ડ્રાયવિંગ કરતા સમયે ફોનમાં વાત તો શું આ એપ પણ ન રાખતા ખુલ્લી, પડશે મોંઘુ. જાણો આ ટ્રાફિક નિયમ વિશે.

મિત્રો તમે જાણો છો તેમ વાહન ચલાવતા હો અને ફોનમાં વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા તરત જ ચલાણ ફાટી જાય છે. જેને કારણે લોકોએ ચાલુ વાહને ફોનમાં વાત કરવી કાયદેસર ગેર કાનૂની છે. જેનો દંડ લોકોએ ભોગવો પડે છે. આથી તમને જણાવી દઈએ કે, હાલ ટ્રાફિક નિયમ અનુસાર જો તમે ફોનમાં વાત કરો છો તો દંડ થશે. પણ જો તમે ચાલુ વાહને તમારા ફોનમાં આ એપ ચાલુ રાખીને વાહન ચલાવો છો તો પણ તમને દંડ થઈ શકે છે. આથી આજે અમે તમને જણાવશું કે એવી કંઈ એપ છે જે ચાલુ વાહને શરૂ રાખવી દંડ ગણાય છે.

વાહન ચલાવતી વખતે મોબાઈલમાં વાત કરતા જો તમે પકડાઈ જશો તો યાતાયાત પોલીસ દ્વારા ચલાણ વિશેની વાત તમે જાણો જ છો. પણ જો તમે વાહન ચલાવતી વખતે મોબાઈલમાં વાત નથી કરી રહ્યા અને પોલીસે તમારા મોબાઈલમાં આ એપ જોઈ લીધી તો પણ તમારું ચલાણ ફાટી શકે છે.

આ વાત સાંભળવામાં થોડી અજીબ લાગશે. પણ આ વાત સાચી છે. જો કે આ કોઈ જુનો કે નવો નિયમ નથી પર પોલીસ જ્યારે ચલાણ બનાવી રહી હોય તો લોકોને ઘણી મુશ્કેલી થાય છે. જ્યારે ઘણા લોકો આ વાતને લઈને ઘણી ધડ પણ કરે છે. પણ ખાસ વાત એ છે કે, તમે એ એપનો ઉપયોગ કરતા ભલે પકડાઈ જાવ પણ ચેકિંગ કરતી વખતે મોબાઈલ પર આ એપ open પણ હશે તો પોલીસ ત્યારે પણ ચલાણ ફાડી શકે છે.

આપણને માત્ર યાતાયાતના માત્ર 10 થી 20 નિયમો વિશેની જ જાણ હોય છે. પણ શાયદ જ તમને ખ્યાલ હશે કે, યાતાયાતમાં 132 નિયમ છે જેના ઉલ્લંઘન પર પોલીસ ચલાણ ફાડી શકે છે. તેમાં એકલા ડ્રાયવિંગથી જોડાયેલ નિયમની સંખ્યા 14 છે.

માત્ર આ એપની પરમિશન છે : મોટર વ્હીકલ એક્ટ અનુસાર વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ માત્ર નેવિગેશન માટે થઈ રહ્યો છે તો તમને છૂટ આપવામાં આવશે. આ સિવાય જો પોલીસ ચેકિંગ દરમિયાન તમારા ફોનમાં અન્ય બીજી કોઈ પણ એપ open જોઈ લેશે તો તમારું ચલાણ નીકળી શકે છે. એટલું જ નહિ કેટલાક મામલે એવા પણ કેસ છે જ્યારે નેવિગેશનનો ઉપયોગ નિશ્ચિત જગ્યાએ એટલે કે ડેશબોર્ડની સાઈડમાં અથવા સામેના ગ્લાસની એવી પોઝિશન પર કરવા પર પણ ચલાણ નીકળી શકે છે. જ્યાં ડ્રાઈવરની વિઝન પ્રોપર ન હોય.

જ્યારે કેટલાક એવા મામલા પણ સામે આવ્યા છે જ્યાં નેવિગેશનનો ઉપયોગ જ મોબાઈલ પર થઈ રહ્યો છે. પણ તે તેને સીટ પર અથવા પગની વચ્ચે રાખીને થઈ રહ્યો છે. નિયમ અનુસાર આમ કરવાથી ચાલકનું ધ્યાન ફરી શકે છે. જેના કારણે દુર્ઘટના થવાની સંભાવના વધી જાય છે.

ચાર ગણી વધી જાય છે દુર્ઘટનાની આશંકા : આ સિવાય વિશેષમાં તમને જણાવી દઈએ કે, વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવાથી દુર્ઘટનાની આશંકા ચાર ગણી વધી જાય છે. વાત કરવા સિવાય ખાસ કરીને જો તમે કોઈ મેસેજ વાંચી રહ્યા છો અથવા મેસેજ કરી રહ્યા છો, આ સિવાય આજકાલ ઘણા લોકો ડ્રાયવિંગ દરમિયાન લાઈવ વિડીયો પણ બનાવે છે. આ પણ ગેરકાનુની છે. અલગ અલગ રાજ્યોમાં આ માટે ચલાણ રાશી અલગ અલગ છે. દિલ્હી, યુપી, જેવા રાજ્યોમાં વાહન ચલાવતી વખતે કોઈ પણ પ્રકારનું નેવિગેશનને છોડીને મોબાઈલનો ઉપયોગ કરતા પકડાઈ જાવ તો 5 થી 10 હજાર રૂપિયા દંડ અથવા એક વર્ષ સુધી જેલ પણ થઈ શકે છે.

અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી…

Leave a Comment