Breaking News : વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું, કહ્યું હું ભાજપનો..

ગુજરાતમાં બહુ મોટી રાજકીય ઉલટફેર થઈ. હાલમાં જ શનિવારના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યું હતું કે હું ભાજપનો હું આભાર વ્યક્ત કરું છું. વિજય રૂપાણીએ થોડા સમય પહેલા જ રાજ્યપાલ સાથે મુલાકાત કરી અને તેને પોતાનું રાજીનામું આપી દીધું હતું. તેની સાથે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ રાજ્યપાલ પાસે ગયા હતા.

ગુજરાતમાં 2022 માં આવનારા વર્ષમાં ડિસેમ્બર મહિનામાં વિધાનસભા ચૂંટણી થવાની છે. એ પહેલા જ વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે, જેને ખુબ જ અહમ મુદ્દો માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, વિજય રૂપાણી મુખ્યમંત્રી તરીકે શનિવારના રોજ થયેલા એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે હતા.

જો કે આ કાર્યક્રમ વર્ચ્યુઅલ તરીકે હાજર ન હતા, પરંતુ પીએમ મોદી, વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ વગેરે કાર્યક્રમમાં હાજર હતા. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદીએ સરદારધામ ભવનનું લોકાર્પણ કર્યું હતું.

સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે, હવે નવા નેતૃત્વ સાથે બીજેપી ગુજરાતમાં આગળની ચૂંટણી લડવા જઈ રહ્યું છે. છેલ્લા થોડા મહિનાથી આમ આદમી પાર્ટી પણ રાજ્યમાં બીજેપીને કડી ટક્કર આપી રહી છે. કોરોના વાયરસની બીજી લહેર સહિત ઘણા મુદ્દાઓ આમ આદમી પાર્ટીએ જોર-શોરથી રૂપાણી સરકારને ઘેરી લીધી હતી. જો કે કોંગ્રેસે પણ છેલ્લી ચુંટણીમાં ગુજરાતમાં સારું પ્રદર્શન કરતો હતો. ત્યાર પછી જ કોંગ્રેસ કાર્યકર્તા પણ લગાતાર ગુજરાતમાં સક્રિય થઈને મુદ્દો ઉઠાવ્યો હતો.

વિજય રૂપાણી બાદ નવા મુખ્યમંત્રી કોણ બનશે, તેના વિશે હજુ કોઈ અટકળો સામે આવી નથી. તમને જણાવી દઈએ કે, અમુક વર્ષોને છોડીને વર્ષ 1995 થી જ ગુજરાત મોટાભાગે બીજેપી સરકાર જ રહી છે. વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ લાંબા સમય સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા.

છેલ્લા અમુક મહિનામાં બીજેપીએ અમુક રાજ્યોના મુખ્યમંત્રીને બદલ્યા છે. પહેલા બે વાર ઉત્તરાખંડના મુખ્યમંત્રીઓને બદલ્યા, જો કે હાલમાં જ કર્ણાટકના મુખ્યમંત્રી પદથી યદીયુરપ્પાને પણ જવું પડ્યું હતું. ઉત્તરખંડમાં તિર્થ સિંહ રાવતને મુખ્યમંત્રી પદથી હટાવીને બીજેપીના કેન્દ્રીય નેતૃત્વ એ પુષ્કર સિંહ ધામીને નવો મુખ્યમંત્રી બનાવ્યો હતો.

ઉત્તરાખંડમાં પણ આગળના વર્ષથી જ વિધાનસભા ચુંટણી થવાની છે. તેમજ કર્ણાટકમાં પાર્ટીએ યદીયુરપ્પાની જગ્યાએ બસવરાજ બોમ્મઈને મુખ્યમંત્રી પદની જવાબદારી આપી હતી. હવે જોવાનું એ રહ્યું કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પદે કોણ આવશે…

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment