આ દેશ જાહેર કરશે 1 લાખ રૂપિયાની નોટ ! આપણા દેશના રૂપિયા પાસે પાંચિયું પણ નથી આવતું.

મિત્રો વેનેઝુએલા એક સમયે સૌથી અમીર દેશ હતો. પરંતુ આજે આ દેશની કરન્સીની કિંમત પસ્તી સમાન થઈ ગઈ છે. મોંઘવારીનો દર એટલો વધુ છે કે, લોકો એક કપ ચા અથવા કોફી પીવા માટે પણ બેગ ભરીને નોટો લઈને જઈ રહ્યા છે. હવે આ મુશ્કેલીને દુર કરવા માટે વેનેઝુએલાની સરકારે ફરી એકવાર મોટી નોટ જારી કરવા જઈ રહી છે. બ્લૂમબર્ગની રિપોર્ટ મુજબ, કેશની તંગીને લઈને વેનેઝુએલા બેંક નોટ પેપર પણ બહારથી મંગાવી રહ્યા છે.

વેનેઝુએલા અત્યાર સુધી એક ઇટાલિયન કંપની પાસેથી 71 ટન સિક્યોરિટી પેપર ખરીદી લીધા છે. વેનેઝુએલાની કેન્દ્રીય બેંક હવે 1,00,000 બોલીવરની નોટ જારી કરવા જઈ રહી છે. આ અત્યાર સુધીના સૌથી મોટા મૂલ્યની નોટ હશે. જો કે, એક લાખ બોલીવરની નોટની કિંમત ફક્ત 0.23 ડોલર જ રહેશે. વેનેઝુએલામાં ગયા વર્ષે મોંઘવારીનો દર એક અનુમાનના પ્રમાણે 2400% હતી. તેની પહેલા પણ, વેનેઝુએલાની સરકારે 50,000 બોલીવરની નોટ પણ છાપી હતી. હવે વેનેઝુએલા તેનાથી પણ મોટી નોટને લાવવાની તૈયારી કરી રહી છે.

વેનેઝુએલાની અર્થવ્યવસ્થા લગાતાર દર સાત વર્ષે મંદીનો સામનો કરી રહી છે. આ વર્ષે કોરોના મહામારી અને તેલથી થવા વાળી આવકની અછતના કારણે વેનેઝુએલાની અર્થવ્યવસ્થા 20% સુધી સંકોચાય શકે છે. કરન્સીને સ્થિર કરવા માટે સરકારે તેની નોટોના જીરો ઓછા કરી દીધા હતા પરંતુ બધી કોશિશો નાકામ રહી હતી. વેનેઝુએલાના તમામ લોકો હવે અમેરિકી ડોલરની ચુકવણી કરી રહ્યા છે. વર્ષ 2017 થી વેનેઝુએલામાં મોંઘવારી વધી રહી છે. મોટા ભાગના લોકો જરૂરી સામાન પણ ખરીદી શકતા નથી.4 અંકોની મોંઘવારીના કારણે વેનેઝુએલાની મુદ્રાની હવે કોઈ કિંમત રહી નથી. ઉપભોક્તાઓને પ્લાસ્ટિક અથવા ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર કરવા માટે મજબુર થઈ ગયા છે અથવા તો પછી તેઓ ડોલર તરફ વળી રહ્યા છે. પરંતુ બસો સહીત અનેક સુવિધાઓ માટે બોલીવર્સમાં ચુકવણી કરવી જરૂરી છે. વેનેઝુએલામાં મોંઘવારીનું એ કારણ છે કે, એક કિલો મીટ માટે લાખો બોલીવર ચુકવવા પડે છે. ગરીબી અને ભૂખમરાથી બચવા માટે લગભગ 30 લોકો વેનેઝુએલા છોડીને બ્રાઝિલ, ચીલી, કોલંબિયા, એક્વાડોર અને પેરુ જેવા દેશોમાં જઈને વસી રહ્યા છે.

33 વર્ષીય રિનાલ્ડો રિવેરાએ પણ તેની પત્ની અને તેના 18 મહિનાના દીકરાને લઈને વેનેઝુએલા છોડીને ચાલ્યા ગયા છે. તેઓએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, વેનેઝુએલામાં તમે એક મહિનો કામ કરો ત્યારે ફક્ત બે દિવસનું ભોજન મળે છે. આ જીવવાનો અને મારવાનો સવાલ હતો, અથવા તો અમે દેશ છોડીએ અથવા તો અમારે ભૂખ્યા મરવું પડે.

2014 માં આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમત ઘટ્યા પછી વેનેઝુએલા સહીત અનેક દેશો તેનાથી પ્રભાવિત થયા હતા. વેનેઝુએલાના કુલ નિકાસમાં તેલનો 96% હિસ્સો રહ્યો છે. 4 વર્ષ પહેલા તેલની કિંમત ગયા 30 વર્ષના સૌથી નીચા સ્તર પર આવી ગઈ છે. આર્થિક સંકટના કારણે સરકાર લગાતાર નોટ છપાતી રહે છે. જેનાથી હાઇપર મોંઘવારીની સ્થિતિ પેદા થઈ ગઈ છે અને ત્યાંની મુદ્રા બોલીવરની કિંમત લગાતાર ઘટતી રહે છે. વેનેઝુએલાના મુદરોના આલોચકોનું કહેવું છે કે, બે દશકો સુધી મદુરોના શાસનકાળમાં ફેલાયેલી અવ્યવસ્થા અને ભ્રષ્ટાચારના કારણે આ દેશની હાલત આવી છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google 

Leave a Comment