અંધ પતિ-પત્ની 4 વર્ષ જૂની 500-1000ની નોટ લઇને બેંક પહોંચ્યા..! નોટબંધી થઇ એ ખબર જ નહોતી.

ચાર વર્ષ પહેલા જ્યારે અચાનક જ સરકાર દ્વારા 500 અને 1000ની નોટબંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, ત્યારે ખુબ જ ભાગદોડ મચી ગઈ હતી. લોકો 1000 અને 500 ની નોટ બેંકમાં જમા કરવા તથા નવી નોટ લેવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહેતા હતા. જો કે આ પરિસ્થિતિનો પણ થોડા સમયમાં ઉકેલ આવ્યો હતો. પરંતુ ત્યાર બાદ ઘણા વ્યક્તિ પાસેથી 100 અને 500 ની નોટ મળી આવતી હતી. પરંતુ હવે નોટબંધીને 4 વર્ષ થઈ ગયા છે ને જો હવે ખબર પડે કે આપણે આટલા વર્ષ જે બચત કરી છે, તે ચલણ જ બંધ થઈ ચુક્યુ છે ? તો ઇરોડમાં રહેતા પતિ-પત્ની સાથે આવી જ એક ઘટના સામે આવી છે. તો ચાલો જાણીએ તેના વિશે વિગતે.

તામિલનાડુના ઇરોડ જિલ્લામાં અગરબત્તી વહેંચતા દ્રષ્ટિહિન જીવનસાથીને ત્યારે આશ્ચર્ય થયું જ્યારે તેઓને ખબર પડી કે તેમણે મહેનતથી કમાયેલા પૈસાથી તેઓ એ જે 24,000 રૂપિયા બચાવ્યા છે તે 4 વર્ષ પહેલાં નિરર્થક થઈ ગયા છે. આ ઘટના જાણ્યા બાદ જિલ્લા કલેક્ટર તેમને મદદ કરી હતી. કલેક્ટર સી.કથીરાવાને તેમના અંગત ભંડોળમાંથી 25,000 રૂપિયા આપીને તેમને મદદ કરી હતી. દ્રષ્ટિહિન પતિ અને પત્ની ઘણાં વર્ષોથી 1000 અને 500 ની નોટોની બચત કરતા હતા, જે નોટબંધી દરમિયાન ચલણમાંથી બહાર નીકળી ગઈ હતી.આ ઘટના ઇરોડ જિલ્લાના દૂરના પોથીયા મૂપનૂર ગામની છે. 58 વર્ષીએ સોમુએ દાવો કર્યો હતો કે, નવેમ્બર, 2016 માં શુક્રવારે જ્યારે તેઓ પોતાની બચત અને તેની પત્ની પલાનીમ્મલની બચત બેંકમાં જમા કરવા ગયા ત્યારે તેમને નોટબંધી વિશે ખબર પડી હતી. સોમુ અને તેની પત્નીએ નજીકના અંથિયુર અને આસપાસના વિસ્તારમાં દસ વર્ષથી વધુ સમય સુધી અગરબત્તિઓ અને કપૂર વહેંચીને આ બચત કરી હતી.

સોમુએ કહ્યું કે, દર અઠવાડિયે તે તેની સાથે રહેતી તેની માતાને કેટલાક પૈસા આપતો હતો, જે તે પોતાની પાસે સુરક્ષિત રાખતી હતી. તે નિયમિત અંતરાલોએ તેને 500 અથવા 1000 ની નોટોમાં કન્વર્ટ કરાવતો હતો. સોમુએ કહ્યું કે, અમને ત્રણેયને ખબર નથી કે 1000 અને 500 ની નોટો બંધ થઈ ગઈ છે.

સોમુએ કહ્યું કે, તેમણે તામિલનાડુના મુખ્યમંત્રી કે.પલાનીસ્વામીને એક મેમોરેન્ડમ મોકલીને તેમની મદદ માટે વિનંતી કરી છે. પરંતુ આ ઘટના સામે આવ્યા બાદ જિલ્લા કલેક્ટર જાતે જ આગળ આવીને તેમને મદદ કરી હતી. કલેક્ટર બેંક અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે, દ્રષ્ટિહિન દંપતીના પૈસા તેમના ચુકાદાના મૂલ્ય સાથે નોટબંધી હેઠળ લીડ બેંકમાં જમા કરાવો.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ તિરૂપુર જિલ્લામાંથી એક આવો જ કિસ્સો સામે આવ્યો હતો, જ્યાં બે વૃદ્ધ બહેનોને ખબર પડી કે તેમની આજીવન બચત 46 હજાર રૂપિયાની નોટમાંથી 1,000 અને 5૦૦ ની નોટો બંધ થઈ ગઈ છે.

Leave a Comment