કોવિડ-19 ના ઇલાજ માટે વૈજ્ઞાનિકોને મળી મહત્વની સફળતા, તૈયાર કરી આ નવી દવા.

કોવિડ-19 ના ઇલાજ માટે વૈજ્ઞાનિકોને મળી મહત્વની સફળતા, તૈયાર કરી આ નવી દવા.

મિત્રો કોરોના વાયરસના કારણે આખી દુનિયા ત્રસ્ત થઈ ગઈ છે. તો આવા સમયમાં કોરોના વાયરસમાં વૈજ્ઞાનિકોને ખુબ જ મહત્વપૂર્ણ કામયાબી મળી છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ પિટ્સબર્ગ સ્કુલ ઓફ મેડિકલ(UPMC) વૈજ્ઞાનિકોને કોરોના વાયરસથી બચાવ અને ઈલાજને લઈને એક ‘મહત્વપૂર્ણ કામયાબી મળી છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, તેને સૌથી નાનો બાયોલોજીકલ મોલેક્યુલને અલગ કરી દીધું છે. જે કોરોના વાયરસને ન્યુટ્રાલાઈઝ કરે છે.

નવા શોધવામાં આવેલ મોલેક્યુલથી વૈજ્ઞાનિકોએ Ab8 તૈયાર કરી છે. પરંતુ અસલમાં આ મોલેક્યુલ એન્ટીબોડીનો હિસ્સો છે. આ સામાન્ય આકારના એન્ટીબોડીથી 10 ગણા નાના હોય છે. ઉંદરડા પર આ દવાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. જે ઉંદરડાઓને આ દવા આપવામાં આવી તેને કોરોના સંક્રમિત થવાનો ખતરો 10 ગણો ઓછો જોવા મળ્યો હતો.

આ મોલેક્યુલ હ્યુમન સેલસાથે જોડતું નથી, એટલા માટે નેગેટિવ સાઈડ ઈફેક્ટ થવાનો પણ ખતરો નથી. રિસર્ચર્સનું કહેવું છે કે, કોરોનાના ઈલાજમાં Ab8 દવા મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

તો યુનિવર્સિટી ઓફ પિટ્સબર્ગમાં સંક્રામક રોગ વિભાગના પ્રમુખ અને સ્ટડીના સહ લેખક જોન મેલર્સે કહ્યું કે, Ab8 માત્ર કોરોનાના ઈલાજમાં એક થેરેપીની જેમ કામ કરશે જ સાથે સાથે તેનાથી લોકોને કોરોના સંક્રમિત થતા પણ બચાવવામાં કારગર થઈ શકે છે.

નવી શોધ બાદ વૈજ્ઞાનિકોનો એવો દાવો છે કે, હ્યુમન ટ્રાયલ શરૂ થશે. જો કે Ab8 દવાનું મૂલ્યાંકન ઘણી યુનિવર્સિટીના રિસર્ચર્સ દ્વારા કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં બધા જ વૈજ્ઞાનિકોએ પોતાની તપાસમાં જાણ્યું કે, દવા વાયરસને સેલ્સમાં પ્રવેશ કરતા ખરેખર રોકી લે છે.

Leave a Comment

error: Content is protected !!