રાજ્યભરમાં આ તારીખથી ફરી ખુલશે 6 થી 8 ધોરણો માટે શાળાઓ, જાણો નિયમો અને સાવધાની…

ગુજરાત સરકારે રાજ્યમાં 6 થી 8 ના ધોરણના વર્ગ માટે શાળાઓ ફરીથી ખોલવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે કે, રાજ્યભરમાં આગામી સપ્તાહથી 6 થી 8 ના વર્ગ માટે ઓફલાઈન વર્ગો શરૂ થશે. શિક્ષણ મંત્રીએ અગાઉ કહ્યું હતું કે, 6 થી 8 ના વર્ગ માટે શાળાઓ ફરીથી ખોલવાનો નિર્ણય 15 ઓગસ્ટ પછી લેવામાં આવશે. શાળાઓ હવે 2 સપ્ટેમ્બરથી શરૂ થશે.

રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા એસઓપીને અનુસરીને જ શાળાઓ ઓફલાઇન વર્ગો શરૂ કરી શકશે. વર્ગખંડોમાં અને શાળા પરિસરની બહાર સામાજિક અંતર જાળવવું, તેમજ તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને બિન-શિક્ષક સ્ટાફ માટે ફેસ માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ ફરજિયાત કરવાનો રહેશે.

રાજ્ય સરકારે 26 જુલાઇ પહેલા જ 9 થી 11 ધોરણો માટે શાળાઓ ખોલી દેવામાં આવી છે. સરકારે કોરોના વાયરસ સંબંધિત તમામ માર્ગદર્શિકા સાથે 50 % ક્ષમતા ધરાવતી શાળાઓ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. સરકારે કહ્યું હતું કે, જે વિદ્યાર્થીઓ ઓફલાઈન વર્ગોમાં ભાગ લેવા ઈચ્છે છે તેઓએ તેમના માતા-પિતા પાસેથી સંમતિ ફોર્મ જમા કરાવ્યા બાદ શાળાએ આવવું પડશે.

રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા એસઓપીને અનુસરીને જ શાળાઓ ઓફલાઇન વર્ગો શરૂ કરી શકશે. વર્ગખંડોમાં અને શાળા પરિસરની બહાર સામાજિક અંતર જાળવવું, તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને બિન-શિક્ષક સ્ટાફ માટે ફેસ માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ ફરજિયાત રહેશે.

કોરોના સંક્રમણના ઘટાડાને જોતા ઘણા રાજ્યોમાં શાળાઓ શરૂ થઈ છે. યુપી સહિત ઘણા રાજ્યોમાં 01 સપ્ટેમ્બરથી ઓફલાઈન અભ્યાસ શરૂ થવા જઈ રહ્યો છે. બીજી બાજુ, હિમાચલ પ્રદેશે આજે શાળા ખોલવાનો નિર્ણય પાછો ખેંચતા ઓફલાઈન વર્ગોની તારીખ 04 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment