SBI જાહેર કર્યું એલર્ટ ! જો આવી ભૂલ કરી તો પછતાવું પડશે. ધ્યાન રાખજો આ ખાસ વાતનું.

લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આજે એક પણ એવું ક્ષેત્ર બાકી નહિ હોય જ્યાં ફ્રોડ ન થતો હોય. તેથી જ લોકોને વારંવાર સતર્ક રહેવા માટે કહેવામાં આવે છે. આમ જોતા તમે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે કે બેંકના મામલે પણ લોકોને ફ્રોડનો સામનો કરવો પડે છે. આવા સમયે વિવિધ બેંક પોતાના ગ્રાહકોને સતર્ક રહેવા માટે વારંવાર કહે છે. ચાલો તો આ અંગે વિસ્તારથી વાત કરીએ.

જેમ કે તમે સમાચારપત્રમાં અથવા તો ન્યુઝ ચેનલમાં અકસર બેન્કિંગ ફ્રોડના કેસો વિશે વાંચતા અથવા તો સાંભળતાં હશો અને આજે જોઈએ તો બેન્કિંગ ફ્રોડના કેસ ખુબ વધી રહ્યા છે. આ ફ્રોડના વિશે વાત કરીએ તો લોકો ફ્રોડ માટે નવા નવા નાટક કરતા હોય છે. તેથી આ રીતના ફ્રોડથી બચવા માટે દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સતત જાગૃતતા કરી રહી છે. આ વિષય પર SBI એ બુધવારે એક ટ્વિટ કર્યું છે.

તમે જાણતા હશો કે બેંક યુઝર્સ કોઈ પણ વિષયની જાણકારી માટે સામાન્ય રીતે ગુગલનો સહારો લે છે. અને સર્ચ કર્યા પછી જે રિઝલ્ટ આવે તેના પર વિશ્વાસ કરી લે છે. આ અંગે SBI કહ્યું કે બધા જ રિઝલ્ટ્સ સાચી જાણકારી આપે તે જરૂરી નથી. આમ આવી સમસ્યાથી લોકોને બચાવવા માટે બેંકે પોતાના ગ્રાહકો માટે થોડા હેલ્પલાઈન નંબર અને વેબસાઇટ જાહેર કરી છે.ઘણા લોકો ગુગલ પર સર્ચ કરીને બીજી ખોટી સાઈટ પર ચાલ્યા જાય છે. આ અંગે SBI કહ્યું કે બેંક સંબંધી અપડેટ્સ માટે https://bank.sbi વેબસાઈટ પર જ જાવ. આ વેબસાઈટ પર બેંક સાથે જોડાયેલી બધી જ જાણકારી મળી જશે.

ઘણી વખત ગ્રાહક સર્ચ કરીને કસ્ટમર કેરનો નંબર જાણવાની કોશિશ કરે છે. આ વિષયને ધ્યાનમાં રાખીને ઓન SBI એ પોતાના ગ્રાહકો માટે ઘણા નંબર જાહેર કર્યા છે. કોઈ પણ SBI ના કસ્ટમર કેર નંબર્સ 1800 11 2211, 1800 425 3800 અથવા 080 26599990 પર સંપર્ક કરીને જાણકારી મેળવી શકો છો.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google 

Leave a Comment