SBI આજથી સસ્તામાં વેંચી રહી છે ઘર, ગાડી, જમીન | જાણો તમે સસ્તામાં કેવી રીતે ખરીદી શકો…

મિત્રો દરેક લોકો ઈચ્છે છે કે, તેની પાસે ઘર, જમીન અને ગાડી હોય તેમજ સારી એવી જોબ હોય. અને જોબમાં પણ નિવૃત્તિ પછી પેન્શનની સુવિધા મળે. આવું લગભગ લોકો ઈચ્છે છે. પણ આજના યુગમાં આમ બનવું ઘણું મુશ્કેલ છે. કારણ કે હાલ ઘર, જમીન અને ગાડીના ભાવ ખુબ જ વધારે છે. આવા સમયે તમને જણાવતા આનંદ થાય છે કે, SBI આજથી સસ્તામાં ઘર, જમીન અને ગાડી આપી રહ્યું છે. ચાલો તો તેના વિશે વિસ્તારથી જાણી લઈએ.

દેશની સૌથી મોટી સરકારી બેંક SBI હરાજી કરવા જઈ રહી છે. SBI નું મેગા ઈ-ઓક્શન આજથી એટલે કે 5 માર્ચથી શરૂ થઈ રહ્યું છે. આ વખતની હરાજીમાં તમે રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોપર્ટી અને લેન્ડ(જમીની) સિવાય પ્લોટ, મશીનરી, અને વાહન માટે પણ બોલી લગાવી શકો છો. તમને જણાવી દઈએ કે, હરાજીમાં સસ્તામાં પ્રોપર્ટી મળી શકે છે. તમને જણાવી દઈએ કે આ તે પ્રોપર્ટી છે જે ડીફોલ્ટની લીસ્ટમાં આવી ગઈ છે.

SBI એ કર્યું ટ્વિટ : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ટ્વિટ કરીને લખ્યું છે કે, સૌથી સારા માટે, અહિયાં તમારા માટે ઘર, જમીન પ્લાન્ટ, મશીનરી, વાહન સિવાય બીજું ઘણું બધું ખરીદવાનો મોક્કો તમને મળશે. SBI મેગા ઈ-ઓક્શનમાં ભાગ લો અને પોતાની બોલી લગાવો.

તમને જણાવી દઈએ કે આ પ્રોપર્ટી દેશના અલગ અલગ શહેરોમાં હોય છે તો તમે આ માટે પોતાના લોકેશન (સ્થાન) ના હિસાબથી બોલી લગાવી શકો છો. આ વેબસાઈટ પર તમને સંપત્તિ માટે રિઝર્વ પ્રાઈસ પણ નાખવામાં આવ્યા છે. હરાજીની પ્રક્રિયા 5 માર્ચથી શરૂ થઈ જશે.

આ નંબરો પરથી પણ તમે સંપર્ક કરી શકો છો : sbi તરફથી હેલ્પલાઈન નંબર (033-40602403/ 40067351/ 40628253/ 40645316/ 40645207/ 40609118) પણ જાહેર કરવામાં આવ્યા છે. જો તમને કોઈ પણ પ્રકારની માહિતી જોઈએ તો તમે અહીં સંપર્ક કરી શકો છો.

બેંકના કહ્યા અનુસાર તે સંપત્તિના ફ્રીહોલ્ડ અથવા લીઝ હોલ્ડ હોય, સ્થાન, માપ સહિત અન્ય જાણકારી પણ હરાજી માટે માહિતી સાર્વજનિક નોટીસમાં આપે છે. જો ઈ-હરાજીના માધ્યમથી સંપત્તિ ખરીદવા ઈચ્છો છો તો બેંકમાં જઈને પ્રક્રિયા અને સંબંધિત સંપત્તિ વિશે કોઈ પણ પ્રકારની માહિતી મેળવી શકો છો.

નિશ્ચિત સંપત્તિની હરાજી થાય છે : તમને જણાવી દઈએ કે સંપત્તિના માલિકે તેની લોન ચૂકવી નથી, અથવા કોઈ કારણે પૈસા નથી આપી શકયા તે બધા લોકોની જમીન બેંક દ્વારા પોતાના કબજામાં લઈ લેવામાં આવે છે. SBI યોગ્ય સમયે આ રીતની સંપત્તિની હરાજી કરે છે, આ હરાજીમાં બેંક સંપત્તિ વેંચીને પોતાની રકમ વસુલ કરે છે.

ઓક્શન વિશે વધુ જાણકારી માટે આ વેબસાઈટની મુલાકાત લો : 

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment