નેપાળમાં મળી આવ્યો અદ્દભુદ સોનેરી રંગનો કાચબો…

દુનિયાભરમાં કંઈક અનોખું જોવામાં આવે ત્યારે તે ચર્ચાનો વિષય બને છે. તેમાં પણ જો તે ધર્મ સાથે જોડાયેલું હોય, તો લોકોની આસ્થા પણ તેની સાથે જોડાઈ જાય છે. તેવી જ એક ઘટના નેપાળમાં બની છે. જી હાં મિત્રો, નેપાળમાં એક સોનેરી(પીળા) રંગનો કાચબો મળી આવ્યો છે. સોનેરી કાચબાને પવિત્ર માનીને લોકો દૂર-દૂરથી કાચબાના દર્શન કરવા માટે આવી રહ્યાં છે. આ કાચબાને નેપાળના લોકો ભગવાન વિષ્ણુનો અવતાર માનીને તેની પૂજા કરી રહ્યા છે. એવું કહેવામાં આવે છે કે, જિનેટિક મ્યૂટેશનની જગ્યાથી આ કાચબાનો રંગ સોનેરી થઈ ગયો છે. તો આજે અમે તમને આ લેખમાં એ કચવા વિશેની જાણકારી જણાવશું માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

આ કાચબાને નેપાળના ધનુષા જિલ્લાના ધનુષધામ નગર નિગમ વિસ્તારમાં જોવામાં આવ્યો છે. આ કાચબાની ઓળખ મિથિલા વાઇલ્ડલાઇફ ટ્રસ્ટે કરી છે, તેમાં જણાવવામાં આવ્યું છે કે, એક ભારતીય ફ્લેપ કાચબાના રૂપમાં તેની ઓળખ મળે છે. વન્યજીવ જાણકાર કમલ દેવકોટાનું કહેવું છે કે, આ કાચબાનું નેપાળમાં ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ છે. 

પરંતુ નેપાળના લોકોનું એવું માનવું છે કે, ભગવાન વિષ્ણ કાચબાનો અવતાર લઈને પૃથ્વીને બચાવવાના હેતુ સાથે, તેઓએ સાક્ષાત ધરતી પર જન્મ લીધો છે. દેવકોટાનું કહેવું છે કે, હિંદુ ધર્મની માન્યતા અનુસાર કાચબાનો ઉપરી ભાગને આકાશ અને નીચેની ભાગને પૃથ્વી માનવામાં આવે છે. તો નેપાળમાં લોકો આ કાચબાને ભગવાન વિષ્ણુનો અવતાર માનવા લાગ્યા છે અને તેની પૂજા કરી રહ્યા છે. 

જાણકારોનું કહેવું છે કે, નેપાળમાં સોનેરી રંગનો આ પહેલો કાચબો છે. પરંતુ આખી દુનિયાભરમાં ફક્ત પાંચ જ આવા કાચબા મળી આવ્યા છે. આ એક અસામાન્ય શોધ છે. વન્યજીવ જાણકાર કમલ દેવકોટાનું કહેવું છે કે, જિનેટિક્સથી ઉત્પન્ન થયેલી પરિસ્થિતિઓની પ્રકૃતિ પર ખરાબ અસર પડે છે અને તેના જ કારણે વન્યજીવોમાં આવા બદલાવ જોવા મળે છે. તેમ છતાં આ જીવ આપણા સૌ માટે ખુબ જ કિંમતી છે. 

અહીં ઘણા જાણકારોનું એમ પણ કહેવું છે કે, જિન્સમાં બદલાવ આવવાના કારણે પણ કાચબાનો રંગ સોનેરી થાય છે. આ ક્રોમેટિક લ્યૂસિજમ કહેવામાં આવે છે. તેના કારણે પશુઓના ચામડાનો રંગ અથવા સફેદ કે મધ્યમ હોય છે. નેપાળમાં જોવા મળેલ આ કાચબો સામાન્ય ન કહી શકાય. કેમ કે આખી દુનિયાની તુલનામાં આ પાંચમો કાચબો જે સોનેરી રંગનો છે. 

Leave a Comment