જીવન જરૂરિયાતની આ વસ્તુઓ થશે મોંઘીદાટ, 1 એપ્રિલ પછી ભાવમાં થશે ભારે ભરખમ વધારો… જાણો કંઈ કંઈ વસ્તુ પડશે મોંઘી….

મિત્રો બજેટ 2022 માં કરવામાં આવેલી અમુક જોગવાઈના કારણે 1 એપ્રિલથી ઉપભોક્તાઓ પર મોંઘવારીનો ભાર વધવાનો છે. 1 એપ્રિલથી TV, AC અને ફ્રિજ સહિત મોબાઈલ ચલાવવો મોંઘો પડી જવાનો છે. તો ચાલો જાણીએ વધુમાં માહિતી કે કંઈ કંઈ વધુઓ થશે મોંઘી.

ખરેખર તો આર્થિક મંત્રી નિર્મલા સીતારમણે આ વર્ષના ફેબ્રુઆરીમાં જાહેર કરેલ બજેટમાં ઘણા ઉત્પાદનો પર કસ્ટમ ડ્યુટી વધારી દીધી છે, જ્યારે અમુક વસ્તુઓમાં ઘટાડો પણ કર્યો છે. નવા ભાવ 1 થી લાગુ થવાના છે. જો કે જે કાચા માલ પર ભાવ વધારો કરવામાં આવ્યો છે, તેની સાથે જોડાયેલા ઉત્પાદનોની કિંમતોમાં નફો થવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે.

શા માટે થશે TV, AC અને ફ્રિજ મોંઘા : સરકારે 1 એપ્રિલથી એલ્યુમિનિયમના સાધનો તેનાથી તેના ઉપયોગથી બનતી વસ્તુ પર સરકારે 30% કસ્ટમ ડ્યુટી લગાવી દીધી છે. તેનો ઉપયોગ ટીવી, એસી અને ફ્રિજના હાર્ડવેર બનાવવામાં થાય છે. કાચા માલની સપ્લાઈ મોંઘી થવાના કારણે કંપનીઓના ઉત્પાદનના ખર્ચમાં વધારો થશે અને તેનો ભાર ઉપભોક્તા પર પડશે. આ સિવાય કમ્પ્રેસરમાં ઉપયોગ થતા પાર્ટ પર પણ કસ્ટમ ડ્યુટી વધારી દેવામાં આવી છે. જેના કારણે ફ્રિજનો ભાવ વધી જશે.

LED લેમ્પનો ભાવ : સરકારે LED લેમ્પ બનાવવામાં ઉપયોગ થતી સામગ્રી પર મૂળ સીમા ટેક્સ સાથે 6 % પ્રતીપૂર્ણ ટેક્સ વસુલવાની વાત કહી છે. 1 એપ્રિલથી તેનો પણ નવો નિયમ લાગુ પડે છે. જેનાથી LED લેમ્પ પણ મોંઘો થઈ જશે.

સરકારે ચાંદી પર આયાત ટેક્સમાં પણ બદલાવ કર્યો છે. જેનાથી 1 એપ્રિલ પછી ચાંદીના વાસણ અને તેનાથી બનતા ઉત્પાદન પણ મોંઘા થઈ જશે. આ સિવાય સ્ટીલનો સામાન પણ મોંઘો થશે. એટલે કે સ્ટીલના વાસણો પણ મોંઘા થઈ જશે.

મોબાઈલ વધારશે ખિસ્સાનો ખર્ચો : સરકારે મોબાઈલ ફોન બનાવવામાં ઉપયોગ થતા પ્રિન્ટેડ સર્કીટ બોર્ડ પર પણ કસ્ટમ ડ્યુટી વધારી દેવામાં આવી છે. એટલે કે બહારથી આ ઉત્પાદનોની આયાત હવે મોંઘી થઈ જશે, જેની અસર કંપનીઓના ઉત્પાદનો પર થશે. અમેરિકી ફર્મ Grant Thronton અનુસાર, સરકારના નિર્ણયની સીધી અસર ઉપભોક્તા પર પડશે અને મોબાઈલના ભાવમાં વધારો આવી શકે છે.

ટેલીકોમ કંપનીઓ પણ આપશે ઝટકો : જે ટેલીકોમ કંપનીઓ અત્યાર સુધી તેના ગ્રાહકોને ફ્રી અનલિમિટેડ ડેટા અને કોલિંગની સુવિધા આપી રહી હતી, તે 31 માર્ચથી આ સેવાઓને ખતમ કરી દેશે. તેવામાં 4g માર્કેટમાં વધતી સ્પર્ધાની વચ્ચે એવા ગ્રાહકોએ હવે કોઈ ટેરીફ પ્લાન પસંદ કરવો પડશે અને તેના પર મોબાઈલ ચલાવવાનો ખર્ચ પણ વધી જશે.

વાયરલેસ ઈયરબડ્સ અને હેડફોન થશે મોંઘા : સરકારે બજેટમાં વાયરલેસ ઈયરબડ્સમાં ઉપયોગ થતા અમુક ઉપકરણો પર કસ્ટમ ડ્યુટી વધારી દીધી છે, જેના કારણે તેનું ઉત્પાદન મોંઘુ થઈ જશે. એવું માનવામાં આવી રહ્યું છે કે એપ્રિલથી વાયરલેસ ઈયરબડ્સ બનાવતી કંપનીઓ પણ પોતાના ઉત્પાદનોના ભાવ વધારી શકે છે. આ સિવાય પ્રીમિયમ હેડફોનની આયાત પર પણ ટેક્સ વધી જશે જેના કારણે 1 એપ્રિલથી ગ્રાહકો માટે હેડફોન મોંઘા થઈ જશે.

આ વસ્તુઓ થઈ શકે છે સસ્તી : બજેટમાં સ્માર્ટફોન સાથે જોડાયેલા ઘણા ઉત્પાદનો પર કસ્ટમ ડ્યુટી ઓછી પણ કરવામાં આવી છે. જેમાં મોબાઈલ ચાર્જર, ટ્રાન્સફોર્મર, કેમેરા લેન્ડ મોડ્યુl જેવી આઈટમો પણ શામિલ છે. એક નવા ભાવ લાગુ થયા બાદ તેની સાથે જોડાયેલા ઉત્પાદનોની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે. સરકારે સ્માર્ટવોચ અને ફિટનેસ બેન્ડના અમુક પાર્ટસ પર પણ ઉત્પાદન ભાવ ઘટાડ્યા છે, જેનાથી એપ્રિલથી આ ઉત્પાદનો સસ્તા થશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment