આજથી અમુલ દૂધ, ગેસ સિલિન્ડર અને બેંક સહિત આટલી વસ્તુઓના વધ્યા ભાવ, દરેક વર્ગના લોકો માટે મુશ્કેલીનો મહિનો…

પેટ્રોલ અને ડિઝલના ભાવમાં પહેલા જ વધારો થઈ ગયો હતો. હવે આજથી એટલે કે નવા મહિનાની શરૂઆત થતાં જ કેટલીક અન્ય વસ્તુઓમાં પણ ભાવ વધારો થવાનો છે. દૂધ હોય કે પછી બેંકની કોઈ પણ સર્વિસનો ચાર્જ, જુલાઇમાં બધાના ચાર્જ વધવાના છે. જેની સીધી અસર દેશના દરેક નાગરિક પર થાવની છે.

આ કોરોના કાળમાં રોજગારનું સંકટ ખુબ જ વધ્યું છે અને તેમાં મધ્યમ વર્ગના સામાન્ય વ્યક્તિ પર તો મોંઘવારીની માર પડી રહી છે. પેટ્રોલ અને ડિઝલના ભાવમાં તો પહેલા કરતા લગાતાર વધારો થઈ રહ્યો છે. હવે આજથી એટલે કે નવો મહિનો શરૂ થવા પર અન્ય કેટલીક વસ્તુઓના ભાવમાં વધારો થવાનો છે, જેથી હવે ખર્ચો વધવાનો છે. દૂધ હોય કે પછી બેંકની કોઈ પણ સર્વિસનો ચાર્જ, જુલાઇ મહિનામાં મોંઘવારીના સ્તર ઊંચા જશે. તો ચાલો જાણીએ કંઈ વસ્તુમાં કેટલા રૂપિયાનો વધારો થયો.મોંઘુ થઈ ગયું છે અમુલ દૂધ : અમુલ દૂધનો ભાવ આજથી વધી રહ્યો છે, દિલ્હી હોય કે મહારાષ્ટ્ર અથવા યુપી કે પછી ગુજરાત 1 જુલાઇથી મિલ્ક પ્રોડક્ટ મોંઘા થવાના છે. અમુલ દૂધના પૈસા 2 રૂપિયા પ્રતિ લિટર વધારવાનો નિર્ણય કર્યો છે. અમુલ દુધે લગભગ દોઢ વર્ષ પછી પૈસામાં વધારો કર્યો છે, જેની જાણકારી બુધવારે કંપનીએ આપી હતી.

હવે 1 જુલાઇથી નવો ભાવ લાગુ પડ્યા પછી, અમુલ ગોલ્ડ 58 રૂપિયા પ્રતિ લિટર, અમુલ તાજા 48 રૂપિયા પ્રતિ લિટર, અમુલ શક્તિ 52 રૂપિયા પ્રતિ લિટરના ભાવથી મળશે. એવી અપેક્ષા કરવામાં આવે છે કે, અમુલ પછી અન્ય કંપનીઓ પણ તેમના દૂધ ઉત્પાદનોની કિમતોમાં વધારો કરી શકે છે.બેન્કિંગ સર્વિસના પણ ચાર્જ પણ વધી ગયા છે : દેશની સૌથી મોટી બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પણ હવે પૈસા ઉપાડવા પર ચાર્જ વધારી દીધો છે. હવે ગ્રાહક માહિનામાં ફક્ત 4 વાર જ પૈસા ફ્રી ઉપાડી શકશે, અને તેનાથી વધારે વાર જો બ્રાન્ચમાંથી પૈસાને ઉપાડવાવામાં આવશે, તો 15 રૂપિયાનો વધારે ચાર્જ દેવો પડશે. માત્ર બ્રાન્ચ પર જ નહીં, પરંતુ SBI ના એટીએમ પર પણ આ નિયમ લાગુ પડશે.

સ્ટેટ બેંકે તો, આ સિવાય પણ ચેકને લઈને પણ ચાર્જ વધારવાનો નિર્ણય કર્યો છે. હવે કોઈ પણ ખાતા ધારકને નાણાકીય વર્ષમાં 10 ચેક વિના મૂલ્યે મળશે. આ સિવાય તેને ચાર્જ ચૂકવવો પડશે. SBI સિવાય AXIS બેંક, IDBI બેંકે પણ SMS ચાર્જ, લૉકર ચાર્જમાં ફેરફાર કર્યો છે, જે 1 જુલાઇથી લાગુ પડશે.આ લોકોનું વધારે ટીડીએસ કપાશે : 1 જુલાઇથી એક મહત્વપૂર્ણ ફેરફાર એ પણ થવા જઈ રહ્યો છે કે, જેમને 2 વર્ષથી આવકવેરા રિટર્ન ભર્યા નથી, તેમણે હવે 1 જુલાઇથી વધારે TDS દેવું પડશે. આ નિયમ તેના ઉપર લાગુ પડશે, કે જેના ઉપર દર વર્ષે 50 હજારથી પણ વધારે ટીડીએસ કપાય છે.

LPG ગેસ પણ મોંઘો :

આ સિવાય 1 જુલાઇથી એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ વધારો થઈ ગયો છે. 1 જુલાઇથી વિના સબસિડી વાળા સિલિન્ડરમાં 25 રૂપિયાનો વધારો થયો છે. જો ઘરેલુ સિલિન્ડરની વાત કરીએ તો, 1 જુલાઇથી દિલ્હીમાં આ સિલિન્ડર 834 રૂપિયાનું છે. જ્યારે કોલકતામાં 861 રૂપિયાનો ભાવ છે. જ્યારે દિલ્હીમાં હવે 19 કિગ્રા વાળા સિલિન્ડરનો ભાવ 1550 થઈ ગયો છે, આમાં 76 રૂપિયાનો વધારો થયો છે.નોંધનીય એ છે કે, આ બધી બાબતો ઉપરાંત પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. દર સવારે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં નવા ભાવ જાહેર કરવામાં આવે છે, ગયા મહિને લગભગ 16 વાર પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થયો હતો. આમ આજથી મોટાભાગની આપણી જરૂરિયાતની વસ્તુઓમાં ભાવ વધારો થવાથી લોકોમાં મોંઘવારીનું ટેન્શન વધી રહ્યું છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment