SBI ની આ નવી યોજના ખેડૂતો માટે છે ખુબ જ ઉપયોગી, મિનીટોમાં જ મળી જશે લોન.

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે, આ વર્ષે લગભગ દરેક લોકોને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો તેના માટે સરકાર દ્વારા ઘણી રાહતો આપવામાં આવી હતી. તો હાલ ખેડૂતો માટે સ્ટેટ બેંક દ્વારા નવી સ્કિમ આપવામાં આવી છે. તો આ મુશ્કેલ સમયમાં ખેડૂતો અને ખેતી સાથે જોડાયેલા લોકોને મદદ મળી રહે તેવા હેતુ સાથે ભારતીય સ્ટેટ બેંક (SBI-State Bank of India) ની Multi Purpose Gold Loan યોજના (સ્કિમ) ખુબ જ ઉપયોગી છે. આ સ્કિમ દ્વારા ખેતી સાથે જોડાયેલા લોકોને આકર્ષક વ્યાજ પર લોન મળી શકે છે. તો આજે અમે તમને તેના વિશે જણાવશું માટે આ લેખને અંત સુધી વાંચો.

આ સ્કિમ હેઠળ ફક્ત ખેતી કરનારા લોકોને જ SBI ની Multi Purpose Gold Loan માટે અરજી કરી શકાશે. પરંતુ અન્ય લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવશે નહીં. તેમજ આ લોન લગભગ 12 મહિનાના સમયગાળા માટે જ આપવામાં આવે છે. તો બીજી તરફ ગ્રાહક ત્રણ વર્ષ સુધી પોતાના સોનાના બદલામાં કેશ, ક્રેડિટ અથવા ઓવર ડ્રાફ્ટ લઈ શકશે. તો ચાલો જાણીએ શું છે લોનની પર્ક્રિયા.

લોનની પ્રક્રિયા ખુબ જ સરળ છે : મલ્ટી પર્પસ ગોલ્ડ લોન સ્કિમ સંપૂર્ણ ભારતના દરેક ગામડા તથા નાના શહેરોની SBI શાખાઓ પર ઉપલબ્ધ છે. સ્કિમમાં લોન પ્રક્રિયા ખુબ જ સરળ અને મુશ્કેલી વિનાની છે. આ સ્કિમ હેઠળ લોનનું આવેદન કરવા પર ગ્રાહક પાસેથી કોઈ પ્રકારનો હિડેન ચાર્જ લેવામાં આવશે નહીં.

આ આધારે મળશે લોન : સ્કિમ હેઠળ લોન લેવા માટે ગ્રાહકને સોનાના ઘરેણાંને ધરોહર તરીકે રાખવા પડશે. તેના મૂલ્યના આધારે જ તમને કેટલી લોન મળી શકે તે નક્કી કરવામાં આવે છે. સોનાની કિંમતમાં બદલાવની સાથે તમને કેટલી લોન મળશે તે નક્કી થશે. SBI મલ્ટી પર્પસ ગોલ્ડ લોન સ્કિમ હેઠળ વાર્ષિક વ્યાજદર 7.25% છે. માર્જિન બેંક દ્વારા સમય સમય પર ઉધાર માટે નક્કી કરેલા મૂલ્ય(LTV) અનુસાર રહે છે.

રિપેમેન્ટ શિડ્યૂલ : SBI મલ્ટી પર્પસ ગોલ્ડ લોન સ્કિમ હેઠળ લોનને ચૂકવવા માટે સુવિધાજનક રિપેમેન્ટ શિડ્યૂલ છે. આ લોન માટે બે વેરિએન્ટ ડિમાન્ડ લોન અને કેસીસી ગોલ્ડ લોન છે. આ બંને જ વેરિએન્ટ હેઠળ વ્યાજ ચૂકવવાનો સમયગાળો લોન ડિસ્બર્સમેન્ટની તારીખથી લઈને 12 મહિના સુધી રહે છે.

અરજી કરવા માટે જરૂરી : લોન લેવા માટે ગ્રાહકને એપ્લિકેશન ફોમ ભરીને જમા કરવું પડશે. ફોમની સાથે બે પાસપોર્ટ સાઈઝના ફોટાની જરૂર પડશે. ઓળખ પત્ર તરીકે તમે Voter ID card, PAN card, Passport, Aadhaar card, Driving License વગેરે જમા કરાવી શકો છો. તે સાથે જ તમારે એડ્રેસ પ્રૂફ તરીકે Voter ID card, Passport, Aadhaar card, Driving license વગેરે જોડવું પડશે. તે સાથે ખેડૂત હોવાનું પ્રમાણ પણ અરજીની સાથે જોડવાનું રહેશે. ત્યાર બાદ જ તમારી લોન માટેની પ્રોસેસ શરૂ થશે.

Leave a Comment