ટ્રેનમાં બેસતા પહેલા જાણી લો આ નિયમો ! જો તોડ્યા તો પડી જશે મોંઘુ. દંડ સાથે જેલમાં પણ જવું પડે.

કોરોના સંકટ વચ્ચે ભારતીય રેલ્વે હવે એક પછી એક ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લઈ રહી છે. આ કડીમાં રેલ્વેએ તહેવારોમાં 392 સ્પેશિયલ શરૂ કરવાની ઘોષણા કરી છે. એક બાજુ રેલ્વેએ યાત્રી સુવિધાઓને ધ્યાનમાં રાખીને લગાતાર નિર્ણય લેવામાં આવી રહ્યા છે તો બીજી બાજુ કોરોના વાયરસથી લોકોને બચાવવા માટે ઘણા નિયમોનું પાલન પણ કરવામાં આવી રહ્યું છે. આ જ ક્રમમાં રેલ્વેએ તહેવારોમાં વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને યાત્રા માટેના સખ્ત નિયમો જારી કર્યા છે. તે સાથે જ સુચના આપી છે કે, કોઈ પણ વ્યક્તિ આ નિયમોનો ભંગ કરશે તો તેને જેલમાં જવું પડશે અને તે સાથે જ તેના પર દંડ પણ લાદવામાં આવી શકે છે.

RPF તહેવારોને ધ્યાનમાં રાખીને જારી કર્યા છે નિયમ : રેલ્વેએ કહ્યું છે કે, માસ્ક ન પહેરવું કોવિડ-19 થી જોડાયેલા પ્રોટોકોલનું પાલન ન કરવું અને તપાસમાં કોરોના પોઝિટીવ હોવા છતાં ટ્રેનમાં મુસાફરી કરનારા યાત્રિકો પર રેલ્વે અધિનિયમની વિભિન્ન ધારાઓમાં કેસ દર્જ કરવામાં આવી શકે છે. એટલું નહિ પરંતુ, તેના પર દંડ પણ લગાવવામાં આવી શકે. નિયમ તોડવા પર યાત્રિકને કેદની સજા પણ થઈ શકે છે.

રેલ્વે પોલીસ ફોર્સે તહેવારના મૌસમ માટે ખુબ જ કડક દિશાનિર્દેશ જારી કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, રેલ્વે પરિસરમાં માસ્ક ન પહેરવા પર અથવા યોગ્ય રીતે ન પહેરવા પર સખ્ત કાર્યવાહી કરશે. તેમજ લોકોને કહેવામાં આવ્યું છે કે, તેઓ સામાજિક દુરીના નિયમોનું પણ પાલન કરે.સાર્વજનિક જગ્યાઓ પર થૂંકવું અપરાધ માનવામાં આવશે : રેલ્વે પોલીસ ફોર્સના દિશાનિર્દેશ અનુસાર, જો કોઈ વ્યક્તિ સંક્રમિત છે તેવી જાણ થાય અથવા ટેસ્ટ રિપોર્ટ પોઝિટીવ હોવા દરમિયાન રેલ્વે ક્ષેત્રમાં આવવા અથવા ટ્રેનમાં સવારી કરવા અથવા સ્ટેશન પર હેલ્થ ટીમ તરફથી યાત્રાની મંજુરી ન આપવા છતાં જો એ ટ્રેનમાં સવારી કરે તો તેને જેલમાં પણ જવું પડે. આ સિવાય સાર્વજનિક જગ્યાઓ પર થૂંકવું પણ અપરાધ માનવામાં આવશે.

સ્ટેશન પરિસર અને ટ્રેનોમાં ગંદકી ફેલાવવા પર અને જનસ્વાસ્થ્ય અને સુરક્ષાને પ્રભાવિત કરવા વાળી ગતિવિધિઓ કરતા મળી આવતા સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. તેમજ રેલ્વે પ્રશાસન તરફથી કોરોના વાયરસ ફેલાતો રોકવા માટે જારી કોઈ દિશાનિર્દેશનું પાલન નહિ કરવા પર પણ સખ્ત કાર્યવાહી થશે.પાંચ વર્ષ સુધી કેદ અને દંડની થઈ શકે છે સજા : રેલ્વે પોલીસ ફોર્સે કહ્યું કે, કોરોના વાયરસના પ્રસારને વધારવા વાળી ગતિવિધિઓથી કોઈ વ્યક્તિની સુરક્ષાને ખતરો થઈ શકે છે. એટલા માટે સંબંધિત વ્યક્તિને રેલ્વે કાનુનની ધારા-145, 153 અને 154 હેઠળ સજા આપવામાં આવી શકે.

રેલ્વે અધિનિયમની ધારા-145 (નશામાં હોવું અથવા ઉપદ્રવ કરવો) તે હેઠળ એક મહિના સુધીની કેદ થઈ શકે છે તેમજ ધારા-153 (જાણીજોઈનેને યાત્રિકોની સુરક્ષાને ખતરામાં નાખવી) એ હેઠળ દંડ અને પાંચ વર્ષ સુધીની જેલ થઈ શકે. ધારા-154 (લાપરવાહીથી સહયાત્રીઓની સુરક્ષાને ખતરામાં નાખવી) એ હેઠળ એવ વર્ષ સુધીની જેલ અથવા દંડ બંનેનું પ્રાવધાન છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment