આ દેશમાં 10 લાખ રૂપિયા બની જશે માત્ર 1 રૂપિયો, કરોડપતિઓ રાતોરાત બની ગયા કંગાળ. જાણો કેમ જીવે છે ત્યાંના લોકો…

તમને એવું જાણવા મળે કે, તમારા 10 લાખ રૂપિયા માત્ર 1 રૂપિયામાં બદલાઈ ગયા છે તો તમને કેવું થાય ? તેવું જ આજે વેનેઝુએલામાં રહેવા વાળા લોકોને થાય છે. આર્થિક તંગીમાં રહેતી ત્યાંની સરકારે કરન્સી બદલવાનો નિર્ણય કરતાં સ્થાનીય મુદ્રાને 10 લાખ રૂપિયાની કિંમત માત્ર એક બોલિવર કરવાનો નિર્ણય કર્યો છે.

1 ઓક્ટોમ્બરથી લાગુ પડશે આ નિર્ણય : દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં 1 ઓક્ટોમ્બરથી નવા ચલણ પરીવર્તન અમલમાં આવવા જઈ રહ્યા છે, જે બે-લગામ મોંઘવારી સામે લડી રહ્યા છે. આ અંતર્ગત હાલમાં 10 લાખ બોલિવરની કિંમત માત્ર 1 બોલિવર જ રહેશે. તેથી વેનેઝુએલાએ ડિજિટલ સિક્કા અનામત પર આધારિત ક્રિસ્ટોકરન્સી ક્રાંતિ દ્વારા પરિસ્થિતીને સામાન્ય બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ ડિજિટલ ચલણ માર્ચ 2020 થી ચલણમાં છે.

100 બોલિવર સૌથી મોટી નોટ થશે : 10 લાખ બોલીવર નોટોને નાબૂદ કરવાનો નિર્ણય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલા ચલણ પરીવર્તનનો બીજો પ્રયોગ હશે. સંચાર મંત્રી ફ્રેડી નાનેજે કહ્યું કે, ‘દેશની સેન્ટ્રલ બેંક 5, 10, 20, 50 અને 100 બોલિવરનું અંકિત મૂલ્ય અને એક બોલિવર સિક્કાની સાથે નવી નોટનું ચલણ કરવામાં આવશે. નવી વ્યવસ્થામાં 100 બોલિવર સૌથી મોટી નોટ થશે અને તેની કિંમત અત્યારના 10 કરોડ બોલિવર જેટલી થશે.

6 વર્ષથી મંદી : વેનેઝુએલામાં આ મંદી લગભગ 6 વર્ષથી ચાલી રહી છે, તેના કારણથી વેનેઝુએલામાં આર્થિક સ્થિતિ નબળી ચાલી રહી છે. ખાદ્ય વસ્તુઓ મોંઘી થવા પર લોકોને સમસ્યાઓ થઈ રહી છે અને તે ગરીબીની સ્થિતિમાં આવી રહ્યા છે. અમેરિકાના ડોલરની કિંમત વધવાના કારણે ખાદ્ય પદાર્થની વસ્તુઓની કિંમત આકાશે પહોંચી ગઈ છે અને લાખો લોકો ગરીબ થઈ ગયા છે.

જીરો ઓછો કરવાનો એક્સપિરિયન્સ : છેલ્લા દશકમાં પણ આ વખતની સાથે મળતો ફેરફાર કરવામાં આવ્યો હતો, પરંતુ તેમાં વેનેઝુએલાની આર્થિક પરિસ્થિતીને બદલવાની કોશિશ ખુબ જ ઓછી કરવામાં આવી હતી. આ કારણથી જ આ સમયે પણ નોટોના પરીવર્તન પર લોકોને શંકા થઈ રહી છે. 2008 માં ભુતપૂર્વ રાષ્ટપતિ હુગો ચાવેજે બોલિવરમાંથી 3 જીરો દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. તેમના પહેલાના ઉત્તરાધિકારી નિકોલસ મદુરોએ 2018 માં પાંચ જીરો વાળી નોટો દૂર કરી.

5 લિટર પાણી કિંમત 74 લાખ : બ્લૂમબર્ગ રિપોર્ટ અનુસાર, સરકારના નિર્ણય પછીથી બજારમાં 10 લાખ બોલિવરની અછત સર્જાઈ છે. બીજી બાજુ વધતી જતી મોંઘવારીના કારણે, 5 લિટર પાણીની બોટલ ખરીદવા માટે 74 લાખ બોલિવરની જરૂર પડે છે. જે $ 1.84 ની બરાબર છે. તેનો અંદાજ વેનેઝુએલાની કથળતી આર્થિક સ્થિતિ પરથી લગાવી શકાય છે.

આમ પોતાની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેમજ ફુગાવાને કારણે ત્યાંની સરકારે આ નિર્ણય લીધો છે. પરંતુ આ નિર્ણયથી લોકોને ભારે આર્થિક તંગીનો સામનો કરવો પડશે. જે સ્વાભાવિક રૂપે મોંઘવારીના રૂપમાં દેખાય આવે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment