મોંઘવારીના આ સમયમાં કાર લેવા માટેના ત્રણ બેસ્ટ ઓપ્શન્સ | લ્યો આ વધુ એવરેજ વાળી અને સસ્તી ગાડી..

મોંઘવારીના આ સમયમાં કાર લેવા માટેના ત્રણ બેસ્ટ ઓપ્શન્સ | લ્યો આ વધુ એવરેજ વાળી અને સસ્તી ગાડી..

મિત્રો જો તમને કાર વિશે જાણવાનો શોખ હશે અથવા તો તમને કારમાં મુસાફરી કરવી ગમતી હશે તો તમને અનેક કાર વિશે માહિતી જરૂર હશે જ. તેમજ કારને જોઈએ તમે તેની માઈલેજનો અંદાજ જરૂર લગાવો છો. આથી કોઈ પણ કાર ખરીદતા પહેલા તમે તેની બધી માહિતી જાણો છો અને પછી જ ખરીદી કરો છો.

જેમ કે તમે બધા જાણો છો કે પેટ્રોલના ભાવ દિવસે-દિવસે વધતા જાય છે. કેટલાક રાજ્યોમાં તો પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયા છે. એવામાં ગાડીનો ઉપયોગ કરવા વાળા સામાન્ય માણસોને વધુ સમસ્યાનો સામનો કરવો પડે છે. લોકો વધી રહેલા પેટ્રોલના ભાવથી હેરાન થઈને હવે ડીઝલ  ગાડી તરફ આકર્ષિત થઈ રહ્યા છે. જો કે ડીઝલ કાર પેટ્રોલ કારની સરખામણી મોંઘી હોય છે. અને એનું મેન્ટેનન્સ પણ વધારે હોય છે. હવે એવામાં સામાન્ય માણસ શું કરે.

તો, ચાલો તમને જણાવીએ કે આ સસ્તી અને બેસ્ટ માઇલેજ વાળી ઓટોમેટિક પેટ્રોલ કાર વિશે જે તમને સારું માઇલેજ તો આપશે સાથે જ આ કાર આધુનિક ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયરબોક્સ થી પણ લૈસ હશે.

Renault kwid : kwid કારને ફ્રાંસની રેનો કંપની એ બનાવી છે અને એમની સૌથી સસ્તી અને ઉતમ કારમમાંથી એક છે. તેને સ્પોર્ટી લુક અને સ્પોર્ટી  ડિઝાઈન આપવામાં આવી છે. આ કાર 800 CC ની છે આ સાથે 1 લિટર ક્ષમતા વાળા બંને એન્જીન વિકલ્પ સાથે પણ ઉપલબ્ધ છે. આ કારમાં ઇલેટ્રોનિક બ્રેક ફોર્સ ડિસ્ટ્રિબ્યુશન, એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ, 8 ઇંચની ટચસ્ક્રિન ઇન્ફોટેમેંટ સિસ્ટમ , કિલેસ એંટી અને રિવર્સ પાર્કિગ સેન્સર જેવા ફિચર ઉપલબ્ધ છે. આ કારની શરૂવાતની  કિંમત 4,72,000 રૂપિયા છે. અને એનું એવરેજ માઈલેજ 22 કિલોમીટર પ્રતિલિટર છે.

મારુતિ સુઝુકીની S-presso : દેશની પ્રમુખ કાર મેન્યુફેક્ચરીંગ કંપની મારુતિ સુઝુકીએ સૌથી બેસ્ટ માઈલેજ વાળી પોતાની કાર S-presso માર્કેટમાં મૂકી છે. આમાં 1 લિટર ક્ષમતા વાળું  પેટ્રોલ એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે 68PS ની પાવર અને 90 NM નું ટોર્ક જનરેટ કરે છે. ત્યાં એમાં ઇલોક્ટ્રોનિક બ્રેક ફોર્સ ડિસ્ટ્રિબ્યુશન, એન્ટિ લો બ્રેકિંગ સિસ્ટમ, 7 ઇંચનું ટચ સ્ક્રીન ઈન્ફોટેમેંટ સિસ્ટમ , કિલેસ એન્ટ્રી, પાવર વિન્ડો જેવા ખાસ ફીચર્સ જોવા મળે છે. આ કારની શરૂઆતની કિંમત 4,82,000 રૂપિયા છે, અને એનું એવરેજ માઇલેજ 21.7 કિલોમીટર પ્રતિલિટર છે.

Datsun redi-Go : આ redi-Go કારને જાપાનની ડૈટસન કંપનીએ બનાવી છે, જે એક ફેમશ હેચબેક કાર છે. આ કારમાં 1.0 લિટરની પેટ્રોલ ક્ષમતા વાળા એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે 69PS  પાવર અને 91NM  નું ટોર્ક જનરેટ કરે છે. આમાં ડિજિટલ ટેકોમીટર, LED ટાઈમ રનિંગ લાઇટ્સ, 8 ઇંચનું ઈન્ફોટેમેંટ સિસ્ટમ, 14 ઇંચનું એલાય વ્હીલ, કિલેસ એન્ટ્રી જેવા ફીચર્સ તમને જોવા મળશે. આ કારની શરૂઆતની કિમત 4,92,000 રૂપિયા છે. અને એનું એવરેજ માઇલેજ 22 કિલોમીટર પ્રતિલિટર છે.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી.

Leave a Comment

error: Content is protected !!