આ શેરમાં રોકાણ કરી રોકાણકારો થઈ ગયા માલામાલ, એક વર્ષમાં 5 લાખ બની ગયા 13.90 લાખ રૂપિયા. જાણો હવે રોકાણ કરવું જોઈએ કે નહિ….

શેર માર્કેટમાં હાલના દિવસોમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. ઘણા સ્ટોકે શાનદાર રીટર્ન આપ્યા છે. આ શેરોમાંથી એક છે માઈંડ ટ્રી લીમીટેડ ઇન્ડિયાનો શેર. આ શેર બીએસસી પર 7 ટકા વધીને 3243 રૂપિયાના ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચી ગયો છે. પાછલા બે કારોબારી સત્રથી સ્ટોક સતત વધી રર્હ્યો છે અને જુન 2021 ની પુરી થતી ત્રિમાસીક માટે મજબુત પરીચાલન પ્રદર્શનના દમ ઉપર 10 ટકા વધ્યો છે. જીહા મિત્રો, આ IT  શેરમા રોકાણ કરી ને રોકાણ કારો થઈ ગયા છે માલા માલ. એક વર્ષ મા 5 લાખ ના બની ગયા 13.90 લાખ.

લાર્જ કેપ સ્ટોક કે પાછલા મહિનાઓમાં શેર ધારકોને 12 મહિનામાં 150 ટકાથી વધારે રીટર્ન આપ્યું છે. જ્યારે પાછલા એક વર્ષમાં માઈંડ ટ્રી લીમીટેડ ઇન્ડિયાના  શેરની કિંમત 1166.5 થી વધીને 3243 રૂપિયા થઈ ગઈ છે. આ અવધીમાં રોકાણકારોને લગભગ 178 ટકાનું રીટર્ન મળ્યુંછે. આની તુલનામાં નીફ્ટી-50 ઈંડેક્સ 45.5 ટકા અને એસ &પી બીએસસી સેંસેક્સ 44 ટકાથી વધારે વધ્યો છે.

5 લાખ બની ગયા હોત 13.90 લાખ : માઈંડ ટ્રી લીમીટેડ ઇન્ડિયાના શેરની હીસ્ટ્રી અનુસાર એક વર્ષ પહેલા આ મલ્ટી બેગર સ્ટોકમાં રોકેલી 5 લાખની રકમ આજે 13.90 લાખ થઈ જાત. માઈંડ ટ્રી લીમીટેડ ઇન્ડિયાના શેરની માર્કેટ કેપ  52650.25 કરોડ રૂપિયા થઈ ગઈ છે. શેર 5 દિવસ, 10 દિવસ, 20 દિવસ, 50 દિવસ, 100 દિવસ અને 200 દિવસીય મુવિંગ એવરેજથી વધારે છે.

કંપની લગાતાર પ્રોફીટમાં : કંપની એ જુન 2021 પુરી થતી ત્રિમાસીકમાં 343.40 કરોડનો શુદ્ધ લાભ નોંધાવ્યો છે, જ્યારે એક વર્ષ પહેલાની આજ અવધીમાં 213 કરોડ રૂપિયાનો શુદ્ધ લાભ થયો હતો. જુન સમાપ્ત ત્રીમાસીકમાં રાજસ્વ 20 ટકા વધીને 2291.70 કરોડ રૂપિયા થઈ ગયું છે. જે એક વર્ષ પહેલા 1908.80 કરોડ રૂપિયા હતું. જુન 2021 માં ઈપીએસ વધીને 20.85 રૂપિયા થઈ ગયું છે, જે જુન 2020 માં 12.94 હતું.

માર્કેટ મુજબ કંપની એ લગાતાર પાંચ ત્રીમાસીકનું સકારાત્મક પરીણામ ઘોષિત કર્યુ છે. સ્ટોક પોતાની સરેરાશ ઐતિહાસિક મુલ્યાંકનની તુલનામાં પ્રીમિયમ પર કરોબાર કરે છે. કંપનીમાં સંસ્થાગત હોલ્ડીંગ્સ 25.65 ટકા છે અને તેની હિસ્સેદારી છેલ્લા ત્રીમાસીકની તુલનામાં 0.87 ટકા વધી છે.

આમ આ IT કંપનીમાં રોકાણ કરનાર દરેક શેર ધારકો માટે આ સારા સમાચાર સાબિત થયા છે. જેમાં રોકાણકારોને ખુબ સારો એવો નફો મળ્યો છે. આમ સારું એવું રીટર્ન મળતું હોવાથી રોકાણકારો માલામાલ થઈ ગયા છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment