પોસ્ટ ઓફીસની આ સ્કીમમાં એકવાર રોકાણ કરી ઉઠાવો દર મહિને લાભ જ લાભ…. એકવારનું રોકાણ, ને દર મહિને આવશે પૈસા…

પોસ્ટ ઓફીસની આ સ્કીમમાં એકવાર રોકાણ કરી ઉઠાવો દર મહિને લાભ જ લાભ…. એકવારનું રોકાણ, ને દર મહિને આવશે પૈસા…

પોસ્ટ ઓફિસમાં અનેક પ્રકારની બચત યોજના ચાલે છે. આજે પણ સુરક્ષિત રોકાણ કરવા માટે પોસ્ટ ઓફિસ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. આજના સમયમાં દરેક જણ પૈસાનું રોકાણ ત્યાં જ કરવા ઈચ્છે છે જ્યાં રીટન વધુ મળતું હોય. જો તમે પણ રોકાણ કરવાનો પ્લાન કરી રહ્યા હોવ તો પોસ્ટ ઓફિસની મંથલી ઇનકમ સ્કિમ ને પસંદ કરી શકો છો. પોસ્ટ ઓફિસની આ એક નાની બચત યોજના છે. સ્કીમમાં રોકાણ કરીને તમે દર મહિને નિશ્ચિત રકમ મેળવી શકો છો. 

પાંચ વર્ષ માટેની સ્કીમ:- મંથલી ઇનકમ સ્કિમ એક પ્રકારની પેન્શન યોજના છે. જેમાં તમે પૈસા જમા કરીને દર મહિને તમારા માટે આવકની વ્યવસ્થા કરી શકો છો. પોસ્ટ ઓફિસની આ સ્કીમ પાંચ વર્ષ માટે છે. જો કે તમે ઈચ્છો તો આને પાંચ પાંચ વર્ષ માટે આગળ વધારી શકો છો. એકવાર સ્કીમ પૂરી થયા પછી તમારી રોકાણ કરેલી રકમ તમને પાછી મળી જશે.

વ્યાજ નો દર કેટલો છે:- મંથલી ઇનકમ સ્કિમ માં અત્યારે હાલમાં 6.6 ટકા નું વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે. ત્યારબાદ તમને દર મહિને પૈસા મળવા લાગશે. આ સ્કીમ માં અધિકતમ 4.5 લાખ રૂપિયા રોકાણ કરી શકાય છે. તમે આ સ્કીમ દ્વારા જોઈન્ટ એકાઉન્ટ પણ ખોલાવી શકો છો. ત્યારે તમે 9 લાખ રૂપિયા સુધી આ સ્કીમમાં રોકાણ કરી શકશો. 1,000 રૂપિયામાં તમે આ સ્કીમ દ્વારા તમારું ખાતું ખોલાવી શકો છો 

 5000 રૂપિયા મહિનાની કમાઈ:- જો તમે આ સ્કીમ દ્વારા 4.5 લાખ રૂપિયા રોકાણ કરો છો તો 6.6 ટકા વર્ષનું વ્યાજ અનુસાર તમને પાંચ વર્ષમાં 29,700 રૂપિયા મળશે. જો તમે ઇચ્છો તો આ રકમને દર મહિને લઈ શકો છો. એવામાં તમને 2475 રૂપિયા દર મહિને કમાણી થશે. જો તમે જોઈન્ટ એકાઉન્ટ માં 9 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો, પાંચ વર્ષમાં વ્યાજ ની રકમ 59,400 રૂપિયા થશે. જો તમે આ રકમને દર મહિને લેવા ઇચ્છતા હોવ તો 4950 રૂપિયા મહિના ની કમાણી થશે.

કેવી રીતે કરવું રોકાણ:- આ સ્કીમમાં રોકાણની રકમ તમે એક વર્ષ પહેલા નથી કાઢી શકતા. સાથે જ, જો તમે સ્કીમની પાકતી મુદત પહેલા રોકાણની રકમ પાછી લઇ લો છો, તો તમને મૂળ રકમમાંથી એક ટકા બાદ કર્યા પછી તે પાછી મળે છે. તમે કોઈપણ પોસ્ટ ઓફિસમાં મંથલી ઇનકમ સ્કિમ દ્વારા રોકાણ કરી શકો છો. તેના માટે પોસ્ટ ઓફિસમાં બચત ખાતું હોવું જરૂરી છે. કોઈપણ 18 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વ્યક્તિ આ સ્કીમનો લાભ લઇ શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!