SBI બેંકના ગ્રાહકોને ઝાટકો ! 1 ફેબ્રુઆરીથી બેંકમાં આ નિયમમાં થશે મોટો ફેરફાર, પૈસાના ટ્રાન્ઝેક્શન પર લાગશે આટલા સર્વિસ ચાર્જ અને GST પણ….

જો કે મિત્રો મોટાભાગના લોકોના ખાતા SBI માં હોય છે. કારણ કે આ બેંક દેશની સૌથી વિશ્વાસ પાત્ર અને મોટી બેંક છે. લોકો અન્ય બેંકની તુલનામાં SBI માં પોતાના પૈસા રાખવા વધુ સલામત માને છે. પણ દરેક બેંકની જેમ આ બેંકમાં પણ તેની અમુક સર્વિસ માટે ચાર્જ લેવામાં આવે છે. જેમાં હાલ જાણવા મળતી માહિતી મુજબ વધારો જોવા મળી રહ્યો છે.

જો તમારું પણ અકાઉન્ટ SBI બેંકમાં હોય તો તમને મોટો ઝટકો લાગવાનો છે. એસબીઆઈની વેબસાઇટ મુજબ, 1 ફેબ્રુઆરી 2022થી IMPS ટ્રાન્ઝેક્શન માટે એક નવી સ્લેબને જોડવામાં આવી છે. તે 2 લાખ રૂપિયાથી 5 લાખ રૂપિયા છે.

જેમ કે બધા જાણે છે, 1 જાન્યુયારીથી ATM થી પૈસા કાઢવા સહિત ઘણા ચાર્જિસ વધી ગયા છે. તેની સાથે જ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 1 ફેબ્રુઆરી 2022 થી હજુ એક ચાર્જ વધારવા જઈ રહી છે. તેવામાં જો તમારું અકાઉન્ટ પણ બેંકમાં છે તો તમને મોટો ઝાટકો લાગવાનો છે. એસબીઆઈની વેબસાઇટ મુજબ, 1 ફેબ્રુઆરી 2022 થી IMPS ટ્રાન્ઝેક્શન માટે એક નવી સ્લેબને જોડવામાં આવી છે. તે 2 લાખ રૂપિયાથી 5 લાખ રૂપિયા છે.

જાણો હવે કેટલો લાગશે ચાર્જ ? : જાણવા મળતી માહિતી મુજબ એસબીઆઈની વેબસાઇટ મુજબ, 2 લાખ રૂપિયાથી 5 લાખ રૂપિયાની વચ્ચે IMPS ના માધ્યમથી પૈસા મોકલવાનો ચાર્જ 20 રૂપિયા+GST થશે. તમને જણાવી દઈએ કે, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ઓક્ટોબર 2021 માં IMPS ના માધ્યમથી કરવામાં આવતા ટ્રાન્ઝેક્શન કરવામાં આવતી રકમની સીમાને 2 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કર્યા હતા.

જાણો શું હોય છે IMPS ? : આઇએમપીએસ (IMPS) એટ્લે કે ઇમીડિયટ મોબાઈલ પેમેન્ટ સર્વિસ કહેવામાં આવે છે. IMPS બેંક દ્વારા આપવામાં આવતી લોકપ્રિય પેમેન્ટ સર્વિસ છે, જેનાથી રિયલ ટાઈમમાં ઇન્ટર બેન્ક ફંડ ટ્રાન્સફર કરવાની પરવાનગી મળે છે, જે 24*7 ઉપલબ્ધ હોય છે, જેમાં રવિવાર અને જાહેર રજાઓ સમાવિષ્ટ છે.
ATM થી પૈસા કાઢવા થયા મોંઘા : જાન્યુઆરી 2022 થી એટીએમ (ATM) થી કેશ કાઢવા મોંઘા પડશે. ગ્રાહકને એટીએમથી નક્કી કરેલી લિમિટ કરતાં વધારે પૈસા કાઢવા માટે ચાર્જ આપવો પડશે. RBI ના દિશાનિર્દેશનો અનુસાર એક્સિસ બેંક અથવા અન્ય બેંકના એટીએમમાં મફત સીમાથી ઉપરનું ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરવા પર 21 રૂપિયા અને GST આપવું પડશે. આ સંશોધિત દરે 1 જાન્યુઆરી, 2022 થી અસરકારક થશે.

આ છે નવી લિમિટ : આવતા મહિનાથી ગ્રાહકોને મફત લેણદેણની માસિક સીમાથી વધારે થવા પર 20 રૂપિયાની જગ્યાએ 21 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન પર આપવા પડશે. આરબીઆઈ એ કહ્યું હતું કે, વધારે ઈંટરચેંજ ચાર્જ અને જનરલ કોસ્ટ વધવાના કારણે ટ્રાન્ઝેક્શન પરનો ચાર્જ વધારીને 21 રૂપિયા કરવાની પરવાનગી આપી છે.  આમ તમારા માટે બેંક માંથી પૈસા ઉપાડવા કે કોઈ પણ ટ્રાન્જેક્શન કરવું ખુબ જ મોઘું થઈ શકે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment