી છે. તેમાં નવી ઓફર અનુસાર બંને કંપનીઓએ મોટાપાયે તેના પર લોકોને હેલ્થ ઇન્શ્યોરન્સ કવર ઓફર કરવાની યોજના બનાવી રહી છે, જે અત્યાર સુધી કોઈ ઇન્શ્યોરન્સ પ્લાનનો હિસ્સો નથી બન્યો.

વોડાફોન આઈડિયાના પ્રીપેડ યુઝર્સને Vi Hospicare સ્કીમ હેઠળ હોસ્પિટલમાં ભરતી થવા પર કવર ઓફર કરવામાં આવે છે. યુઝર્સને 24 કલાકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવે તો દરરોજ તેને 1000 રૂપિયા સુધીની રકમ કંપની આપશે. ICU ટ્રીટમેન્ટ માટે દરરોજના 2000 રૂપિયા સુધીનું કવર મળે છે.

Vodafone Idea 51 રૂપિયા અને 301 રૂપિયા પ્લાનના ફાયદા : તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, કંપનીના 51 વાળા રિચાર્જમાં મારે SMS આપવામાં આવે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસો સુધીની છે. સાથે જ તેમાં ગ્રાહકોને 500 SMS પણ ફ્રી મળતા હતા. અન્ય લાભ તરીકે હોસ્પિકેર (Hospicare) ની સુવિધા મળે છે.

તેમજ 301 રૂપિયા વાળા રિચાર્જમાં કંપની એક અનલિમિટેડ પેક ઓફર કરી રહી છે. તેમાં ગ્રાહકોને બધા જ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ, રોજ 1.5 GB ડેટા, દરરોજ 100 SMS ફ્રી આપવામાં આવી રહ્યા છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસો સુધીની છે.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી.

Leave a Comment