ગ્રાહકો માટે SBI બની દિલદાર, બેંક માં લાઈન માં ઉભા રઈ ને થતા આ કામ બેંક ખુદ ઘરે આવી ને કરી આપશે

જો તમારું ખાતું પણ દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંક (State Bank of India) માં હોય તો તમને બેંક તરફથી ઘરે બેઠા જ પૈસા ઉપાડવાની અને જમા કરવાની સુવિધા મળશે. આ સિવાય પણ બેંક ઘણા પ્રકારની સુવિધાઓ તમને ઘરે બેઠા જ આપી રહી છે. એટલે કે, આ બધા કામ માટે તમારે બેંક જવાની જરૂર નહિ પડે. ભારતીય સ્ટેટ બેંક તરફથી ગ્રાહકોને ડોરસ્ટેપ બેન્કિંગની સુવિધા આપવામાં આવે છે.

આ સુવિધામાં તમને બેંક તરફથી નોન ફાઇનાન્સિયલ સર્વિસ જેમ કે, ચેક, ડિમાંડ ડ્રાફ્ટ, પે ઓર્ડર વગેરેનું પિક અપ, એકાઉન્ટ સ્ટેટમેન્ટ રિક્વેસ્ટ, ટર્મ ડીપોઝીટ રસીદ ઘર પર જ પહોંચાડી દેવામાં આવે છે. તો ચાલો જાણીએ કંઈ કંઈ સુવિધાઓ સ્ટેટ બેંક ઘરે બેઠા આપશે.

SBI એ કર્યું ટ્વિટ : ભારતીય સ્ટેટ બેંકે ટ્વિટ કરીને આ વિષયમાં જાણકારી આપી છે. બેંકે કહ્યું કે, હવેથી તમને બેંક તમારા દ્વાર પર છે. આજથી જ ડોરસ્ટેપ બેન્કિંગ માટે રજિસ્ટર્ડ કરાવો અને ઘણી સુવિધાઓનો ફાયદો ઘરે બેઠા જ લો.

કેવી રીતે લઈ શકાય આ સુવિધાનો લાભ : બેંકની મોબાઈલ એપ્લિકેશન, વેબસાઈટ અથવા કોલ સેન્ટર દ્વારા ડોરસ્ટેપ બેન્કિંગ સર્વિસ માટે રજિસ્ટર્ડ કરી શકો છો. આ સિવાય કામકાજના દિવસોમાં ટોલ ફ્રી નંબર 1800111103 પર સવારે 9 વાગ્યાથી સાંજના 4 વાગ્યાની વચ્ચે કોલ કરી શકો છો. SBI ડોરસ્ટેપ બેન્કિંગ સર્વિસ વિશે વધુ માહિતી માટે ગ્રાહક https://bank.sbi/dsb પર વિઝીટ કરી શકે છે. ગ્રાહક પોતાની હોમ બ્રાંચમાં પણ સંપર્ક કરી શકે છે.

ક્યાં ગ્રાહકોને નહિ મળે ડોરસ્ટેપ બેન્કિંગનો ફાયદો : જે લોકોનું બેંકમાં જોઈન્ટ ખાતું હોય એ ગ્રાહકોને આ લાભ નહિ મળે. અવયસ્કોના ખાતા એટલે કે માઈનર એકાઉન્ટ હોય એવા લોકોને પણ આ સુવિધાનો લાભ નહિ મળે. ગેર-વ્યક્તિગત પ્રકૃતિ વાળા ખાતા હોય તેને પણ લાભ નહિ મળે.ઘરે બેઠા કેટલા કેશ માંગવી શકો : ભારતીય સ્ટેટ બેંકમાં મિનિમમ લિમીટ 1,000 રૂપિયા અને મેક્સિમમ લિમીટ 20,000 રૂપિયાની છે. કેશ વિડ્રોલ માટે રિક્વેસ્ટ પહેલા બેંક એકાઉન્ટમાં પર્યાપ્ત બેલેન્સ હોવું આવશ્યક છે. જો એ પ્રમાણે ન હોય તો ટ્રાન્ઝેક્શન કેન્સલ થઈ શકે છે.

શું છે ડોરસ્ટેપ બેન્કિંગ સર્વિસ : ડોરસ્ટેપ બેન્કિંગ સર્વિસ દ્વારા ગ્રાહકનો ચેક જમા કરવા, પૈસા ઉપાડવા અને જમા કરાવવા, જીવન પ્રમાણપત્ર લેવા જેવી ઘણી સુવિધાઓનો ઘરે બેઠા લાભ લઈ શકો છો. આ સર્વિસથી 70 વર્ષથી વધુ ઉંમરના વડીલો, દીવ્યંગો તેમજ અંધ લોકોને પોતાના ઘર પર જ બેન્કિંગ સેવાઓ પ્રાપ્ત કરાવવા મદદ મળશે. ડોરસ્ટેપ સર્વિસ અનુસાર બેંકના કોઈ કર્મચારી તમારા ઘરે આવશે અને તમારા કાગળ લઈને બેંકમાં જમા કરી દેશે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment