બોલીવુડની આ એક્ટ્રેસે છોડી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, આવું કરવા પાછળનું કારણ તમને પણ વિચાર કરવા મજબુર કરી દેશે.

બોલીવુડની આ એક્ટ્રેસે છોડી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, આવું કરવા પાછળનું કારણ તમને પણ વિચાર કરવા મજબુર કરી દેશે.

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે, એક વાર ફિલ્મ ઈન્ડસ્ટ્રી કામ મળી જાય બાદ ઘણા લોકોની જિંદગી બની જતી હોય છે. અને જો આ ઇન્ડસ્ટ્રીમાં સફળતા મળી જાય તો જીવનમાં કોઈ વસ્તુની કમી ન રહે. પરંતુ આજે અમે તમને એક એવી એક્ટ્રેસ વિશે જણાવશું જેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી દીધી. પરંતુ તેનું કારણ જાણીને તમેં ચોંકી જશો.

એક્ટ્રેસ સના ખાને ગ્લેમર ઇન્ડસ્ટ્રી છોડવાનું એલાન કરી દીધું છે. તેણે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખીને તેના વિશે જણાવ્યું છે. સના ખાને જણાવ્યું છે કે, તે હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની દુનિયાથી દુર રહેશે. સના ખાને આગળ લખ્યું છે કે, ‘ભાઈઓ અને બહેનો, આજે હું તમારી સાથે મારા જીવનના એક અહેમ મોડ પર વાત કરી રહી છું. હું વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું જીવન જીવી રહી છું અને આ સમયગાળામાં મને દરેક પ્રકારની સમૃદ્ધિ, આદર અને સંપત્તિ મને મારા પ્રિયજનો પાસેથી મળી છે. જેના માટે હું તેમની આભારી છું.’

‘પરંતુ હવે છેલ્લા કેટલાક દિવસથી મારા પર એક એહસાસ કબ્જો જમાવી રહ્યો છે કે, શું માણસને આ દુનિયામાં આવવાનો એક જ મતલબ છે કે તે ફક્ત સંપત્તિ અને સમૃદ્ધિ કમાવવા માટેનો છે. શું તેનું એ કર્તવ્ય નથી કે, તેઓ તેનું જીવન એવા લોકોની દેખભાળમાં વિતાવી નાખે કે, જેઓ લાચાર અને નિરાધાર છે ? શું વ્યક્તિએ એ વિચારવું ન જોઈએ કે કોઈ પણ સમયે મૃત્યુ આવી શકે છે ? અને મૃત્યુ પછી તેનું શું થશે ?’

સના ખાને આગળ લખ્યું કે, ‘આ બે સવાલોના જવાબ હું કેટલા સમયથી શોધી રહી છું. ખાસ કરીને બીજા સવાલનો જવાબ કે, મારા મૃત્યુ પછી મારું શું થશે ? આ સવાલનો જવાબ મેં મારા ધર્મમાં શોધીને જોયો તો મને જાણવા મળ્યું કે આ દુનિયાનું જીવન હકીકતમાં મૃત્યુ પછીનાં જીવનને વધુ સારું બનાવવા માટેનું છે.’ કોઈ પણ વ્યક્તિ ત્યારે જ શ્રેષ્ઠ હોય છે, જ્યારે તેને જન્મ આપનારા કહે એ પ્રમાણે જીવન જીવે અને ફક્ત સંપત્તિ અને સમૃદ્ધિને તેનું લક્ષ્ય ન બનાવું જોઈએ. પરંતુ ગુનાઓના જીવનથી બચીને માનવતાની દેખભાળ પણ કરવી જોઈએ અને આપણને જન્મ આપનારા કહે તે પ્રમાણે ચાલવું જોઈએ.’

ઇન્ડસ્ટ્રી છોડવાનું એલાન કરતા સનાએ લખ્યું કે, ‘એટલા માટે હું આજે એલાન કરું છું કે, આજથી હું મારી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જીવન છોડીને માનવતાની દેખભાળમાં અને આપણને જન્મ આપનારા કહે તા પ્રમાણે ચાલવાનો દ્રઢ નિર્ણય કરું છું. આખરે હું તમામ ભાઈઓ અને બહેનોને વિનંતી કરું છું કે તેઓ હવે મને ફિલ્મોના કામ માટે દાવત ન આપે. આપ સહુનો ખુબ ખુબ આભાર.

તમને જણાવી દઈએ કે, સના ખાન એક્ટ્રેસ, ડાન્સર અને મોડલ આ બધામાં ઓલરાઉન્ડર છે અને તેના લુક્સ અને ટેલેન્ટને લઈને તે હંમેશા ખુદને સાબિત કરતી આવી છે. તે 50 થી વધુ વિજ્ઞાપનોમાં કામ કરી ચુકી છે. તેણે તેના ફિલ્મી કરિયરની શરૂઆત 2005 માં આઈ યે હૈ હાઈ સોસાયટી નામની ફિલ્મથી કરી હતી. ત્યાર પછી તેને બીગ બોસ સિઝન 6 થી મોટો બ્રેક મોટો મળ્યો હતો. તે સલમાન ખાનની ફિલ્મ ‘જય હો’ માં પણ નજર આવી હતી.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google 

Leave a Comment

error: Content is protected !!