રાહુલ ગાંધીએ કર્યું મોટું એલાન ! જે દિવસે અમે સત્તામાં આવશું ત્યારે આ નિયમોને ઉખાડીને….

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નવા કૃષિ કાયદા વિરુદ્ધમાં કેન્દ્ર સરકારનો વિરોધ કરતા ફરી એક વાર પ્રહાર કર્યા છે. પંજાબના મોગામાં ખેતી બચાવો યાત્રાને સંબોધન કરતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે, જો સરકારને આ બીલ કરવાનું જ હતું તો સૌથી પહેલા લોકસભા અને રાજ્યસભામાં તેના વિશે ચર્ચા થવી જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યું કે, તે ખેડૂતોને ગેરંટી આપવા ઈચ્છે છે કે, જે દિવસે કોંગ્રેસ સત્તામાં આવશે તે દિવસે આ ત્રણ કાળા કાયદાઓને નાબૂદ કરી આપશે અને કાયદાઓને કચરાપેટીમાં ફેકી દેવામાં આવશે.

કોંગ્રેસ ખેડૂતોની સાથે ઉભી છે : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, તે પંજાબના ખેડૂતોને ભરોસો આપવા ઈચ્છે છે કે, કોંગ્રેસ દેશભરના ખેડૂતોની સાથે ઉભી છે અને કોંગ્રેસ પોતાના વચનથી એક ઇંચ પણ પીછેહઠ નહિ કરે. રાહુલ ગાંધીએ કહ્યું કે, નરેન્દ્ર મોદી સરકાર એમ.એસ.પી.ને નાબૂદ કરવા ઈચ્છે છે અને તેઓ એ પણ ઈચ્છે છે કે, કૃષિનું આખું બજાર અંબાણી અને અદાણીને સોપવું જોઈએ, પરંતુ કોંગ્રેસ પાર્ટી આવું થવા દેશે નહિ.

રાહુલ ગાંધીએ કહ્યું કે, જો આ નવા કાયદાઓથી ખેડૂતો ખુશ છે તો દેશભરમાં ખેડૂતો કેમ પ્રદર્શન કરી રહ્યા છે ? પંજાબમાં ખેડૂતો કેમ પ્રદશન કરી રહ્યા છે ? રાહુલ ગાંધીએ કહ્યું કે, કોરોના કાળમાં આ ત્રણ કાયદાને અમલમાં મુકવાની ઉતાવળન કરવાની શું જરૂર હતી ?પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું કે, તેઓ એમ મને છે કે, ખેડૂતોની ઉપજ ખરીદવા માટે બનેલી મોજુદા સિસ્ટમમાં ખામી છે, પરંતુ આ સિસ્ટમને સુધારવાની જરૂરિયાત છે. તેને નષ્ટ કરવાની જરૂરિયાત છે નહિ, કારણ કે આ સિસ્ટમ થઈ જાય તો ખેડૂતોની પાસે કંઈ પણ રહેશે નહિ અને ખેડૂતોએ સીધું અંબાણી અને અદાણી સાથે વાત કરવી જોઈએ અને આ વાતચીતમાં ખેડૂતો માર્યા જશે.

આ મોદીની નહિ, પણ અંબાણી અદાણીની સરકાર છે : રાહુલ ગાંધીએ ફરી એક વાર કહ્યું કે, દેશમાં નરેન્દ્ર મોદીની સરકાર છે, પરંતુ આ વાત ખોટી છે, આ તો અંબાણી અને અદાણીની સરકાર છે. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદીજીને અંબાણી અને અદાણી ચલાવે છે, જીવન આપે છે. તેના માટે મીડિયાનો માટે ઉપયોગ કરવામાં આવે છે. રાહુલે કહ્યું કે, મોદીજી તેમના માટે જમીન સાફ કરતા જાય છે અને તેઓ મોદીજીને સમર્થન આપે છે. આ લાભનો ફાયદો ઉઠાવીને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સુનીલ જાખડે ટ્રેક્ટર યાત્રા પણ કરી.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

 

1 thought on “રાહુલ ગાંધીએ કર્યું મોટું એલાન ! જે દિવસે અમે સત્તામાં આવશું ત્યારે આ નિયમોને ઉખાડીને….”

  1. RaGa is against India and that is the proof. The India must progress and update the OLD outdated status of Congress. What is needed is people of India should realise and see forward for their future. The world is going faster in progress and achivement whilst Congress is lacking the understanding. I would like to see people ditch the Congress and make India modern progressive winner. Jai Bharat.

    Reply

Leave a Comment