છેવટે શા માટે એમ.એસ. ધોનીએ લીધું રીટાયરમેન્ટ ? જાણો તેની પાછળનું સાચું કારણ. 

મિત્રો જેમ કે તમે જાણો છો કે, મહેન્દ્રસિંહ ધોનીએ ગઈ કાલે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ લેવાનો પોતાનો નિર્ણય જાહેર  છે. આ સાંભળીને એવું કહી શકાય કે, એક તાજું ફૂલ કરમાઈ ગયા પછી તે જ ડાળી પર થોડા દિવસો રહીને નવું ફૂલ ખીલે છે. તેમજ સૂકાયેલ ઘાસ ખરીને તેના સ્થાન પર નવું ઘાસ ઉગી જાય છે. તેમજ દરેક ક્ષેત્રમાં એક ફૂલ કરમાઈ ગયા પછી બીજા નવા ફૂલ આવે છે. તેમજ ક્રિકેટની વાત કરવામાં આવે તો મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સન્યાસ લીધો છે.પરંતુ એમ કહી શકાય કે તેમના સ્થાને કાલે કોઈ બીજું નવું ફૂલ પલ્લવિ થઈ શકે. આ સિવાય એક કહેવત છે કે, જિંદગી બે પણની મહેમાન છે. તેમાં આવતા ઉતાર-ચડાવ આવે અને જાય. તો ક્રિકેટ દુનિયા મહેન્દ્રસિંહ ધોનીએ નિવૃત્તિ  લીધી છે. તો આજે  આ  લેખમાં અમે તમને જણાવશું  કે શા માટે મહેન્દ્રસિંહ ધોનીએ ક્રિકેટમાંથી સન્યાસ લીધો. તો ચાલો જાણીએ તેના વિશે વિશેષ માહિતી.  

ધોનીએ અચાનક લીધેલા પોતાના આ નિર્ણયથી એ સાબિત કર્યું છે કે, આવનાર નવી પેઢી માટે તે અવરોધ નહિ બને. જો ધોની પોતાના આ સન્યાસ અંગે જાહેરાત ન કરે તો રિષભ પંત, સંજુ સેમસન અને ઇશાન કિશન જેવા ખેલાડીઓ પર આઈપીએલમાં પણ દબાણ વધુ હોત. આ સિવાય જાણવા મળતી વિગત અનુસાર, થનાર T20 વર્લ્ડ કપ માટે ધોની પોતાને ફીટ રાખી રહ્યો હતો પરંતુ આ વર્લ્ડ કપ આવતા વર્ષે જતા ધોનીએ આ નિર્ણય લીધો છે. તેથી નક્કી કહી શકાય છે હવે રિષભ પંતને વિકેટકીપરના રૂપે સ્થાન મળી શકે છે. 

આ ઉપરાંત એ પણ જણાવી દઈએ કે, ધોની માટે ચેન્નઈ સુપર કિંગ્સ અને તેના માલિક એન શ્રીનીવાસન ખુબ મોટું સ્થાન ધરાવે છે. 2019 ના વિશ્વ કપમાં ન્યુઝીલેન્ડ સામે સેમીફાઈનલમાં પરાજય થયા બાદ ધોનીએ કોઈ મુકાબલો રમ્યો ન હતો. ત્યાર પછી તેના ભવિષ્યને લઈને ઘણા સવાલો ઉઠી રહ્યા હતા. તેઓ શુક્રવારે સીએસકે ની સાથે પોતાના બધા સાથીઓ સાથે પહોંચ્યા. આમ ટીમના સાથીઓ સાથે મુલાકાત કર્યા બાદ ધોનીએ શ્રીનિવાસન સાથે મુલાકાત કરી અને શનિવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી હતી. જો કે 2019 વર્લ્ડ કપ ધોનીનો છેલ્લો વર્લ્ડ કપ હોત. પરંતુ ધોનીએ સન્યાસ ન લીધો. પરંતુ જ્યારે લોકોને ઉમ્મીદ પણ કરી ન હતી, ત્યારે તેમણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ લેવાનો નિર્ણય લીધો. આવું જ ધોનીએ ટેસ્ટ મેચથી સન્યાસ લેવા સમયે, તેમજ ટી-20 માંથી સન્યાસ લેવા સમયે કર્યું હતું. ન્યુઝીલેન્ડ સામે સેમીફાઈનલ હાર્યા પછી જ્યારે કેપ્ટન વિરાટ કોહલીને ધોનીના ભવિષ્ય અંગે પૂછવામાં આવ્યું ત્યારે કોહલી કહ્યું હતું કે, આમારી વચ્ચે આ અંગે કોઈ વાત નથી થઈ. 

જ્યારે ન્યુઝીલેન્ડની સેમીફાઈનલ સામે ધોનીએ 72 રનોમાં માત્ર 50 રન જ કર્યા હતા. આમ ધોનીની ધીમી બલ્લેબાજીને કારણે તે આલોચનાનું કેન્દ્ર બન્યો હતો. જો તેઓ રન આઉટ ન થયા હોત તો ભારત સેમીફાઈનલમાં પણ પહોંચી જાત. જ્યારે ન્યુઝીલેન્ડના કેપ્ટનને ધોની વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જવાબ આપ્યો કે, તે ન્યુઝીલેન્ડ માટે રમવા માટે પણ લાયક નથી. તે વિશ્વ સ્તરીય ખેલાડી છે. તેણે ભારત માટે ઘણી મેચ જીતી છે. ત્યાર પછી કેપ્ટને હસતા હસતા કહ્યું કે, શું તેઓ પોતાની રાષ્ટ્રીયતા બદલી રહ્યા છે. ધોનીએ 2014 માં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચ પછી સન્યાસ લઈ લીધો હતો. જ્યારે 2017 માં અચાનક જ ટી-20 કેપ્ટન શીપથી પણ સન્યાસ લઈ લીધો અને આવનાર નવા કેપ્ટનને નવી ટીમ બનાવવા માટેનો મોકો આપ્યો. પરંતુ તેઓ પોતાનું યોગદાન જરૂરથી આપતા રહ્યા હતા. આમ 15 ઓગસ્ટ 2020 માં ધોની એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી પણ સન્યાસ લઈ લીધો. 

Leave a Comment