આ વસ્તુમાં પૈસાનું રોકાણ કરતા પહેલા જાણી લો આ નિયમો વિશે. 1 જાન્યુઆરીથી થશે મોટો બદલાવ…

મિત્રો હાલ દરેક લોકો પોતાના ભવિષ્યને લઈને ખુબ ચિંતિત હોય છે. આથી તેઓ પોતાનું ભવિષ્ય સેફ રહે તે માટે જુદી જુદી જગ્યા પર રોકાણ કરીને પોતાના પૈસાની બચત કરતા હોય છે. તો મિત્રો આવું જ એક ફંડ છે mutual ફંડ જેમાં જો તમે નવા વર્ષમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હો, તો તેમાં 1 જાન્યુઆરી થી 5 નવા ફેરફાર થવા જઈ રહ્યા છે. ચાલો તો આ નવા નિયમો અંગે જાણી લઈએ.

જો તમે આ નવા વર્ષની શરૂઆતમાં મ્યુચુઅલ ફંડમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ તમારા માટે ખુબ જરૂરી ન્યુઝ છે. 1 જાન્યુઆરીથી મ્યુચુઅલ ફંડના નિયમોમાં બદલાવ થવા જઈ રહ્યો છે. મ્યુચુઅલ ફંડને વધુ પારદર્શી અને સુરક્ષિત કરવા માટે નવા વર્ષમાં પણ મ્યુચુઅલ ફંડમાં રોકાણના ઘણા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. તો તમે પણ રોકાણ કરતા પહેલા આ નિયમોને જરૂર જાણી લો.

75% ભાગ ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરવું જરૂર છે : 1 જાન્યુઆરી 2021 થી મ્યુચુઅલ ફંડ રોકાણના નિયમોમાં ફેરફાર થઈ રહ્યો છે. આ નવા નિયમ અનુસાર હવે આ ફંડમાં ઓછામાં ઓછું 75% ઇક્વિટીમાં રોકાણ કરવું આવશ્યક છે. આ પહેલા આ સીમા 65% હતી, જેને વધારીને 75% કરવામાં આવી છે. આ સિવાય મલ્ટી કૈપ ઇક્વિટી મ્યુચુઅલ ફંડ્સ સ્કીમમાં ઓછામાં ઓછો 25-25% ભાગ લાર્જ કૈપ, મીડકૈપના સ્મોલ કૈપ સ્ટોક્સમાં રોકાણ કરવું પડશે.NAV કેલ્ક્યુલેશનમાં ફેરફાર : 1 જાન્યુઆરી 2021 થી નેટ એસેટ વેલ્યુ એટલે કે પરચેજ NAV એસેટ મેનજમેન્ટ કંપની (AMC) ની પાસે પૈસા પહોંચી ગયા પછી મળશે. પછી ઇન્વેસ્ટમેન્ટની સાઈઝ ગમે તેટલી મોટી હોય. આ સિવાય તમને જણાવી દઈએ કે, આ લીક્વીડ અને ઓવરનાઈટ મ્યુચુઅલ ફંડ સ્કીમ પર લાગુ નહિ થાય. આમ જોઈએ તો અત્યાર સુધીમાં દિવસના 2 લાખ સુધીનું પરચેજ NAV, AMC ની પાસે પહોંચ્યા પહેલાં મળી જતું હતું.

ઇન્ટર-સ્કીમ ટ્રાન્સફરના નિયમ બદલાશે : આ વિશે તમને જણાવી દઈએ કે, 1 જાન્યુઆરી 2021 થી ક્લોઝ ઇન્ડેડ ફંડ્સની ઇન્ટર સ્કીમ ટ્રાન્સફર રોકાણકારોને યુનિટ એલોટ થવાના માત્ર 3 બિઝનેસ ડેજની અંદર કરવું પડશે.

ડીવીડેંડ ઓપ્શનનું નામ બદલી શકાશે : એપ્રિલ મહિનાથી મ્યુચુઅલ ફંડ્સને ડીવીડેંડ ઓપ્શનનું નામ બદલીને ઇન્કમ ડીસ્ટ્રીબ્યુશન કમ કેપિટલ વિડ્રોઅલ કરવું પડશે. સેબીની તરફથી આનો નિર્દેશ પહેલાં જ દેવામાં આવ્યો છે.

નવું રીસ્કોમીટર ટુલ : આ અંગે જાણવા મળતી માહિતી મુજબ, સેબી રોકાણકોને રોકાણ પહેલાં રિસ્કનો અંદાજ કરવા માટે એક રીસ્કોમીટર ટુલની સુવિધા આપે છે. હવે આ ટુલમાં 1 જાન્યુઆરી 2021 થી very high risk ની કેટેગરી જોડવામાં આવશે. જેથી કરીને રોકાણકોને પહેલેથી થોડો અંદાજ આવી જાય. 1 જાન્યુઆરીથી લાગુ થઈ જશે અને તેનું મુલ્યાંકન પણ દર મહીને કરવામાં આવશે. આ ઉપરાંત મ્યુચુઅલ ફંડ્સને ઘણી અન્ય જાણકારી પણ રીસ્કો મીટર માટે આપવી પડશે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment