દેશમાંથી દિવાળું કરીને ભાગેલ વિજય માલ્યાને લંડનની કોર્ટ આપશે આ ખાસ સુવિધા | જાણો શું શું મળશે…

મિત્રો તમે વિજય માલ્યાનું નામ સાંભળ્યું હશે. કહેવાય છે કે, તે એક શરાબ કારોબારી કરનાર છે. જેનું નામ ઘણા કેસમાં જોડાયેલ છે. જે માટે તેણે ઘણી વખત જેલ ભોગવી છે. જ્યારે આ સમયે એક નવા સમાચાર આવ્યા છે કે, વિજય માલ્યાને લંડન કોર્ટ દ્વારા કેટલીક છૂટ આપવામાં આવી છે. તો તમે પણ આ છૂટ વિશે જાણવા માંગો છો તો આજે જ આ લેખ પૂરો વાંચો.

લંડનના ઉચ્ચ ન્યાયાલય એ શરાબ કારોબારી વિજય માલ્યાને પોતાના રહેવા અને કાનૂની ખર્ચ પુરા કરવા માટે અદાલત દ્વારા રાખવામાં આવેલ રકમમાંથી લગભગ 11 લાખ પાઉન્ડની અનુમતિ આપવામાં આવેલી છે. દીવાળા અને કંપની બાબતોની ઉપરની અદાલતના ન્યાયાધીશ નીગેલ બર્નેટે અદાલત ફંડ કાર્યાલયમાંથી પૈસા કાઢવાના સંબંધમાં સુનવણીની અધ્યક્ષતા કરી હતી.

આ સુનવણી કરજ ન ચૂકવવાને લઈને ભારતીય સ્ટેટ બેંકની આગેવાનીમાં ભારતીય બેંકો દ્વારા કરવામાં આવી રહેલી દીવાળા સંબંધી કાર્યવાહી નીચે થઈ છે. આ આદેશના માધ્યમથી કિંગફિશર એયરલાઈન્સના પૂર્વ પ્રમુખને પોતાના રહેવા અને દીવાળા યાચિકાના વિરોધમાં કાનૂની ખર્ચને પુરા કરવા માટે અદાલતથી પૈસા કાઢવાની અનુમતિ મળી ગઈ છે.

માલ્યા હાલ જમાનત પર બ્રિટેનમાં છે અને ત્યાં દગાબાજી અને ધન શોધનના આરોપનો સામનો કરવા માટે ભારત પ્રત્યર્પિત કરવામાં આવેલ એક અન્ય કાનૂની લડાઈ હારી ગયા છે.

ફેસલો આવ્યા પછી તપાસ થશે કે ક્યાં પૈસા ખર્ચ કરવામાં આવેલ છે : સુનવણી દરમિયાન જજ એ કહ્યું કે, ‘આ બાબતે માલ્યા હજી સુધી બે પહેલુંમાં સફળ રહ્યા છે, જ્યારે યાચિકાકર્તા ભારતીય બેંક માલ્યાના આવેદન વિરુદ્ધ પક્ષ રાખવામાં ઘણા અંશે સફળ રહ્યા છે. કોર્ટે કહ્યું કે, ‘આવેદનની સુનવણી પર કાનૂની ખર્ચ થાય તે સ્વાભાવિક છે. હવે સવાલ છે કે, આ ખર્ચ કેવી રીતે આપવામાં આવશે. આ માટે હાલ માલ્યાને આ ખર્ચ કરવા માટે કોર્ટના ફંડમાંથી પૈસા આપવામાં આવી રહ્યા છે. જો કે કોર્ટ એ કહ્યું છે કે, દીવાળીયાના મામલે નિર્ણય આવ્યા પછી માલ્યા દ્વારા આ પૈસાને ક્યાં અને કેવી રીતે ખર્ચ કરવામાં આવે, તેની તપાસ થઈ રહી છે.’

એસબીઆઈ સહીત આ બેંકોનો કર્જ છે : આ સિવાય તમને જણાવી દઈએ કે, એસબીઆઈ એ 13 બેંકો આગેવાની કરી રહી છે, જેનાથી માલ્યા એ કર્જ તો લીધો હતો, પણ તેને ચુકવ્યું ન હતું. તેમાં બેંક ઓફ બરોડા, કોર્પોરેશન બેંક, ફેડરલ બેંક લીમીટેડ, આઇડીબીઆઈ બેંક, ઇન્ડિયન ઓવરસીજ બેંક, જમ્મુ એન્ડ કાશ્મીર બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, પંજાબ નેશનલ બેંક, સ્ટેટ બેંક ઓફ મેસુર, યુકો બેંક, યુનાઈટેડ બેંક ઓફ ઇન્ડિયા, જે એમ ફાઈનાશિયલ એસેટ રીકન્સ્ટ્રકશન કંપની પણ સામેલ છે. આ બેંકો એ ડિસેમ્બર 2018 માં માલ્યા વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી.

Leave a Comment