નવા વર્ષમાં જિઓએ લોન્ચ કર્યો નવો પ્લાન ! બધા જ નેટવર્ક પર મફત થશે વાત. જુઓ ચાર સસ્તા પ્લાન…

મિત્રો આજકાલ મોટાભાગના લોકો જિઓ નેટવર્ક વાપરતા હોય છે. કારણ કે એકંદરે તેનું નેટવર્ક સસ્તું અને ખુબ સારું છે. તેમજ તેનો ડેટા પ્લાન પણ ખુબ સસ્તો છે. હાલમાં અન્ય મોબાઈલ કંપનીઓની સરખામણીએ જિઓનું કામ ખુબ જ સારું છે. આથી લોકો જિઓ નેટવર્ક લેવાનું નક્કી કરે છે. પણ હાલ તમને વધુ એક ખુશખબર વિશે જણાવી દઈએ કે, જિઓ કંપનીએ પોતાના ગ્રાહકો માટે નવા નેટવર્ક પ્લાન જાહેર કર્યા છે. ચાલો તો આ વિશે વિસ્તારથી જાણી લઈએ.

તમને જણાવી દઈએ કે, હાલ ટેલીકોમ કંપની રિલાયન્સે પોતાનો નવો લેટેસ્ટ હેપી ન્યુ યર પ્લાન જાહેર કર્યો છે. તમને જણાવી દઈએ કે, આ કંપનીએ કુલ ચાર પ્લાન જાહેર કર્યા છે. જે અનુસાર પ્રતિ દિવસ ડેટાનો પ્લાન 1GB પ્લાન, બીજો પ્લાન પ્રતિ દિવસ 1.5 GB ડેટાનો અને અને એક પ્લાનમાં 30 દિવસ માટે કુલ 2GB ડેટા જાહેર કયો છે. જ્યારે આ પ્લાનની માસિક ભાવ 129 રૂપિયા છે. આ ઉપરાંત 1 જાન્યુઆરી 2021 થી જિઓ યુજર્સ માટે લોકલ નેટવર્ક ફ્રી કોલ થશે.

ડેટા વેલિડિટી (દિવસમાં) જિયો કોમ્પિટિટર
2GB 28 દિવસ 129 રૂપિયા 149 રૂપિયા
1GB/દિવસ 24 દિવસ 149 રૂપિયા 199 રૂપિયા
1.5GB/દિવસ 28 દિવસ 199 રૂપિયા 249 રૂપિયા
1.5GB/દિવસ 84 દિવસ 555 રૂપિયા 598 રૂપિયા

જો કે તમને એ વાત જણાવી દઈએ કે, આ પ્લાનમાં SMS ફ્રી મળશે કે નહિ, તે હજી જાહેર કર્યું નથી. તેમજ આ દરેક પ્લાનની અંદર અન્ય નેટવર્ક માટે પણ અનલીમીટેડ કોલિંગ મળે છે. એટલે કે હવે તમે જિઓ ટુ એરટેલ, વોડાફોન, આઈડીયા, BSNL, પર પણ અનલીમીટેડ કોલ થઈ શકશે. જ્યારે અગાઉની કંપની તેના માટે FUP મિનીટ આપતી હતી.1 જાન્યુઆરીથી ફ્રી કોલિંગ : આમ આ માહિતી વાંચ્યા પછી એમ કહી શકાય કે, જિઓ યુજર્સ માટે નવું વર્ષ એ ઘણા સમાચાર લઈને આવ્યું છે. આમ 1 જાન્યુઆરીથી જિઓ યુજર્સ જિઓ ટુ જિઓ, તેમજ અધર નેટવર્કમાં પણ ફ્રી કોલિંગ કરી શકશે. જ્યારે આ લાભ આખા દેશના જિઓ યુજર્સ માટે છે.

જિઓ અત્યાર સુધી IUC લેતી હતી : IUC એટલે કે ઇન્ટર કનેક્ટડ ચાર્જ, જે અત્યાર સુધી માત્ર જિઓ કંપની જ ગ્રાહક પાસેથી લેતી હતી. આ સિવાય એરટેલ, વોડાફોન, આઈડિયા અને BSNL અત્યાર સુધી તેના ગ્રાહકોને અન્ય નેટવર્ક કોલિંગ ફ્રી આપતી હતી. જ્યારે ગયા વર્ષે જિઓ એ 31 ડિસેમ્બર પ્રથમ વખત IUC લાગુ કરી હતી. અને આ ચાર્જ પ્રમાણે જ ગ્રાહક અધર નેટવર્ક યુજર્સ સાથે કોલ કરી શકતા હતા. જો તમારી પાસે 10 રૂપિયાના પ્લાનમાં 5 IUC મિનીટ્સ છે તો આ મિનીટ પૂરી થઈ ગયા પછી તમે અન્ય યુજર્સને કોલ કરી શકતા ન હતા. આ માટે તમારે ફરીથી કોઈ પ્લાન રીચાર્જ કરાવું પડતું હતું.ગુગલ અને જિઓ મળીને બનાવી રહ્યા છે સ્માર્ટફોન : તમને એ વાત જણાવી આનંદ દર્શાવી રહ્યા છીએ કે, હાલ જિઓ ફરી 4G ફીચર ફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. અને કદાચ માર્ચ મહિના સુધીમાં તે લોન્ચ પણ થઈ જશે. આમ કોરોના અને સ્ટડી from હોમને જોતા જિયોએ આ નિર્ણય લીધો છે. કારણ કે તેનાથી કામ સ્ટડી અને મનોરંજન માર્કેટમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હાલ જિઓ અને ગુગલના એન્ડ્રોઈડ સ્માર્ટફોન ભારતમાં ટ્રાયલ શરૂ છે. આ વર્ષની શરૂઆતમાં જિઓ પ્લેટફોર્મ માં 7.7% ની ભાગીદારી માટે ૩૩, 737 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment