આ એક કારણે ગુજરાતના 15 લાખ રત્નકલાકારોનો રોજગાર ભયાનક સંકટમાં… જાણો કારણ અને સંપૂર્ણ માહિતી….

મિત્રો જેમ કે તમે જાણો છો તેમ લગભગ ત્રણ મહિના ઉપર થયા રૂસ અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણને. જેમાં રૂસ પણ પીછેહઠ કરવા નથી માંગતું અને યુક્રેન પણ હાર નથી માનતું. એવા સમયે આ માહોલમાં લોકોની સ્થિતિ ખુબ જ દયનીય બની ગઈ છે. તેમજ આ બંને દેશના ઘર્ષણના કારણે અન્ય લોકો પર પણ તેની અસર થઈ છે. ખાસ કરીને જે લોકો મજદૂરો છે. ચાલો તો આ વિશે વધુ વિગતે જાણી લઈએ.

રૂસ અને યુક્રેનના ઘર્ષણના કારણે ગુજરાતમાં હીરાના ઉદ્યોગમાં તેની અસર જોવા મળી છે. તેના કારણે હીરા ઉદ્યોગથી જોડાયેલ લોકોની આજીવિકા પર સંકટ આવી ગયું છે. હીરાના યુનિટે શ્રમિકના કામ કરવાના કલાકોમાં ઘટાડો કરી દીધો છે.

ખાસ કરીને સૌરાષ્ટ્ર ક્ષેત્રના ગ્રામીણ ભાગમાં જ્યાં હીરાની પ્રોસેસિંગ અને પીલોશિંગ થાય છે. આ યુનિટ રૂસના નાના આકારના હીરાની આયાત કરે છે. રૂસના નાના આકારના કાચા હીરાની આપૂર્તિમાં કમીને કારણે ગુજરાતના વ્યાપારીઓ આફ્રિકી દેશ અને અન્ય જગ્યાઓથી કાચો માલ ખરીદવા માટે મજબુર છે. આ કારણે તેના નફા પર અસર પડી છે. ગુજરાતના હીરા ઉદ્યોગમાં લગભગ 15 લાખથી વધુ લોકો કામ કરે છે.

અમેરિકાને હીરા નિર્યાત : રત્ન અને આભુષણ નિર્યાત પરિષદના ક્ષેત્રીય અધ્યક્ષ દિનેશ નવાદિયાએ એક ન્યુઝમાં જણાવ્યું છે કે રાજ્યમાં હીરાના ઘણા યુનિટ્સ પોતાના શ્રમિકોના કામની કલાકો ઘટાડી દીધી છે. આ કારણે તેની આજીવિકા પ્રભાવીત થઈ રહી છે. મોટા આકારના હીરાની પ્રોસેસિંગ મુખ્ય રૂપે સુરત શહેરની ઇકાઈમાં કરવામાં આવે છે. ભારતથી અમેરિકા લગભગ 70% કટિંગ કરેલા અને પોલીશ કરેલ હીરાની નિર્યાત કરવામાં આવે છે. પરંતુ રૂસ અને યુક્રેનના ઘર્ષણને કારણે તેણે રૂસની કંપનીઓ પર પ્રતિબંધ કરી દીધો છે.

નવાદિયાએ જણાવ્યું કે અમેરિકાની ઘણી મોટી કંપનીઓ એ પહેલા જ તેને ઈમેઈલ કરીને કહ્યું છે કે, રુસનો સામાન નહિ ખરીદશું, તેનું કારણ ગુજરાતમાં મુખ્ય રૂપથી સૌરાષ્ટ્રના ભાવનગર, રાજકોટ, અમરેલી, અને જુનાગઢ જીલ્લાની સાથે રાજ્યના ઘણા ઉત્તરી ભાગમાં હીરાના ઉદ્યોગના શ્રમિક પર ખરાબ પ્રભાવ પડ્યો છે.

કાચા હીરાની આયાત : નવાદિયાએ જણાવ્યું કે આપણે રૂસ પાસેથી લગભગ 27% કાચા હીરાની આયાત કરતા હતા. પણ આ ઘર્ષણના કારણે હવે આટલી માત્રા ગુજરાતની યુનિટ્સ સુધી પણ નથી પહોંચતી. આ કારણે કામ પ્રભાવીત થઈ રહ્યું છે. ગુજરાતમાં હીરા પ્રોસેસિંગમાં સામેલ વર્ક ફોર્સના લગભગ 50% નાના આકારના હીરા પર કામ કરે છે. જેને સ્થાનીય રૂપથી પટલીના નામે ઓળખવામાં આવે છે.

બંને દેશોના ઘર્ષણ પહેલા ગુજરાત પોલીશ કરવા માટે કુલ કાચા હીરામાંથી લગભગ 30% રૂસની હીરા ખનન કંપની અલારોસાથી આયાત કરતુ હતું. નવાદિયા એ જણાવ્યું કે, ગુજરાતમાં કાપેલા અને પોલીશ કરેલા હીરામાંથી 60% રૂસી મૂળના છે. જેમાંથી વધુ પડતા નાના આકારના હીરા છે.

નફો ઓછો થયો : અમરેલી જીલ્લાના એક હીરા વ્યાપારી અનુસાર હીરા યુનિટ્સ અન્ય સોર્સના હીરા સતત આપૂર્તિ સુનિશ્ચિત કરવા માટે પોતાની કોશિશ કરી રહી છે. આફ્રિકી દેશોમાં નાના ખનીક અને ચીનની પ્રયોગશાળામાં વિકસિત નાના આકારના હીરા આયાત કરવામાં આવી રહ્યા છે. પણ આવા હીરાની કિંમત વધી ગઈ છે. આથી તેના કારણે નફો ઓછો થઈ ગયો છે.

નાના ઉદ્યોગ વધુ પ્રભાવિત : નવાદિયા એ જણાવ્યું કે, હીરાની ઇકાઈઓ શ્રમિકોને રોજગારી પ્રદાન કરી રહી છે. પણ આ ઘર્ષણ પહેલા જેવી સ્થિતિ નથી. શ્રમિકોને આઠની જગ્યાએ છ કલાક જ કામ આપવામાં આવી રહ્યું છે. અઠવાડિયામાં રજા પણ બે આપવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે, હજી સુધી નિર્માતા ખોટનો સામનો કરવા છતાં ટકેલા છે. ઉત્પાદન વૃદ્ધિમાં થઈ છે. અને તૈયાર માલને યોગ્ય કિંમત નથી મળી રહી. આથી હીરા યુનિટ્સ કર્મચારીઓના કામની કલાકોને ઘટાડી સીમિત રોજગારી પ્રદાન કરે છે. રૂસ-યુક્રેન ઘર્ષણને કારણે હીરાના નાના યુનિટ્સ સૌથી વધુ પ્રભાવિત થયા છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment