LPG રસોઈ ગેસ સીલીન્ડરના નવા ભાવ થયા જાહેર ! અત્યારે જ જાણો નવેમ્બર મહિનાના ભાવ. 

વધતી મોંઘવારીની વચ્ચે રસોઈ ગેસને લઈને નવેમ્બર મહિનામાં રાહતના સમાચાર મળ્યા છે. સરકારી તેલ કંપનીઓએ નવેમ્બર મહિના માટે LPG રસોઈ ગેસ સીલીન્ડરના ભાવમાં કોઈ પણ ફેરફાર ન કરવાનો નિણર્ય કર્યો છે. આ પહેલા ઓક્ટોબર મહિનામાં પણ HPCL, BPCL, IOC એ રસોઈ ગેસ સીલીન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો. એક બાજુ બજારમાં બટેટા, ડુંગળીથી લઈને દાળોના ભાવમાં વધારામાં ગેસ સીલીન્ડર રાહતની વાત માનવામાં આવી રહી છે. જો કે, 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ ગેસ સીલીન્ડરના ભાવમાં 78 રૂપિયા સુધીનો નફો થયો છે.

જો કે, આ પહેલા છેલ્લે 14 કિલોગ્રામ વાળા રસોઈ ગેસ સીલીન્ડરના ભાવમાં જુલાઈ 2020 ના રોજ 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. તેમજ આ પહેલા જુન મહિના દરમિયાન દિલ્લીમાં 14.2 કિલોગ્રામ વાળા સબસીડી વગરના LPG સીલીન્ડર 11.50 રૂપિયા મોંઘુ થઈ ગયું છે, જો કે મેં મહિનામાં 162.50 રૂપિયા સુધી સસ્તો થયો છે.

જાણો નવા ભાવ : દેશની સૌથી મોટી ઓઈલ માર્કેટિંગ કંપની IOC ની વેબસાઈટ પર આપવામાં આવેલ ભાવ અનુસાર, દિલ્લીમાં સીલીન્ડરની કિંમતો સ્થિર છે, છેલ્લા મહિનાની એટલે કે ઓક્ટોબરમાં જે ભાવ હતા એ જ છે. નવેમ્બર મહિનામાં પણ એ જ ભાવ રહેશે.દિલ્લીમાં 14.2 કિલોગ્રામ વાળા સબસીડી વગરના રસોઈ ગેસ સીલીન્ડરની કિંમત 594 રૂપિયા પર સ્થિર છે. એ જ રીતે મુંબઈમાં સબસીડી વગરના રસોઈ ગેસ સીલીન્ડરની કિંમત 594 રૂપિયા છે. જો કે ચેન્નઈમાં કિંમતો અત્યારે પણ 610 રૂપિયા પ્રતિ સીલીન્ડર પર છે. તેમજ કોલકત્તા માં 14 કિલોગ્રામ વાળા ગેસ સીલીન્ડરની કિંમત 620 રૂપિયા ચુકવવા પડશે.

કોમર્શિયલ સીલીન્ડરના ભાવ : નવેમ્બર મહિના માટે 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સીલીન્ડરના ભાવમાં વધારો થયો છે. ચેન્નઈમાં સૌથી વધુ 78 રૂપિયા પ્રતિ સીલીન્ડરે વધારો થયો છે. હવે ત્યાં કોમર્શિયલ સીલીન્ડર માટે 1,354 રૂપિયા ચુકવવા પડશે. કોલકત્તા અને મુંબઈમાં 76 રૂપિયા પ્રતિ સીલીન્ડરમાં વધારો થયો છે. ત્યાર બાદ આ બંને શહેરોમાં નવા ભાવ  ક્રમશઃ 1,296 અને 1,189 રૂપિયા છે. રાજધાની દિલ્લીની વાત કરવામાં આવે તો હવે ત્યાં એક કોમર્શિયલ LPG ગેસ સીલીન્ડર માટે 1,241 રૂપિયા આપવા પડશે.

LPG સીલીન્ડરની ડિલીવરીના નિયમોમાં ફેરફાર : તમને જણાવી દઈએ કે, આજથી LPG ગેસ સીલીન્ડરની હોમ ડિલીવરીની રીત પણ બદલી રહી છે. હવે ગ્રાહકોને LPG સીલીન્ડર માટે OTP ની જરૂર પડશે. તેલ કંપનીઓ આ નવી સિસ્ટમને લાગુ કરી રહી છે. આ બદલાવથી ગેસ સીલીન્ડરની ચોરીના મામલા સાથે લડી શકાય અને જે તે ગ્રાહક સુધી ડિલીવરી થઈ શકે. આ નવી સિસ્ટમની ડિલીવરી Deliver Authentication Code કોડના નામે જાણવામાં આવશે. તે અનુસાર ગેસ સીલીન્ડરની ડિલીવરી ત્યાં સુધી પૂરી નહિ માનવામાં આવે. જ્યાં સુધી  ગ્રાહકો દ્વારા ડિલીવરી કરવા વાળાને એક કોડ ન દેખાડવામાં આવે. શરૂઆતના સમયમાં આ સિસ્ટમને 100 સ્માર્ટ શહેરોમાં લાગુ કરવામાં આવશે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment