RTO સિવાય પણ હવે આ જગ્યાઓએ કઢાવી શકશો ડ્રાઈવિંગ લાયસન્સ, ડ્રાઈવિંગ લાયસન્સને લઈને કેન્દ્ર સરકારે કર્યું મોટું એલાન…

મિત્રો કેન્દ્ર સરકારે ડ્રાઈવિંગ લાયસન્સને લઈને એક ખુબ જ મોટી જાહેરાત કરી છે. હવે કાર કંપનીઓ, ઓટો મોબાઈલ એસોસીએશન, અને એનજીઓને પણ ડ્રાઈવિંગ ટ્રેનિંગ સેન્ટર ખોલવાની છૂટ રહેશે. આ સંસ્થાન પોતાના સેન્ટરોમાં ટ્રેનિંગ પાસ કરી ચુકેલા લોકોને ડ્રાઈવિંગ લાયસન્સ આપી શકશે.

હવે લર્નિંગ લાયસન્સ માટે તમારે પરિવહન વિભાગની ઓફીસના ચક્કર નહિ મારવા પડે. જો કે તમારે ગાડીના રજિસ્ટ્રેશન માટે એટલે કે RC માટે હજુ તમારે RTO જરૂર જવું પડશે. કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય એ આ વિશે એક નોટીસ બહાર પાડી છે. જો કે રીજનલ ટ્રાન્સપોર્ટ ઓફીસ (RTO) પહેલાની જેમ જ ડ્રાઈવિંગ લાયસન્સ જરૂર આપશે.

DL (ડ્રાઈવિંગ લાયસન્સ) ને લઈને કેન્દ્ર સરકારની મોટી જાહેરાત : સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની નોટીસ અનુસાર જાણવા મળ્યું છે કે, હવે કાર બનાવતી કંપનીઓ, તેમજ ઓટો મોબાઈલ એસોસીએશન, એનજીઓને પણ ડ્રાઈવિંગ લાયસન્સની ટ્રેનિંગ ખોલવાની છૂટ મળશે. હવે આ કંપનીઓ પણ ડ્રાઈવિંગ ટેસ્ટ પાસ કરી ચુકેલા લોકોને ડ્રાઈવિંગ લાયસન્સ આપી શકશે.

આ સેવાઓ માટે સમયે સમયે નિર્દેશ જારી કરવામાં આવે છે : આ સિવાય તમને જણાવી દઈએ કે, ડ્રાઈવિંગ લાયસન્સ તેમજ તેને લગતી અનેક સેવાઓને લઈને કેન્દ્ર સરકાર સમય સમય પર દિશા નિર્દેશ જાહેર કરતી રહે છે. ખાસ કરીને હાલના દિવસોમાં યુપી, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ, દિલ્હી-એનસીઆર અને ઝારખંડ જેવા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લર્નિગ લાયસન્સ અને ગાડીઓના રજિસ્ટ્રેશન (RC) માટે નવા નિયમોને લાગુ કર્યા છે. જ્યારે ઘણા રાજ્યોમાં હવે માત્ર ઓનલાઈન જ આવેદન સ્વીકારવામાં આવે છે.

RTO ને સંબંધિત કોરોના કાળમાં ઘણા નવા નિર્ણયો લેવામાં આવ્યા : કોરોના કાળ પછી દેશના લગભગ બધા રાજ્યોની પરિવહન વિભાગના લર્નિગ લાયસન્સ માટે ફી જમા કરવાની વ્યવસ્થા ઘણો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે નવી વ્યવસ્થા અનુસાર સ્લોટ બુક થતા જ લર્નિંગ લાયસન્સ માટે પૈસા જમા કરવા પડે છે. પૈસા જમા કર્યા પછી પરીક્ષા માટે તારીખ પણ પોતાની સુવિધા અનુસાર મળી રહી છે.

લાયસન્સ સંબંધિત સેવાઓ માટે પરિવહન વિભાગની વેબસાઈટ પર જઈને ડ્રાઈવિંગ સેવાઓ પર ક્લિક કરવું પડશે. તમારે ફોર્મ ભરતી વખતે પોતાના DL નંબરની સાથે બીજી પણ પર્સનલ જાણકારી આપવી પડશે. તેના ડ્રાઈવિંગ લાયસન્સ સંબંધિત બીજા પણ જરૂરી ડોક્યુમેન્ટને વેબસાઈટ પર અપલોડ કરવા પડશે. RTO ઓફીસમાં બાયોમેટ્રિક માહિતીની તપાસ પછી તમારા બધા ડોક્યુમેન્ટ ખરા કરવામાં આવશે. ત્યાર પછી તમારા લાયસન્સનું નવીનીકરણ થઈ જશે.

આમ તમારે હવે ડ્રાઈવિંગ લાયસન્સ સંબંધિત ઘણા નિયમોમાં ફેરફાર થવાથી ગ્રાહકોને ઘણી રાહત થઈ છે. તેમજ વ્યવસ્થા ઓનલાઇન થવાથી તમે ગમે ત્યારે અને ગમે ત્યાં ફોર્મ ભરી શકો છો. તેમજ પોતાના સમય અનુસર તારીખ પણ પસંદ કરી શકો છો. જે ખુબ જ સારી વ્યવસ્થા છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment