મોદીએ શરૂ કરી હેલ્થ કાર્ડની યોજના, તમારી બીમારીથી લઈને દવાના રેકોર્ડ રહેશે ઓનલાઈન !

મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 74 માં સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી નેશનલ ડિજિટલ હેલ્થ મિશન (NDHM)ની શરૂઆત કરી હતી. આ સાથે તેમણે કહ્યું કે, આ મિશન દેશના સ્વાસ્થ્ય ક્ષેત્રે ક્રાંતિકારક સાબિત થશે. તે અંતર્ગત દરેક નાગરિકને એક ડિજિટલ કાર્ડ મળશે. આ કાર્ડ લોકોને ઘણી સુવિધાઓ આપશે. જેમ કે, તમને ક્યો રોગ થયો છે ? તમે પહેલાં ક્યાં ડોક્ટરને બતાવ્યું ? ક્યાં ટેસ્ટ કરાવ્યા ? તમને કંઈ સારવાર આપવામાં આવી છે ? હવે તમારે કંઈ દવા લેવાની જરૂર છે ? વગેરે જેવી તમામ માહિતી આ કાર્ડમાં હશે.

આ યોજનામાં કોઈ પણ પોતાની ઇચ્છાથી સામેલ થશે. તેમાં ખાનગીયતાનું વિશેષ ધ્યાન રાખવામાં આવશે, પૈસા જમા કરવા પડશે, હોસ્પિટલમાં કેસ કઢાવવા માટે ભાગ દોડ થાય, તેવી પરેશાનીઓમાં પણ રાહત મળશે. આ બધા એક ડિજિટલ કાર્ડથી શક્ય બની શકે છે. સરકારે એનડીએચએમ માટે 470 કરોડ રૂપિયાના ફંડને મંજૂરી આપી છે. 

હેલ્થ આઇડીઃ દેશના દરેક વ્યક્તિને એક હેલ્થ કાર્ડ આપવામાં આવશે. આ કાર્ડ મળ્યા બાદ તમારે ડોક્ટર્સ અને મેડિકલ ટેસ્ટના તમામ પ્રિસ્ક્રિપ્શન સાચવીને રાખવાની ઝંઝટ નહીં રહે.

પર્સનલ હેલ્થ રેકોર્ડઃ આ કાર્ડમાં કોઈ પણ રોગની સારવાર કરતા સમયે સંબંધિત ડોક્ટરને તમારી હેલ્થ હિસ્ટ્રીની જાણ આ સંબંધિત એપ દ્વારા મળી જશે. તેનાથી ડોક્ટરને તમારી સારવાર કરવામાં સરળતા રહેશે. જો કોઈ દવા તમને નુકસાન કરી રહી હશે, તો એ આ હેલ્થ હિસ્ટ્રીથી જાણ થઈ જશે.

ડિજી ડોક્ટરઃ ડિજી ડોક્ટર એટલે કે દેશભરમાં પ્રાઇવેટ અને સરકારી ડોક્ટર પોતાની જાતને રજિસ્ટર્ડ કરાવી શકશે.

હેલ્થ ફેસેલિટી રજીસ્ટ્રીઃ તેમાં હોસ્પિટલ, ક્લીનિક, લેબ અને સ્વાસ્થ્ય સેવા સંબંધિત બીજી ફેસેલિટી જોડાઈ શકે છે. તેનાથી આ જાણકારી ઝડપથી સાથે એક પ્લેટફોર્મ પર મળી શકે છે. આ પ્લેટફોર્મ વેબ અને એપ બંને ફોર્મેટમાં હશે. 

ટેલિમેડિસિનઃ ટેલિમેડિસિન એટલે કે તમે આ પ્લેટફોર્મ પર રજિસ્ટર્ડ કોઈ પણ ડોક્ટર પાસે ઓનલાઇન ટ્રીટમેન્ટ કરાવી શકશો. ઈ-ફાર્મસીઃ તમે આ કાર્ડ દ્વારા દવાને ઓનલાઈન પણ મંગાવી શકો. 

આ યોજનાનો ઉદ્દેશ્ય : આ યોજનાનો મુખ્ય હેતુ સમગ્ર દેશ માટે ડિજિટલ હેલ્થ સિસ્ટમ બનાવવાનો છે. તેનાથી હેલ્થ ડેટા મેનેજ કરી શકાશે. હેલ્થ ડેટા મેનેજ કરવાથી સરકારને આરોગ્યને લગતી યોજનાઓ ઘડવામાં અને તેનો અમલ કરવામાં મદદ મળશે.હજુ આ સુવિધા મળતા સમય લાગશે : લોકોને અત્યારે આ યોજનાનો લાભ મેળવવા માટે હજુ થોડી રાહ જોવી પડશે. હકીકતમાં સરકારે તેનું નામ, લોકો અને ટેગલાઇન માટે લોકો પાસે ટિપ્સ માંગે છે. 6 ઓગસ્ટ સુધી આ ટિપ્સ આપવાની હતી. 2604 લોકોએ ટિપ્સ આપી હતી. તેના વિજેતાને 25 હજાર રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું હતું. 

એક હજાર દિવસમાં 6 લાખથી વધારે ગામમાં પહોંચશે ઓપ્ટિકલ ફાઈબર : વડાપ્રધાન મોદીએ દેશમાં ડિજિટલ સુવિધાઓ માટે કરવામાં આવતા કામોનો પણ ઉલ્લેખ કર્યો. વડાપ્રધાને કહ્યું કે, વર્ષ 2014 પહેલાં આપણા દેશમાં 5 ડઝન પંચાયતોમાં ઓપ્ટિકલ ફાઈબર હતું. ત્યાર પછી 5 વર્ષમાં દોઢ લાખ પંચાયતો સુધી ઓપ્ટિકલ ફાઈબર પહોંચી ગયું છે. ડિજિટલ ઇન્ડિયામાં ગામડાંઓની ભાગીદારી પણ જરૂરી બની ગઈ છે. તેને ધ્યાનમાં રાખીને અમે દરેક પંચાયત સુધી પહોંચાડવાનો પ્લાન બનાવ્યો હતો. નક્કી કર્યું છે કે, ‘6 લાખ કરતાં વધારે ગામોમાં ઓપ્ટિકલ ફાઈબર પહોંચાડીશું. લાખો કિલોમીટર સુધી ઓપ્ટિકલ ફાઈબર નાખવામાં આવશે. એક હજાર દિવસમાં દેશના 6 લાખથી વધુ ગામોમાં ઓપ્ટિકલ ફાઈબરનું કામ પૂરું કરી દેવામાં આવશે.’

Leave a Comment