શિવસેનાથી બચાવવા કંગના રનૌતને આપવામાં આવશે Y કેટેગરીની સુરક્ષા, જાણો શું હોય છે Y કેટેગરી સુરક્ષા.

મિત્રો સુશાંત સિંહ રાજપૂત કેસમાં મુખર અભિનેત્રી કંગના રનૌત અને શિવસેનાના નેતાઓની વચ્ચે શાબ્દિક યુદ્ધ વિરામ જ નથી લેતું. સંજય રાઉત અને કંગના રનૌતની તકરાર વચ્ચે અભિનેત્રી નવ ડિસેમ્બરના રોજ મુંબઈ પહોંચી રહી છે. શિવસેનાના કાર્યકર્તાઓ દ્વારા અમુક પ્રદર્શનોની વચ્ચે હવે કંગના રનૌતને કેન્દ્ર સરકાર તરફથી Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. એટલે કે હવે જ્યારે મુંબઈ એરપોર્ટ પર કંગના રનૌત ઉતરશે તો તેની સાથે સુરક્ષા કર્મીઓ હાજર રહેશે.

ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી Y કેટેગરીની સુરક્ષામાં એ VIP આવે છે જેને 11 સુરક્ષા કર્મી મળે છે. તેમાં 1 અથવા 2 કમાંડો અને 2 PSO પણ શામિલ હોય છે. ગયા વર્ષે કેન્દ્ર સરકારે લગભગ 11 કરતા વધુ લોકોને Y કેટેગરીની સુરક્ષા આપી હતી. જેમાં યુપીના ડેપ્યુટી CM દિનેશ શર્મા શામિલ હતા. એટલે કે હવે કંગનાની સાથે 1 અથવા 2 કમાંડો, 2 PSO અને અન્ય પોલીસ કર્મીઓ પણ હશે. કુળ જવાનોની સંખ્યા 11 થશે. જે કંગના રનૌતની સાથે જ રહેશે.

તમને જણાવી દઈએ કે, દેશમાં અલગ અલગ સ્તર પર કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા સુરક્ષાઓ  આપવામાં આવે છે. તેમાં નેતાઓથી લઈને અન્ય VIP, જેના પર કોઈ પણ પ્ર્રકારનો ખતરો રહેતો હોય તેને થ્રેટ અનુસાર સુરક્ષા આપવામાં આવે છે. જેમાં X, Y, Z, Z+ લેવલની સુરક્ષાઓ આપવામાં આવે છે.

જેમાં X કેટેગરીમાં બે પોલીસ કર્મી, Y કેટેગરીમાં 11 જવાન, Z કેટેગરીમાં કુલ 22 જેમાં NSG કમાંડો પણ હોય છે. જો કે Z+ સુરક્ષામાં NSG કમાંડો સહીત કુલ 36 જવાનો લાગેલા હોય છે. તેના પર માત્ર SPG લેવલની સુરક્ષા હોય છે, જે પ્રધાનમંત્રી પાસે હોય છે.

છેલ્લા દિવસોમાં કંગના રનૌત અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. કંગનાએ સુશાંતના મામલામાં લાપરવાહી અને ડ્રગ્સ કનેક્શનને લઈને મુંબઈ પોલીસ આરોપ લગાવ્યા, ત્યાર બાદ મહારાષ્ટ્ર સરકાર તરફ નિશાન લગાવવામાં આવ્યું હતું. પછી શિવસેનાના નેતા સંજય રાઉત અને કંગના વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગઈ હતી. ત્યાર બાદ શિવસેનાના કાર્યકર્તાઓએ કંગનાના પુતળાને સળગાવ્યા અને મુંબઈ પાછા ન આવવા કહ્યું હતું, માટે કંગના રનૌતને Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે.

Leave a Comment