કેન્દ્ર સરકાર આવતા મહિનાથી સ્કૂલો ખોલવાની બનાવી રહી છે યોજના.. આટલા ધોરણ થી

કેન્દ્ર સરકાર આવતા મહિનાથી સ્કૂલો ખોલવાની બનાવી રહી છે યોજના…! વાંચો સંપૂર્ણ અહેવાલ : કોરોના વાયરસની મહામારીનો કહેર દુનિયાભરમાં વરસી રહ્યો છે. હવે કોરાના વાયરસની મહામારીને લભગભ 6 મહિના થઇ ચુક્યા છે. ધીમે ધીમે ધંધા રોજગાર તો ફરી એકવાર શરુ થઇ ચુક્યા છે. પરંતુ સ્કૂલોને ખોલવાને લઇને હજી કોઇ સ્પષ્ટતા થઇ નથી. સ્કૂલ ખોલવાનો એક એવો સવાલ છે કે જેનો જવાબ સ્કૂલ, પેરેન્ટ્સ અને બાળકો બધા જાણવા માંગે છે. પરંતુ આની વચ્ચે ભારતમાં કોરોના વાયરસના 20 લાખથી વધારે કેસ સામે આવી ચૂક્યા છે. ત્યારે કેન્દ્ર સરકાર સ્કૂલો ખોલવા પર વિચાર કરી રહી છે. 

કેન્દ્ર સરકાર સ્કૂલ ખોલવાની ઘડી રહી છે યોજના: એક મીડિયા રિપોર્ટ અનુસાર, કેન્દ્ર સરકાર સ્કૂલોને સપ્ટેમ્બરમાં ખોલવાની યોજના બનાવામાં આવી રહી છે. સરકારે સપ્ટેમ્બરથી નવેમ્બરની વચ્ચે એક ચોક્કસ ક્રમમાં સ્કૂલોને ખોલવાનો વિચાર કરી રહી છે. આ યોજના હેઠળ પહેલા ધોરણ 10 થી ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલોને ખોલવામાં આવશે. ત્યાર બાદ ધોરણ 6 અને ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ખોલવાની યોજના છે. આ યોજના અનુસાર, પહેલા ફેઝમાં ધોરણ 10થી ધોરણ 12ના વિદ્યાર્થીઓને સ્કૂલે આવવા માટે કહેવામાં આવ્યું છે. જો સ્કૂલ શરુ થશે તો તેમા ચાર સેક્શન હશે, તો એક દિવસમાં ફક્ત બે સેક્શનમાં ભણવાનું થશે, તે સાથે સોશિયલ ડિસ્ટેંસિંગનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવી શકે છે. 

સ્કૂલોનો સમય: આ યોજના હેઠળ સ્કૂલનો ટાઇમિંગને અડધો કરવામાં આવશે. સ્કૂલ ટાઇમિંગને 5-6 કલાકથી ઘટાડીને 2-3 કલાક કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. દરેક ધોરણને શિફ્ટ પ્રમાણે ગોઠવવામાં આવશે તે સાથે સ્કૂલોને પણ સેનેટાઇઝ કરવા માટે વચ્ચે એક કલાકનો સમય આપવામાં આવશે. તે ઉપરાંત સ્કૂલોને 33 ટકા સ્કૂલ સ્ટાફ અને વિદ્યાર્થીઓની સાથે શરુ કરવામાં આવશે. સરકાર પ્રાઇમરી અને પ્રી-પ્રાઇમરી સ્તરના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ખોલવાનું યોગ્ય માનતી નથી. આવી સ્થિતિમાં ઓનલાઇન ભણતર ઠીક છે. માનવામાં આવી રહ્યું છે કે, આ સંબંધમાં ગાઇડલાઇન્સને આ મહિનાના અંત સુધી નોટિફાઇ કરવામાં આવી શકે છે. જો કે, તેના વિશે અંતિમ નિર્ણય રાજ્યો પર છોડવામાં આવી શકે છે. 

રાજ્યના શિક્ષણ મંત્રીને મોકલવામાં આવ્યો પત્ર: રાજ્યના શિક્ષણ મંત્રીને આ સંબંધમાં ગયા અઠવાડિયે એક પત્ર મોકલનામાં આવ્યો હતો. જેમાં પેરેન્ટ્સથી સ્કૂલોને ખોલવા વિશે ફીડબેક લેવાનું  કહેવામાં આવ્યું હતું અને એ જાણવાનું કહ્યું હતું કે, પેરેન્ટ્સ ક્યારે ઇચ્છે છે કે સ્કૂલ ખુલે. આ મુદ્દે રાજ્યોના પોતાના અસેસમેન્ટ મોકલી દીધા છે. તે અનુસાર હરિયાણા, કેરળ, બિહાર, આસામ અને લદાખે ઓગષ્ટમાં રાજસ્થાન, કર્નાટક અને આંધ્રપ્રદેશે સપ્ટેમ્બરમાં સ્કૂલો ખોલવાની વાત કરી છે. 

પેરેન્ટ્સ બાળકોને સ્કૂલ મોકલવા માંગતા નથી: જો કે, તમામ પેરેન્ચ્સ હજી પણ પોતાના બાળકોને સ્કૂલે મોકલવાને લઇને અસમનજસની સ્થિતિમાં છે. થોડા દિવસ પહેલા પણ જ્યારે સ્કૂલો ખોલવાની વાત થઇ હતી ત્યારે પણ પેરેન્ટ્સે તેનો વિરોધ કર્યો હતો. તેમને લાગે છે કે, સ્કૂલો ખોલવાથી તેમના બાળકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે. 

શું છે દુનિયાની સ્થિતિ? સરકારનું કહેવું છે કે, સ્વિટઝરલેન્ડ જેવા દેશોએ સ્કૂલ ખોલી દીધા છે પરંતુ તે સાથે એ વાત પર ધ્યાન આપવાની જરુર છે કે, ઇઝરાયલ જેવા દેશોએ સ્કૂલોને ખોલ્યા બાદ પણ એક મહિનાની અંદર બંધ કરવી પડી કારણ કે કોરાના વાયરસની  કેસમાં ખુબ જ વધારો થયો હતો.  

Leave a Comment