કાર લેવાનો પ્લાન હોય તો જલ્દી કરો, આવતા મહિને આ કંપની વધારી રહી ભાવ…

જો તેમ કાર લેવાનું વિચારી રહ્યા હો, જલ્દી કરી લો આ પ્લાન. કેમ કે આ કંપની દ્વારા કારના ભાવમાં વધારો કરી રહી છે. જી હા મિત્રો, જો તમે મારુતિ સુઝુકી કંપનીની કાર લેવાનો પ્લાન કરી રહ્યા હો, આ સમય ચુકતા નહિ. કેમ કે આવતા મહિને  એટલે કે એપ્રિલ 2021 થી મારુતિ સુઝુકી કંપની પોતાની કારોના ભાવ વધારી રહી છે. ઈમ્પુટ કોસ્ટમાં વૃદ્ધિ થવાના કારણે આવું કરવામાં આવી રહ્યું છે, કારણ કે તેની અસર કારના પ્રોડક્શન કોસ્ટ પર પડી રહી છે. મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમીટેડ (Maruti Suzuki India ltd) ભારતની સૌથી મોટી કાર નિર્મતા કંપની છે.

કંપનીએ જાન્યુઆરી 2021 માં જ ઈમ્પુટ કોસ્ટમાં વધારો આવ્યો તેનો હવાલો આપ્યો હતો અને અમુક કાર મોડેલ્સની કિંમતોમાં પણ વધારો કર્યો હતો. તેમજ કંપની હજુ ફરી એપ્રિલમાં કિંમત વધારવા જઈ રહી છે. છેલ્લા એક વર્ષથી વિભિન્ન ઈમ્પુટ કોસ્ટમાં વધારાના કારણે કારોની કિંમતો વધી રહી છે. છેલ્લા એક વર્ષથી વિભિન્ન ઈમ્પુટ કોસ્ટમાં વધારો થયો તેના કારણે કારોની કિંમત પણ વધી રહી છે જેની સીધી અસર ગ્રાહકો પર પડી રહી છે. મારુતિ અનુસાર વર્ષ કારોના હિસાબથી તેના ભાવમાં વધારો થશે.ઓટો ઇન્ડસ્ટ્રી બોડી SIAM ની અનુસાર ભારતમાં પેસેન્જર વ્હીકલના વેંચાણમાં 18% વધારો થયો છે. જેના કારણે ફેબ્રુઆરીમાં કુલ 2,81,380 યુનિટ્સ કાર વેંચાણ થયું. જ્યારે આ મહિનામાં ગયા વર્ષે 2,38,622 યુનિટનું વેંચાણ થાય છે. તેમાં જો વાત મારુતિ સુઝુકી ઇન્ડિયાની કરવામાં આવે તો ફેબ્રુઆરી 2021 માં 1,144,761 યુનિટનું વેંચાણ થયું. જો કે ગયા વર્ષના મુકાબલે 8.27% વધુ રહ્યું છે. તેમજ બીજી તરફ હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયાનું સેલ 28.97% નું જબરદસ્ત નફો જોવા મળ્યો, જેણે ફેબ્રુઆરીમાં 51,600 યુનિટનું સેલ કર્યું છે.

ડિસેમ્બર ક્વાર્ટરમાં થયો 1,996.7 કરોડનો પ્રોફિટ : મારુતિએ ડિસેમ્બર ક્વાર્ટરમાં થયેલા નફામાં 26% નો વધારો થયો એવું જણાવ્યું હતું, જેનાથી કંપનીને 1,996.7 કરોડ રૂપિયાનો કંપનીને નફો થયો હતો. જ્યારે ગયા વર્ષેમાં ઓક્ટોબર-ડિસેમ્બરમાં 1,587.4  નફો થયો હતો. ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન કંપનીએ 4,95,879 વેંચ્યા જે ગયા વર્ષેના સમાન સમયની તુલનામાં 13.4 % વધુ છે.આખા દેશમાં 4,000 આઉટલેટ : મારુતિ સુઝુકી ઇન્ડિયાએ છેલ્લા અઠવાડિયામાં જણાવ્યું હતું કે, કંપનીની સર્વિસ નેટવર્ક એ 1,989 શહેરોને કવર કરતા આખા દેશમાં 4,000 આઉટલેટનો આંકડો પાર કર્યો છે. કંપનીનું કહેવું છે કે, કોરોના મહામારીના કારણે ઉત્પન્ન થયેલ કઠિન પરિસ્થિતિઓ હોવા છતાં 2020-21 માં 208 નવા વર્કશોપને જોડ્યા. તેમજ કંપનીએ ગયા મહિને ભારતની સૌથી પસંદગીની કારોમાંથી એક સ્વીફ્ટનું અપડેટેડ વર્જન લોન્ચ કર્યું હતું. જેની કિંમત 5.73 લાખથી 8.41 લાખ રૂપિયાની એક્સ શો રૂમપ્રાઈઝ દિલ્લી રાખવામાં આવી છે. આ કારને મેન્યુઅલ અંને ઓટોમેટિક બંને વર્જનમાં લોન્ચ કરવામાં આવી છે.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment