હવે ડ્રાયવિંગ લાયસન્સ, આરસી બુક સાથે રાખવાની જરૂર નહિ પડે, લાગુ થયો આ નિયમ.

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે, આપણા દેશમાં હવે ઘણી રીતે નવા નવા બદલાવ થવા લાગ્યા છે. તો હવે RTO ના નિયમો પણ દિવસેને દિવસે બદલી રહ્યા છે. તો હાલ જ એક નવો નિયમ આવ્યો છે. જેને દરેક લોકોએ જણાવો ખુબ જ આવશ્યક છે. કેમ કે આજે લગભગ મોટાભાગના લોકો કોઈને કોઈ વાહન ચલાવતા હોય છે. તેના માટે ડ્રાયવિંગ સાથે જોડાયેલા દસ્તાવેજો હોવા ખુબ જ આવશ્યક હોય છે. તો ચાલો જાણીએ કે RTO ક્યો નવો નિયમ આવ્યો.

મિત્રો આપણા દેશમાં 1 ઓક્ટોબર, 2020 થી નવો “મોટર વ્હીકલ એક્ટ” લાગુ થઈ ગયો છે. જેમાં તમારે તમારું ડ્રાયવિંગ લાયસન્સ, આરસી બુક, પરમિટ, પીયુસી અથવા અનુ દસ્તાવેજોની હાર્ડ કોપી પોતાની પાસે રાખવાની જરૂર નહિ રહે. પરંતુ તમારે આ બધા જ ડોક્યુમેન્ટની ડિજીટલ કોપી તમારા સ્માર્ત ફોનમાં M-Parivahan અથવા digilocker app માં રાખવી પડશે.

સંશોધિત મોટર વ્હીકલ એક્ટને હાલમાં નોટિફાઇ કરવામાં આવ્યું હતું. તેનું મકસદ દસ્તાવેજોને ડિજીટલ વેરિફિકેશનને વધારો આપવા ભ્રષ્ટાચાર પર અંકુશ લાવવાનું છે. જો કે મોબાઈલ ફોન પર દસ્તાવેજોની કોપી રાખવી જ પર્યાપ્ત નહિ હોય, કેમ કે સર્વરમાંથી ડિટેલ ડાઉનલોડ કરવાની જરૂર રહેશે.એક સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે M-Parivahan એપ એક બહેતર વિકલ્પ છે. કેમ કે આ પહેલા ડ્રાયવર અને ગાડી સાથે જોડાયેલા બધા દસ્તાવેજોને ડાઉનલોડ કરી શકાય છે. છેલ્લા વર્ષે સરકારે બધા જ રાજ્યોના ટ્રાન્સપોર્ટ અને પોલીસ ડીપાર્ટમેન્ટને એડવાઈઝરી મોકલીને ડિજીટલ ડોક્યુમેન્ટને માન્યતા આપવા કહેવામાં આવ્યું હતું. પરંતુ હવે આ નિયમનો હિસ્સો બની ચુક્યો છે, એટલા માટે તેને કાનૂની વૈધતા મળી ગઈ છે.

છેલ્લા અઠવાડિયે નોટિફાઇ કરવામાં આવેલ રૂલ્સ અનુસાર, ઈલેક્ટ્રોનિક માધ્યમ માન્ય મળી આવેલા વાહનોના દસ્તાવેજોની તપાસ માટે હાર્ડ કોપીની માંગ નહિ કરવામાં આવે. પરંતુ તેમાં સૌથી મોટી ચુનોતી એ છે કે, શું આખા દેશમાં પોલીસ પાસે ડીટેઈલ્સને ઓનલાઈન વેરિફાઈ કરવા માટે હેન્ડહેલ્ડ ડિવાઇસેસ અથવા એપ છે. એક અધિકારીએ કહ્યું કે, હવે આ નિયમ બની ચુક્યો છે અને જો પોલીસ તેનું પાલન ન કરે તો લોકો પોતાની વાત રાખી શકે છે.

Leave a Comment