દિવાળી પહેલા જ જાહેર થઈ શકે ત્રીજું રાહત પેકેજ ! આ ક્ષેત્રોમાં નોકરીઓ વધારવા પર રહેશે ફોકસ.

કેન્દ્ર સરકાર દિવાળી પહેલા જ ત્રીજા પ્રોત્સાહન પેકેજની ઘોષણા કરી શકે છે. જો કે, આ વખત સરકાર સીધા શહેરી રોજગાર યોજનાઓમાં પૈસા લગાવવાની જગ્યાએ તેની સાથે જોડાયેલી કંપનીઓમાં રોકાણ કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, સરકાર એ ઇન્ડસ્ટ્રીઓ માટે રાહત પેકેજ જારી કરી શકે છે, જેના પર કોરોના વાયરસ મહામારીનો ખુબ જ માર પડ્યો હોય.

આ પેકેજ હેઠળ સરકાર અર્બન પ્રોજેક્ટની સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને પણ પ્રોત્સાહન આપી શકે છે. તેમજ મોટાભાગે સેક્ટર માટે પ્રોડક્શન-લિન્ક્ડ-ઇન્સેન્ટીવ્સ (PLI) ને વિસ્તાર આપવામાં આવશે. એ સિવાય હોસ્પિટલો અને ટુરિઝમ ઇન્ડસ્ટ્રી માટે સીધી મદદ પણ આપવામાં આવી શકે.

સરકારી કંપનીઓમાં રોકાણથી પણ વધશે રોજગારની તકો ; કેન્દ્ર સરકાર કોરોના સંકટથી દેશની ખોરવાય ગયેલી અર્થવ્યવસ્થા માટે દરેક સંભવ કોશિશ કરી રહી છે. આ કડીમાં હાલ તો સરકાર ત્રીજા પ્રોત્સાહન પેકેજ પર કામ કરી રહી છે. આ પહેલા સરકારે માર્ચ 2020 ના અંતમાં લોકડાઉન શરૂ થયા બાદ પ્રોત્સાહન પેકેજનું એલાન કર્યું હતું. જો કે, સરકારે હવે શહેરી રોજગાર યોજનાના પ્રસ્તાવમાં રોકાણને ટાળી દેવામાં આવ્યું છે. આ મામલામાં પોલીસી મેકર્સનું કહેવું છે કે, શહેરી પરિયોજનાઓથી જોડાયેલ કેન્દ્ર અને રાજ્ય સરકારોની કંપનીઓમાં રોકાણથી પણ રોજગારની તકો વધશે. અલગથી સ્કીમમાં પૈસા લગાવવાની જરૂર નથી. સરકારે પેકેજ માટે પસંદ કરી 20 થી 25 પરિયોજનાઓ ; સરકારનું ફોકસ ટીયર-1 થી લઈને ટીયર-4 ની પરિયોજનાઓ પર થશે. આ પરિયોજનાઓમાં રોકાણ વધારીને રોજગારની નવી તકો ઉભી કરી શકાય. સરકારે આ વખત પ્રોત્સાહન પેકેજ માટે નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપલાઈનથી 20-25 પરિયોજનાને પસંદ કરી છે. તેમાં પુંજીનો ખર્ચ ખુબ જ તેજીથી વધારી શકાય છે. આ મામલાની જણકારી રાખનાર અધિકારીએ જણાવ્યું કે, નવી મુંબઈ અને ગ્રેટર નોઇડામાં બની રહેલું એરપોર્ટ પણ તેમાં શામિલ છે.

FM સીતારમણએ માંગ વધારવા માટે કર્યા ઘણા એલાન ; આર્થિક મંત્રી નિર્મલા સીતારમણે આ મહિનાની શરૂઆતમાં માંગ વધારવાને લઈને ઘણા મહત્વના એલાન કર્યા છે. કોરોના વાયરસનું સંક્રમણ શરૂ થયા બાદ સરકાર તરફથી આ ત્રીજું પેકેજ છે. માર્ચ 2020 માં સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના માટે 1.70 લાખ કરોડ ખર્ચ કરવાનું એલાન કર્યું હતું. તેનાથી સંકટના સમયમાં ગરીબોની મદદ કરી શકાય. ત્યાર બાદ મે 2020 માં 20.97 લાખ કરોડ રૂપિયાના પેકેજનું એલાન કર્યું હતું. હાલમાં આર્થિક મંત્રી સીતારમણે મોટી સરકારી કંપનીઓને પૂંજીગત ખર્ચ વધારવા અને ડિસેમ્બર 2020 સુધી 75% હિસ્સો ખર્ચ કરવા કહ્યું છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment