પહેલા જ થઈ જાવ સાવધાન : કોરોના વાયરસની વેક્સીનને લઈને લોકોમાં ફેલાઈ રહી છે આવી અફવાઓ….

મિત્રો કોરોના મહામારીને લઈને હાલ બધા જ દેશો ખુબ ચિંતિત છે. ખાસ કરીને કોરોનાની વેક્સીનને લઈને. આજે કોરોનાની વેક્સીન શોધવામાં ઘણા દેશોને થોડે અંશે સફળતા મળી છે. પરંતુ હજી બધી જગ્યા પર તેનું ટ્રાયલ જ શરૂ છે. જ્યારે બીજી બાજુ કોરોનાની વેક્સીનને લઈને લોકોમાં ઘણી અફવાઓ ફેલાઈ રહી છે. તેથી લોકોને વેક્સીન અંગે ઘણી ગેરસમજ ફેલાઈ રહી છે. તેથી જાણે જાણી લો વેક્સીન અંગેની સમગ્ર માહિતી.

કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. હજુ આખી દુનિયામાં કોરોનાના લાખો કેસો આવી રહ્યા છે. આ બધાની વચ્ચે એક સારા સમાચાર એ છે કે, દુનિયાના ઘણા દેશોમાં વેક્સીન બનવવાનું કામ શરૂ થઈ ગયું છે. જ્યારે ઘણા દેશોમાં વેક્સીનનું ત્રીજા કે ચૌથા ચરણમાં તેનું ટ્રાયલ શરૂ છે અને ભારતમાં પણ ઉમ્મીદ કરવામાં આવી રહી છે કે, શાયદ જાન્યુઆરીથી ટીકાકરણ શરૂ થઈ જાય. આપણા દેશમાં વેક્સીનના ઈમરજન્સી અપ્રુવલ માટે ત્રણ ત્રણ કંપનીઓએ એપ્લાઇ કર્યું છે. જ્યારે આ વેક્સીન કેટલી સુરક્ષિત અને સફળ છે તેને લઈને નવી નવી વાતો કરવામાં આવી રહી છે.

આખી દુનિયામાં કોરોનાની વેક્સીનને લઈને અલગ અલગ અફવાઓ ફેલાવામાં આવી રહી છે. જ્યારે દુઃખની વાત એ છે કે, લોકો આ ભ્રામક અફવાઓને સાચી સમજી રહ્યા છે. ચાલો તો આ વિશે થોડા સવાલોના જવાબ મેળવી લઈએ.

કોરોનાની વેક્સીન ઈમર્જન્સીમાં બની છે આથી તે સુરક્ષિત નથી ? : જો કે એ વાત સાચી છે કે કોઈ પણ વેક્સીન બનવામાં લગભગ 8 થી 10 વર્ષનો સમય લાગી જાય છે. પણ કોરોના મહામારીએ બધું જ બદલી નાખ્યું છે. આખી દુનિયામાં એક સાથે લાખો લોકો આ વાયરસના ચક્કરમાં આવી રહ્યા છે. તેથી વૈજ્ઞાનિકો એ યુદ્ધની રીતે કામ કરવું પડ્યું. દરેક દેશની સરકાર વેક્સીન પર કામ કરી રહી છે. આથી વેક્સીનને લઈને ડરવાની જરૂર નથી. દરેક વેક્સીનનું ટ્રાયલ 30 થી 40 હજાર લોકો પર ત્રણથી ચાર ફેઝ પર  કરવામાં આવી રહ્યું છે.શું વેક્સીન લગાવવાથી કોરોના થઈ જશે ? : એવું નથી કે વેક્સીન લગાડવાથી તમને કોરોના થઈ જશે. એ વાત સાચી છે કે, વેક્સીન દ્વારા લોકોના શરીરમાં વાયરસનો એક ભાગ નાખવામાં આવે છે. પણ તે પૂરી રીતે સુરક્ષિત છે. વેક્સીન પછી તમને હળવા સાઈડ ઈફેક્ટ થઈ શકે છે. તેનો અર્થ એવો કે તમને એક દિવસ માટે હળવો તાવ આવી શકે છે. તમે બીજી બીમારી માટે પહેલા જ વેક્સીન લઈ ચુક્યા છો. આમ કોઈ પણ વેક્સીનને લીધા પછી હળવો તાવ આવવો એ સામાન્ય વાત છે.

શું વેક્સીન લીધા પછી કોરોના ક્યારેય નહિ થાય ? : જે વિજ્ઞાનીકોઓએ કોરોનાની વેક્સીન તૈયાર કરી છે તે નથી ઈચ્છતા કે એક વખતમાં ટીકાકરણ થઈ ગયા પછી કોઈ ફરી બીમાર પડે. પણ હજી એમ કહેવું ઠીક નહિ હોય કે છેવટે તમે બીજી વખત કોરોના શિકાર નહિ થાવ. ટીકા લગાડ્યા પછી તમારા શરીરમાં કોરોના વાયરસ સામે લડવાની એક ઈમ્યુનીટી તૈયાર થઈ જશે. એવી ઉમ્મીદ કરવામાં આવી રહી છે કે, લાંબા સમય સુધી લોકો સુરક્ષિત રહે.શું કોરોનાથી પણ ખતરનાક હોય છે વેક્સીના સાઈડ ઈફેક્ટ ? : સોશિયલ મીડિયા પર હમણાં એવી પોસ્ટ વાયરલ થઈ રહી છે કે, વેક્સીન લીધા પછી તેની સાઈડ ઈફેક્ટ વધુ જોવા મળે છે. આ પૂરી રીતે ખોટી અફવા છે. વેક્સીન લગાડ્યા પછી હળવો તાવ આવે છે. આ સિવાય ટીકાકરણની જગ્યા પર થોડું દર્દ થાય છે.

શું વેકસીનમાં ઝેરીલા પદાર્થ હોય છે ? : કોઈ પણ પદાર્થ અહી સુધી કે, પાણીમાં પણ ઝેરી પદાર્થ હોય છે. ઘણી વેક્સીનમાં ફોર્મલડીહાઈડ અને એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવે છે. પણ તેની માત્રા એટલી ઓછી હોય છે કે, કોઈ પણના શરીર પર તેની કોઈ અસર નથી થતી.

જો મારી આસપાસ દરેક લોકોએ વેક્સીન લગાવેલી છે તો શું મારે તેની જરૂર નથી ? : વેક્સીન લગાવવી એ માસ્ક પહેર્યા જેવી વાત છે. આ માત્ર તમને નથી બચાવતા પણ તમારા સમાજને પણ બચાવે છે. આથી સારું એ રહેશે કે તમે વેક્સીન લગાવી લો.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “પહેલા જ થઈ જાવ સાવધાન : કોરોના વાયરસની વેક્સીનને લઈને લોકોમાં ફેલાઈ રહી છે આવી અફવાઓ….”

Leave a Comment