આવું અદ્દભુત હશે ભારતનું નવું સંસદ ભવન, પીએમ મોદી તેના ભાષણમાં કહી ખાસ તેની ખાસ વાતો….

મિત્રો જેમ કે તમે જાણો છો તેમ આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં નવા સંસદ ભવનના નિર્માણની વાત કહી છે. જે તેમના ભાષણ પરથી જાણી શકાય છે. શું તમે આ અંગે વધુ જાણવા માંગો છો તો આ લેખને એકવાર જરૂરથી વાંચો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભૂમિ પૂજન કરવાની સાથે નવા સંસદ ભવન આધારશીલા મૂકી દીધી છે. ચાર માળના નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય ભારતની સ્વતંત્રતાની 75 મી વર્ષગાંઠ સુધીમાં બની જાય તેવી સંભાવના છે. આ સિવાય તમને જણાવી દઈએ કે, વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ભૂમિ પૂજનનો કાર્યક્રમ આરંભ થયો હતો. અને પૂર્ણ થઈ ગયા પછી શુભ મુર્હુર્તમાં પ્રધાનમંત્રીએ પરંપરાગત વિધિવિધાન સાથે આધારશીલા મૂકી હતી. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, વિભિન્ન રાજનેતિક દળના નેતા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, સહીત ઘણા કેન્દ્રીય મંત્રી મોટી સંખ્યામાં સાંસદ અને ઘણા દેશના રાજદૂત આ ઐતિહાસિક અવસરના ભાગીદાર બન્યા હતા.

પ્રધાનમંત્રી મોદીના ભાષણની વાતો : આઝાદી સમયે કેવી રીતે એક લોકતાંત્રિક રાષ્ટ્રના રૂપે ભારતના અસ્તિત્વ પર શંકા કરવામાં આવી રહી હતી. અશિક્ષા, ગરીબી, સામાજિક વિવિધતા સહીત ઘણા તર્કો સાથે એવી ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે ભારતમાં લોકતંત્ર અસફળ થઈ જશે.

આપણે ગર્વથી કહી શકીએ છીએ કે, આપણા દેશે માત્ર તે બધી આશંકાઓને ગલત સાબિત કરી છે પરંતુ 21 મી સદીની દુનિયામાં ભારતને લોકતાંત્રિક તાકાતના રૂપે આગળ વધતા જોઈ રહી છે. આ સિવાય પીએમ મોદીએ કહ્યું છે કે, ભારત માટે લોકતંત્ર જીવન મૂલ્ય છે. જીવન પદ્ધતિ છે, રાષ્ટ્ર જીવનની આત્મા છે. ભારતનું લોકતંત્ર સદીયોના અનુભવથી વિકસિત વ્યવસ્થા છે. ભારત માટે લોકતંત્રમાં જીવન મંત્ર પણ છે, જીવન તત્વ પણ છે, સાથે વ્યવસ્થાનો તંત્ર પણ છે.જુના સંસદ ભવને સ્વતંત્રતા પછી ભારતને દિશા આપી છે, તો નવું ભવન આત્મનિર્ભર ભારતના નિર્માણનું સબુત છે, જુના ભવનમાં દેશની આવશ્યકતાઓની પુરતી માટે કામ થયું, તો નવા ભવનમાં 21 મી સદીના ભારતની આશંકાઓ પૂરી કરવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું  કે, વર્ષોથી નવા સંસદ ભવનની જરૂરત અનુભવી છે. આવા સમયે આપણા બધાનું એ કર્તવ્ય છે કે, 21 મી સદીના ભારતને નવું સંસદ ભવન મળે. આ કડીમાં તેનો શુભારંભ છે.

આ સિવાય પીએમ મોદીએ કહ્યું કે, સંસદના શક્તિશાળી ઈતિહાસની સાથે યર્થાથને સ્વીકારવો એટલો જ આવશ્યક છે આ ઈમારત લગભગ 100 વર્ષની થઈ રહી છે. પાછલા દિવસોમાં તેને જરૂરત અનુસાર અપગ્રેડ કરી છે. ઘણા નવા સુધારા પછી આ ભવન હવે વિશ્રામ માંગી રહ્યું છે. આપણા વર્તમાન સંસદ ભવને આઝાદીના આંદોલન અને ત્યાર બાદ સ્વતંત્ર ભારતને ઘડવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. આઝાદ ભારતની પહેલી સરકારનું ગઠન પણ અહીં જ થયું અને પહેલી સંસદ પણ અહીં બેઠી હતી.

પોતાના જીવનમાં એ ક્ષણ ક્યારેય નથી ભૂલી શકતો જ્યારે 2014 માં પહેલી વખત એક સાંસદના રૂપે મને પહેલી વખત આવવાનો અવસર મળ્યો હતો. ત્યારે લોકતંત્રના આ મંદિરમાં પગ મુકતા પહેલા મે માથું નમાવીને લોકતંત્રના આ મંદિરને નમન કર્યું હતું.આ સિવાય પીએમ મોદીએ કહ્યું કે, આપણે ભારતના લોકો મળીને પોતાના નવા ભવનને બનાવીશું અને એનાથી સુનાદ્ર બીજું શું હશે, એનાથી પવિત્ર શું હશે જ્યારે ભારત પોતાની આઝાદીના 75 વર્ષ પુરા કરશે. તે અવસરની સાક્ષાત પ્રેરણા આપણી નવી સાંસદ ઈમારત બને.

આજનો દિવસ એક ઐતિહાસિક દિવસ છે. આજનો દિવસ ભારતના લોકતાંત્રિક ઇતિહાસમાં મિલના પથ્થર સમાન છે. ભારતમાં લોકતંત્ર, હંમેશા ગર્વની સાથે મતભેદોને દુર કરવાનું માધ્યમ રહ્યું છે. ચર્ચા  માટે હંમેશા જગ્યા હોય પરંતુ અલગ ક્યારેય ન થાય. આ જ લક્ષને લઈને આપણું લોકતંત્ર આગળ વધ્યું છે.

મોદીજીએ કહ્યું કે, નીતિઓમાં અંતર હોય શકે છે. ભિન્નતા હોય શકે છે, પણ આપણે જનતાની સેવા માટે છીએ. આ અંતિમ લક્ષ્યમાં કોઈ મતભેદ હોય શકે નહિ. વાદ-સંવાદ સંસદની ભીતર હોય અથવા સંસદની બહાર. રાષ્ટ્ર સેવાનો સંકલ્પ, રાષ્ટ્રહિત માટે સમર્પણ સતત છલકાય છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment