નાકના સ્પ્રેથી 99.99% કોરોના વાયરસ ખત્મ ! આ કંપનીનો ચોંકાવનારો દાવો…  

મિત્રો હાલ તમે જાણો છો તેમ કોરોનાએ પોતાનું વિકરાળ સ્વરૂપ લઈ લીધું છે અને દિવસે દિવસે કેસોની સંખ્યામા વધારો થઈ રહ્યો છે. જ્યારે એવા સમાચાર પણ આવી રહ્યા છે કે, ટૂંક સમયમાં કદાચ લોકડાઉન આવશે. જેના કારણે હાલ મોંઘવારી પણ ખુબ વધતી જાય છે. કારણે દુકાનદારો વસ્તુઓનો સંગ્રહ કરી રહ્યા છે. ત્યારે લોકોની સ્થિતિ ખુબ જ ગંભીર બની ગઈ છે. આવા સમયે એક ખુબ જ સારા સમાચાર આવ્યા છે જેના દ્વારા લોકો રાહતનો શ્વાસ લઈ શકે. ચાલો તો તેના વિશે વધુ જાણીએ.

કોરોના વાયરસના કાળમાં એક સારા સમાચાર આવ્યા છે. કેનેડાની કંપની સેનોટાઈજ એ દાવો કર્યો છે કે, નાકમાં નાખવા વાળો એક સ્પ્રે બનાવ્યો છે. જે 99.99% કોરોના વાયરસને ખત્મ કરે છે. કંપનીએ દાવો કર્યો છે એ તેનો આ સ્પ્રે કોરોનાથી બીમાર છે તેનો ઈલાજનો સમય ઓછો થઈ જાય છે. સાથે જ કોરોના ગંભીર લક્ષણો સામે પણ રક્ષણ આપે છે.

એક રિપોર્ટ અનુસાર કેનેડાની કંપની સેનોટાઈજ એ કહ્યું છે કે, તેનો નાકમાં નખાતો સ્પ્રે હવામાં જ કોરોના વાયરસને ખત્મ કરવાનું શરૂ કરી દે છે. આ સિવાય નાકના રસ્તે તે ફેફસાંને પણ સાફ કરી દે છે. તેનું પરીક્ષણ અમેરિકા અને બ્રિટનમાં સફળ રહ્યું છે. સેનોટાઈજનો દાવો છે કે, જે લોકોએ તેનો નાકમાં સ્પ્રે તરીકે ઉપયોગ કર્યો તેના શરીરથી વાયરલ લોંગ રિડકશન પહેલા 24 કલાકમાં 1. 362 હતું. એટલે કે એક દિવસમાં વાયરસની સંખ્યા માં 95% કમી આવી હતી. બીજા 72 કલાકમાં તે વધીને 99% થઈ ગઈ.

યુકેમાં ટ્રાયલના ચીફ ઇન્વેસ્ટિગેટર ડો.સ્ટીફન વીંચેસ્ટર એ કહ્યું છે કે, કોરોના મહામારી વિરુદ્ધ ચાલી રહેલી વૈશ્વિક લડાઈમાં આ સ્પ્રે સૌથી મોટું હથિયાર છે. આ એક આંદોલનકારી દવા સાબિત થઈ છે. તમને જણાવી દઈએ કે દુનિયા ભરમાં કોરોનાની વિરુદ્ધ નાકથી નાખવામાં આવતી દવાઓને લઈને ઘણા રિસર્ચ થઈ રહ્યા છે. ઘણી દવાની કંપનીઓએ તેની ટ્રાયલ કરી છે.હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકના કોરો ફ્લુ નામની વેક્સીન વિકસિત કરી રહ્યા છે. કોરોના વાયરસના ઈલાજ માટે બનાવવમાં આવેલ આ વેક્સીન શરીરમાં સિરીંજથી નહિ પણ વેક્સીનના એક ટીપાને પીડિતના નાકમાં નાખવામાં આવશે. ભારત બાયોટેકે આ વેક્સીન અમેરિકા, જાપાન અને યુરોપમાં વેચવા માટે જરૂરી મંજુરી પણ લઈ લીધી છે.

આ વેક્સીનનું પૂરું નામ કોરો ફ્લૂ.  વન ડ્રોપ કોવિડ-19 નેસલ વેક્સીન. કંપનીનો દાવો છે કે, આ વેક્સીન પૂરી રીતે સુરક્ષિત છે. કારણ કે તેમાં પહેલેથી જ ફ્લુ માટે બનાવવામાં આવેલ દવા સુરક્ષિત છે. આ વેક્સીનો ફેઝ-1 ટ્રાયલ અમેરિકાના સેન્ટ લુઇસ યુનિવર્સિટી વેક્સીન એન્ડ ટ્રીટમેન્ટ ઈવેલ્યુએશન યુનિટમાં થશે. જો ભારત બાયોટેકને જરૂરી અનુમતિ અને અધિકાર મળે છે તો તે તેનું ટ્રાયલ હૈદરાબાદના જીનોમ વેલીમાં પણ કરશે.આ વેક્સીનને બનાવનાર આ કંપની ભારત બાયોટેકના ચેરમેન ડો.કૃષ્ણા એલા એ જણાવ્યું છે કે, આપણે આ વેક્સીનના 100 કરોડ ડોઝ બનાવીશું. જેથી એક જ ડોઝમાં 100 કરોડ લોકો કોરોના વાયરસ જેવી મહામારીથી બચી શકે. આ વેક્સીનના કારણે સોય, સિરીંજ વગેરેનો ખર્ચ નહીં થાય. તેના કારણે વેક્સીનની કિંમત પણ ઓછી હશે. ઉંદર પર કરવામાં આવેલ પરીક્ષણમાં આ વેક્સીનને સારા પરિણામ મળ્યા છે. તેનો રિપોર્ટ પ્રસિદ્ધ સાયન્સ જર્નલ સેલ અને નેચર મેગ્જીનમાં પણ છપાયેલ છે.

વોશિંગ્ટન યુનિવર્સિટી સ્કુલ ઓફ મેડીસીનના રેડીએશન ઓન્કોલોજીના પ્રોફેસર અને બાયોલોજીક થેરાપ્યુટીક્સ સેન્ટરના નિર્દેશક ડો.ડેવિડ ટી. કયુંરીયલના કહ્યા પ્રમાણે નાકથી નાખવામાં આવતી આ વેક્સીન સામાન્ય ટીકા કરતા સારી છે. આ વાયરસ પર તે જગ્યાએ હુમલો કરે છે જ્યાંથી તે પ્રાથમિક રૂપે નુકસાન પહોંચાડે છે. એટલે કે શરૂઆતમાં જ વાયરસને રોકવાનું કામ શરૂ કરી દે છે.કોરો ફ્લૂ વિશ્વ વિખ્યાત ફ્લુની દવા એમ2 એસઆરના બેઝ પર બનાવવામાં આવેલ છે. આ યોશીહીરો કાવાઓકા અને ગીબ્રીએલ ન્યુમેન મિક્સ કરીને બનાવવામાં આવેલ છે. એમ2એસઆર ઇન્ફલુએન્ઝા બીમારીની એક શક્તિશાળી દવા છે. જ્યારે આ દવા શરીરમાં જાય છે તો તરત જ શરીરમાં ફ્લુ વિરુદ્ધ લડવા માટે એન્ટીબોડીઝ બનાવે છે. આ વખતે યોશીહીરો કાવાઓકા એ એમ2એસઆર દવાની અંદર કોરોના વાયરસ કોવિડ-19 ના જીન સિક્વન્સ મિક્સ કરી દીધા છે.

એમ2એસઆર બેસ પર બનતી કોરો ફ્લુ દવામાં કોવિડ-19 ના જીન મિક્સ કરવાથી હવે આ દવા કોરોના વાયરસથી લડવા માટે તૈયાર છે. એટલે કે જ્યારે આ વેક્સીન તમારા શરીરમાં નાખવામાં આવે છે ત્યારે તમારા શરીરમાં કોરોના વાયરસ વિરુદ્ધ એન્ટીબોડી બને છે. કોરો ફ્લૂના કારણે બનેલ એન્ટીબોડી કોરોના વાયરસથી લડવા એ તમારી મદદ કરશે.ચાલો જાણી લઈએ કે આ વેક્સીન ક્યાં બની રહી છે ? ભારતમાં આ વેક્સીન બની રહી છે ? ઓક્સફોર્ડ યુનિવર્સિટી, ઇપીરીયલ કોલેજ અને યેલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક પણ નાકના મ્યુકસ દ્વારા કોવિડ-19 ને ખત્મ કરવા માટે નેસલ વેક્સીન એટલે કે નાકથી આપવામાં આવતી વેક્સીન પણ બનાવે છે. આ સમયે આખી દુનિયામાં અમેરિકા, કેનેડા, નેધરલેંડ, ફિનલેન્ડ અને ભારતમાં નાકથી આપવામાં આવતી વેક્સીન બનાવવામાં આવી રહી છે. આ પાંચ દેશોમાં પાંચ દવા કંપનીઓ છે જે નેસલ વેક્સીન બનાવી રહી છે.

કેનેડાની યુનિવર્સિટી ઓફ વાટરલુંના વૈજ્ઞાનિકો એ ડીએનએ બેસ્ડ વેક્સીન બનાવી છે. નેધરલેંડમાં વેજેનીજેન, બાયોવેટરીનરી રિચર્સ અને યુટ્રેચ યુનિવર્સિટીએ મળીને ઇન્ટ્રાવેક નેસલ વેક્સીન બનાવી છે. આ સિવાય અમેરિકાની અલ્ટી ઈમ્યુન નામની દવા કંપની એડ કોવિડ નેસલ વેક્સીન બનાવી રહી છે. ફિનલેન્ડની યુનિવર્સિટી ઓફ ઇસ્ટન ફિનલેન્ડ અને યુનિવર્સિટી ઓફ હેલસિન્કી પણ નેસલ વેક્સીન બનાવી રહી છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment